વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

કોવિડ-19ના સ્ક્રિનિંગ માટે પૂણે સ્થિતિ સ્ટાર્ટઅપ દ્વારા ઝડપી નિદાન કીટ તૈયાર કરવામાં આવી રહી છે


ભવિષ્યમાં દર કલાકે વધીને 100 નમૂનાનું પુષ્ટિકરણના થઇ શકશે

DSTના સચિવ પ્રોફેસર આસુતોષ શર્માએ કહ્યું કે, “કોવિડ-19 માટેના મુખ્ય પડકારોમાં ઝડપ, ખર્ચ, ચોક્કસાઇ અને વપરાશના સ્થળે તેની સંભાળ અથવા સુલભતા છે”

CovE-Sens ટેકનોલોજી કોવિડ 19 માટેની ખાસ ટેલનોલોજી છે

બે ઉત્પાદનો – મોડિફાઇડ પોલીમરાઇઝ ચેઇન રીએક્શન (PCR) આધારિત નિદાન કીટ અને ઝડપથી સ્ક્રિનિંગ માટે પોર્ટેબલ ચીપ આધારિત મોડ્યૂલ તૈયાર થઈ રહ્યા છે

પોર્ટેબલ ઝડપી નિદાન કીટના કારણે નિયમિત દેખરેખ રાખીને ભવિષ્યમાં બીમારીનો ઉથલો થવાની સંભાવના પણ નિવારી શકાશે

Posted On: 08 APR 2020 11:31AM by PIB Ahmedabad

2018માં શરૂ થયેલા ફાસ્ટસેન્સ ડાયગ્નોસ્ટિક્સ નામના સ્ટાર્ટઅપ દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST)ના આર્થિક સહયોગથી ઝડપી બીમારી નિદાનના નવીનતમ ઉત્પાદનો તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ સ્ટાર્ટઅપ હવે કોવિડ-19ના નિદાન માટે બે મોડ્યૂલ તૈયાર કરી રહ્યું છે.

DSTના સચિવ પ્રોફેસર આસુતોષ શર્માએ જણાવ્યું હતું કે, “કોવિડ-19 મુખ્ય પડકારોમાં ઝડપ, ખર્ચ, ચોક્કસાઇ અને સંભાળ અથવા ઉપયોગના સ્થળે સુલભતા છે. કેટલાક સ્ટાર્ટઅપ દ્વારા આ જરૂરિયાતોને પહોંચી વળવા માટે સર્જનાત્મક અને નવીનતમ રીતો વિકસાવવામાં આવી છે. DST આમાંના જે સૌથી વધુ આશાસ્પદ હોય તેમને સહકાર આપી રહ્યો છે જેથી ટેકનિકલ આધાર પર તેમના ઉકેલો અનુકૂળ વર્તાય તો વ્યાપારીકરણની સાંકળમાં તેનું ઉત્પાદન કરવાની સુવિધા ઉભી થઇ શકે.”

કેન્સર, લીવરની બીમારી અને નવજાત શીશુને લગતી બીમારી વગેરે જેવી જટીલ બીમારીઓના વહેલા નિદાન અને સ્ક્રિનિંગ માટે પોતાના વર્તમાન સાર્વત્રિક પ્લેટફોર્મ “ઓમ્ની-સેન્સ”ને સુસંગત આ કંપની દ્વારા કોવિડ-19 માટે વિશેષરૂપે CovE-Sens ટેકનોલોજીનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. CovE-Sens માટે પેટન્ટ ફાઇલ કરવામાં આવી છે જેની મદદથી ઝડપથી સ્ક્રિનિંગ અને પુષ્ટિકરણ પરીક્ષણની સાથે સાથે સંભાળના સ્થળે નિદાનની સવલત થશે અને તેનાથી સમગ્ર કામગીરી વધુ સરળ બનશે.

