વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

કોરોના વાયરસના દર્દીઓને ચકાસવા માટે શ્રી ચિત્રા તિરૂનલ ઈન્સ્ટિટ્યુટ ફોર મેડિકલ સાયન્સ એન્ડ ટેકનોલોજીના વૈજ્ઞાનિકોએ ટેલિફોન બૂથ જેવુ પરિક્ષણ બૂથ વિકસાવ્યુ


આ પરિક્ષણ બૂથ ફોનના બૂથની જેમ બંધ હોય છે તેથી દર્દીને સીધા સંપર્ક કર્યા વગર તપાસી શકાય છે અને ડોકટરને રોગનો ચેપ પ્રસરતો અટકાવી શકાય છે

તેમાં બેસાડેલી અલ્ટ્રા-વાયોલેટ લાઈટ દરેક દર્દીનુ પરિક્ષણ થયા બાદ, દર્દીના ગયા પછી બૂથને ચેપ મુક્ત કરે છે

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ પ્રૉ. આશુતોષ શર્મા જણાવે છે કે “આ વિચારપૂર્વક ડિઝાઈન કરવામાં આવેલું ક્લિનિકલ ઈનપુટ સહિતનુ સુરક્ષાત્મક બૂથ એ ચેપને પ્રસરતો અટકાવવા માટેનુ એક ઉત્તમ પગલું છે.”

Posted On: 08 APR 2020 11:38AM by PIB Ahmedabad

ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળના કાર્યરત સ્વાયત્ત સંસ્થા શ્રી ચિત્રા તિરૂનલ ઈન્સ્ટિટ્યુટ ફોર મેડિકલ સાયન્સ એન્ડ ટેકનોલોજી( SCTIMST) ખાતે કામ કરતા વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસના દર્દીઓને તપાસવા માટેનુ એક ડિસઈન્ફેકટેડ બેરિયર એકઝામિનેશન બૂથ ડિઝાઈન કર્યુ છે અને વિકસાવ્યુ છે. 

દર્દીને સીધા સંપર્ક વગર ચકાસવા માટેનો આ નવતર પ્રકારનુ ચેપમુક્ત તપાસ બૂથ ટેલિફોન બૂથની જેમ બંધ હોય છે, જેથી દર્દીને સીધા સંપર્ક વગર તપાસી શકાય છે અને ડોકટરને ચેપ પ્રસરતો અટકે છે. આ બૂથ લેમ્બ, ટેબલ ફેન, રેક, અને અલ્ટ્રાવાયોલેટ (યુવી) પ્રકાશથી સજજ હોય છે. 

તેમાં બેસાડેલી અલ્ટ્રા વાયોલેટ લાઈટ દર્દ દર્ધી સ્થળ છોડે તે પછી બૂથને ચેપ મુક્ત કરે છે. એમાં બેસાડેલી અલ્ટ્રા વાયોલેટ લાઈટ 15 વોટ રેટીંગ સાથે 254nm વેવ લેન્થ ધરાવતી હોય છે. જે મોટા ભાગના વાયરલ લોડને તપાસ પછીની 3 મિનીટની અંદર જ દૂર કરે છે. પરિક્ષણ બૂથમાં પૂરી પાડવામાં આવેલી હાથમોજા (ગ્લોવ્ઝ)થી દર્દીની શારિરિક તપાસ કરવામાં આવે છે. આ ઉપરાંત સાઈડ ફ્રેમ ઉપરની એન્ટ્રી ટનલ સ્ટેથોસ્કોપ પાસ કરવા માટે હોય છે. તેનાથી દર્દી ઉપર સ્ટેથોસ્કોપ મુકી તેની મારફતે હૃદય અને શ્વાસના ધબકારા સાંભળી શકાય છે. તપાસ પૂરી થયા પછી, દર્દીને ચેમ્બર ખાલી કરવા માટે કહેવામાં આવે છે અને 3 મિનીટ સુધી અલ્ટ્રા વાયોલેટ લાઈટ ચાલુ કરવામાં આવે છે. જ્યારે ચેમ્બરની અંદરનો દર્દીને કારણે ઉભી થયેલી સ્થિતિનો અંત આવે એટલે બીજા દર્દીને તપાસવામાં આવે છે અને આ ક્રમનુ ફરીથી પુનરાવર્તન થાય છે. આ પરિક્ષણબૂથનું માપ આ મુજબ હોય છે, તે 210 સે.મી ઊંચુ, 120 સે.મી. ઊંડુ અને 120 સે.મી. પહોળુ હોય છે. આટલી જગ્યા દર્દી માટે પૂરતી થઇ રહે છે.

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ પ્રૉ. આશુતોષ શર્મા જણાવે છે કે “અત્યંત ચેપી વાયરસ ધરાવતા દર્દીને તપાસવો તે એક મહત્વની અગ્રતા છે. ડૉકટરોને અને ફ્રન્ટલાઈન હેલ્થવર્કર્સને કેરિયર સાથે પરામર્ષ દરમિયાન સલામતીનાં સર્વોચ્ચ ધોરણો પૂરા પાડવામાં આવે તે જરૂરી છે. આ વિચારપૂર્વક ડિઝાઈન કરવામાં આવેલુ અને ક્લિનિકલ ઈનપુટ ધરાવતુ સુરક્ષાત્મક બૂથ એ આ દિશાનુ એક ઉત્તમ પગલું છે.” 

શ્રી ચિત્રા તિરૂનલ ઈન્સ્ટિટ્યુટ ફોર મેડિકલ સાયન્સ એન્ડ ટેકનોલોજી (SCTIMST) ખાતે ઈનોવેટર્સની ટીમમાં શ્રી મુરલીધરન સી.વી., શ્રી રમેશ બાબુ વી., શ્રી ડી. એસ. નાગેશ, એન્જીન્યર સૌરભ એસ. નાયર, એન્જીન્યર અરવિંદ કુમાર પ્રજાપતી, ડૉ. શિવ કુમાર કે. જી. વી. તથા શ્રી ચિત્રા તિરૂનલ ઈન્સ્ટિટ્યુટ ફોર મેડિકલ સાયન્સ એન્ડ ટેકનોલોજી આર્ટિફિશિયલ ઈન્ટર્નલ ઓર્ગન (AIO)ની ટીમ અને ડિવિઝન ઓફ એકસ્ટ્રા કોર્પોરેલ ડિવાઈસીસ (ECD) નો સમાવેશ થયો હતો. પરિક્ષણ બૂથની ટેકનિકલ જાણકારી ફલાય ટેક ઈન્ડસ્ટ્રીઝ, ત્રિવેન્દ્રમને તબદીલ કરી દેવામાં આવી છે. 

વધુ માહિતી માટે કૃપયા સંપર્ક કરો, શ્રીમતી સ્વપના વામદેવમ, જનસંપર્ક અધિકારી, શ્રી ચિત્રા તિરૂનલ ઈન્સ્ટિટ્યુટ ફોર મેડિકલ સાયન્સ એન્ડ ટેકનોલોજી, Mob: 9656815943, Email: pro@sctimst.ac.in) 
 


(Release ID: 1612278) Visitor Counter : 236