વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

ભારતીય સંશોધકોએ નોવેલ કોરોનાવાયરસ જનીનની શ્રેણી પર કામગીરી શરૂ કરી

Posted On: 08 APR 2020 11:23AM by PIB Ahmedabad

નોવેલ કોરોનાવાયરસ નવો વાયરસ છે અને સંશોધકો એના તમામ અલગ પાસાંઓની જાણકારી મેળવવા પ્રયાસ કરી રહ્યાં છે. બે સંસ્થાઓ સેન્ટર ફોર સાયન્ટિફિક ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (સીએસઆઇઆર) સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલીક્યુલર બાયોલોજી (સીસીએમબી), હૈદરાબાદ અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ જિનોમિક્સ એન્ડ ઇન્ટિગ્રેટિવ બાયોલોજી (આઇજીઆઇબી), નવી દિલ્હીએ સંયુક્તપણે નોવેલ કોરોનાવાયરસના જનીનની સંપૂર્ણ શ્રેણી ઉકેલવા કામગીરી શરૂ કરી છે.

ડીએસટીના ઇન્ડિયા સાયન્સ વાયરનાં વરિષ્ઠ વિજ્ઞાની જ્યોતિ શર્માએ કહ્યું હતું કે, આ કામગીરીથી વાયરસના વિકાસને સમજવામાં મદદ મળશે, એની ગતિશીલતા સમજવામાં અને એની ચેપ લાગવાની ઝડપ વિશે જાણકારી મેળવવામાં સહાય મળશે. આ અભ્યાસ અમને એ કેટલી ઝડપથી બદલાય છે અને ભવિષ્યના એના પાસાં શું છે એ જાણકારી મેળવવામાં પણ મદદ મળશે.

સંપૂર્ણ જનીનની શ્રેણી ઉકેલવી એ ચોક્કસ જીવના જનીનની ડીએનએની સંપૂર્ણ સાંકળ નક્કી કરવાની પદ્ધતિ છે. લેટેસ્ટ કોરોનાવાયરસની શ્રેણી માટે અભિગમમાં દર્દીઓમાંથી નમૂના લેવાની કામગીરી સંકળાયેલા છે, જેઓના ટેસ્ટ કોવિડ-19 પોઝિટવ આવ્યાં છે અને આ નમૂનાને સેન્ટરમાં મોકલવામાં આવ્યાં છે, જેથી એના પર સંશોધન હાથ ધરી શકાય. જનીનની શ્રેણી જાણવા માટેનો અભ્યાસ હાથ ધરવા માટે મોટી સંખ્યામાં નમૂનાની જરૂર પડે છે. ડૉ. મિશ્રાએ કહ્યું હતું કે, જો વધારે ડેટા ન હોય, તો કોઈ પણ તારણ પર પહોંચવું ઉચિત નથી. અત્યારે અમે શક્ય એટલા ડેટા કે સીક્વન્સનો સંચય કરી રહ્યાં છીએ. અમારી પાસે થોડા સેંકડો સીક્વન્સ હશે પછી અમે આ વાયરસના ઘણા જૈવિક પાસાઓમાંથી ઘણા તારણો મેળવી શકીશું.

દરેક સંસ્થામાંથી ત્રણથી ચાર લોકો જનીનની સંપૂર્ણ શ્રેણી પર સતત કાર્યરત છે. આગામી 3 થી 4 અઠવાડિયામાં સંશોધકોને ઓછામાં ઓછા 200 થી 300 આઇસોલેટ મેળવી શકશે અને આ માહિતી તેમને આ વાયરસની વર્તણૂક વિશે કેટલાંક વધુ તારણો પર પહોંચવામાં મદદરૂપ થશે. આ ઉદ્દેશ માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલોજી (એનઆઇવી), પૂણેએ જુદાં જુદાં સ્થળોમાંથી આઇસોલેશન ધરાવતા વાયરસ આપવા વિનંતી કરી છે. એનાથી વિજ્ઞાનીઓને દેશમાંથી વિસ્તૃત અને સ્પષ્ટ ચિતાર મેળવવામાં મદદ મળશે. આ રીતે સંસ્થાઓને વાયરસનું ફેમિલી ટ્રી તૈયાર કરવામાં મદદ મળશે. ડૉ. મિશ્રાએ જણાવ્યું હતું કે, તેના આધારે સંશોધકોને વાયરસ ક્યાંથી આવ્યો છે, તેમની વચ્ચેની સમાનતા, વિવિધ ફેરફારો અને કઈ સાંકળ નબળી છે અને કઈ સાંકળ મજબૂત છે વગેરે જાણકારી મેળવવામાં મદદ મળશે. આ રીતે વિજ્ઞાનીઓને કેટલીક મહત્ત્વપૂર્ણ સંકેતો સમજવામાં અને આઇસોલેશન સ્ટ્રેટેજીઓનો વધારે સારી રીતે અમલ કરવામાં મદદ મળશે.

આ ઉપરાંત સંસ્થાએ પરીક્ષણની ક્ષમતા પણ વધારી છે. મોટી સંખ્યામાં લોકોનું પરીક્ષણ ચાલી રહ્યું છે અને તેમનું મોટા પાયે સ્ક્રીનિંગ થશે. એનાથી પોઝિટિવ કેસોને ઓળખવામાં અને પછી તેમને આઇસોલેશન માટે મોકલવામાં કે ક્વૉરન્ટાઇન કરવામાં મદદ મળશે.

GP/RP



(Release ID: 1612219) Visitor Counter : 255