કંપની હાલમાં બે ઉત્પાદનો તૈયાર કરવાની યોજવામાં છે – એક મોડિફાઇડ પોલીમરાઇઝ ચેઇન રીએક્શન (PCR) આધારિત નિદાન કીટ જેથી વર્તમાન નિદાનની પદ્ધતિઓ (જેમાં એક કલાકમાં અંદાજે 50 નમૂનાનું પરીક્ષણ થઇ શકે છે)ની તુલનાએ ઓછા સમયમાં પુષ્ટિકરણ માટેનું વિશ્લેષણ થઇ શકે. તેમજ બીજું ઉત્પાદન છે, ઝડપી સ્ક્રિનિંગ માટે પોર્ટેબલ ચીપ આધારિત મોડ્યૂલ જેથી ચીપ સેન્સિંગ ટેકનોલોજી પર લક્ષિત વસ્તીનું સ્ક્રિનિંગ થઇ શકે. તેના કારણે દરેક નમૂનાનું 15 મિનિટ કરતા ઓછા સમયમાં સ્થળ પર જ પરિણામ મેળવી શકાશે. પુષ્ટિકરણ માટેના પરીક્ષણોની સંખ્યા ભવિષ્યમાં 100 નમૂના/કલાક સુધી વધારી શકાશે.

ફાસ્ટસેન્સ ડાયનોસ્ટિક્સની સંભાળના સ્થળે જ નિદાનની કીટથી સ્થળ પર જ ઉચ્ચ તાલીમબદ્ધ ટેકનિશિયનોની મદદ લીધા વગર ખૂબ જ ઝડપથી સ્થળ પર નિદાન થઇ શકશે જેના કારણે કોવિડ-19 સામે લડાઇમાં ભારતના પરીક્ષણના પ્રયાસોને વધુ વેગ મળશે.

બે પ્રસ્તાવિત મોડ્યૂલ કોઇપણ વાસ્તવિક સ્થળ અને હોટસ્પોટ જેમકે હવાઇમથકો, ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો, હોસ્પિટલો કે જ્યાં વધુ વસ્તીનું સ્ક્રિનિંગ થઇ શકે ત્યાં મૂકી શકાય છે. આનાથી તંદુરસ્ત લોકોમાં કોરોના વાયરસનો ફેલાવો અટકાવી શકાશે અને એક કલાક કરતા ઓછા સમયમાં ડેટા પણ જનરેટ કરી શકાય છે. આ કંપની હાલમાં તેને વધુ સસ્તા દરે તૈયાર કરવા પર કામ કરી રહી છે.

આ ટીમ હાલમાં નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ વાયરોલોજી સાથે જોડાણ કરવાના આયોજનમાં છે અને તેના માટે કામગીરીના મૂલ્યાંકન અંગેની ઔપચારિક મંજૂરી પ્રક્રિયા હેઠળ છે. તેઓ બજારના વર્તમાન અગ્રણીઓ સાથે સંપર્કમાં છે જેથી જરૂર પડ્યે આ ઉપકરણ મોટાપાયે લગાવવામાં સરળતા રહે.

આકૃતિ-1 : CovE-Sensની કામગીરીની રૂપરેખા

આ મોડ્યૂલના નિર્માણમાં કામ કરી રહેલી ટીમમાં વાયરોલોજી, મોડ્યૂલર બાયોલોજી અને બાયો ઇન્સ્ટ્રુમેન્ટેશનના નિષ્ણાતો સામેલ છે જેઓ 8 થી 10 અઠવાડિયામાં પ્રોટોટાઇપ (પ્રતિકૃતિ) મોડ્યૂલ તૈયાર કરી શકે છે. કંપનીએ પાસે આ મોડ્યૂલ લગાવવા માટે તેનું ઉત્પાદન કરવા કેટલીક ઇન-હાઉસ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.

આ ઉપરાંત, વર્તમાન મહામારીમાં બીમારીનો વધુ ફેલાવો રોકવા માટે, પોર્ટેબલ ઝડપી નિદાન કીટ્સની મદદથી નિયમિત દેખરેખ રાખીને ભવિષ્યમાં બીમારીનો ઉથલો મારવાની સંભાવના પણ ટાળી શકાય છે. ઓછા ખર્ચ અને પરિચાલનમાં સરળતાના કારણે ગ્રામીણ વસ્તી સુધી તે પહોંચાડી શકાશે અને તેના કારણે શહેરી આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કામનું ભારણ ટાળી શકાશે.

(વધુ માહિતી માટે સંપર્ક કરો: ડૉ. પ્રીતિ નિગમ જોશી, ફાસ્ટસેન્સ ડાયગ્નોસ્ટિક્સના આદ્યસ્થાપક, preetijoshi@fastsensediagnostics.com , મોબાઇલ: 8975993781)

GP/RP



(Release ID: 1612218) Visitor Counter : 197