કાપડ મંત્રાલય

લૉકડાઉન દરમિયાન શણની મિલો બંધ રહેવાને કારણે અનાજના પેકેજીંગની સમસ્યા નિવારવા કાપડ મંત્રાલયે એચડીપીઈ / પીપી બેગની મર્યાદા 1.80 લાખ ગાંસડીથી વધારીને 2.62 લાખ ગાંસડી કરી


કાપડ મંત્રાલયે શણનુ વાવેતર કરતાં તમામ રાજ્યોને શણના બિયારણ, ફર્ટિલાઈઝર્સ અને ખેત સાધનોનો પુરવઠાની હેરફેરની છૂટ આપવા પત્ર લખ્યો

મંત્રાલય શણના ખેડૂતો અને કામદારોનાં હિતોની સુરક્ષા માટે કટિબદ્ધ

Posted On: 07 APR 2020 7:40PM by PIB Ahmedabad

કાપડ મંત્રાલયે લૉકડાઉનમાં શણની મિલો બંધ રહેવાને કારણે તથા ઘઉંની ખેતી કરતા ખેડૂતોનાં હિત જાળવી રાખવા માટે અને અનાજના સંગ્રહ માટે ઉભુ થયેલુ સંકટ નિવારવા તેમજ અનાજ ભરવા માટે વૈકલ્પિક પેકેજીંગ બેગ ઉપલબ્ધ થાય તે હેતુથી તા. 26 માર્ચ, 2020ના રોજ એચડીપીઈ/ પીપી બેગની મર્યાદા ગાંસડીની મહત્તમ છૂટ આપવા પાત્ર મર્યાદા 1.80 લાખ ગાંસડી કરી હતી તે નિયમ પણ હળવો કરીને તા. 6 માર્ચ, 2020ના રોજ 2.62 લાખ ગાંસડી જેટલી કરીને વધુ છૂટ આપી હતી.

રાહત આપતી આ હિલચાલ મુખ્યત્વે ઘઉંની ખેતી કરતા ખેડૂતોનાં હિતોનુ રક્ષણ કરવા માટે હાથ ધરવામાં આવ્યું છે. એપ્રિલના મધ્ય ભાગ પછી ઘઉં પેકેજીંગ માટે તૈયાર થશે. આમ છતાં સરકારે નિયમ હળવો કરવાનો જે નિર્ણય ધ્યાન પર લીધો છે, તેમાં એવી જોગવાઈ રખાઈ છે કે લોકૉડાઉન પછી જ્યારે પણ શણની મિલોમાં ઉત્પાદન શરૂ થાય ત્યારે અનાજના પેકેજીંગ માટે શણના કોથળાઓને અગ્રતા આપવામાં આવશે.

શણની ખેતી કરતા ખેડૂતોને સહાયરૂપ બનવા માટે કાપડ મંત્રાલયે શણની ખેતી ધરાવતાં તમામ રાજ્યોને પત્ર લખી જણાવ્યું છે કે સરકાર જ્યુટ પેકેજીંગ મટિરિયલ એકટ (જેપીએમ) 1987ની જોગવાઈઓ મારફતે શણના ખેડૂતોનાં અને કામદારોનાં હિતોની રક્ષા કરવા માટે કટીબદ્ધ છે અને અનાજના પેકેજીંગ માટે શણને 100 ટકા અનામત પૂરી પાડે છે. કોરોના વાયરસ સંબંધી લૉકડાઉનને કારણે શણની મિલોની કામગીરીને વિપરિત અસર થઈ છે અને એ કારણ શણના કોથળા તૈયાર કરવામાં અવરોધો ઉભા થયા છે.

જાહેર વિતરણ વ્યવસ્થા માટે અનાજ એકત્ર કરતી રાજ્ય સરકારોની એજન્સીઓ (SPAs) ની તથા ફૂડ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (FCI) ની માંગને પહોંચી વળી શકે તેમ નહી હોવાથી સરકારે સક્રિય થઈને દરમિયાનગીરી કરવી પડી છે અને વૈકલ્પિક પગલુ લઈને સરકારે સમસ્યા નિવારવા પ્રયાસ કર્યો છે. ભારત સરકાર ખેડૂતો અને તેમની ખેત પેદાશો બાબતે ચિંતિત છે. રવિ પાક લેવાની તૈયારીઓ ચાલી રહી છે. આથી પેકેજીંગ માટે ઘણા જંગી જથ્થાની જરૂર પડશે. જેપીએમ એકટ મુજબ અનાજને મુખ્યત્વે શણના કોથળાઓમાં સંઘરવામાં આવે છે. કોરોના વાયરસ લૉકડાઉનને કારણે શણની મિલો શણના કોથળા પૂરા પાડી શકે તેમ નહી હોવાથી ઘઉ પકવતા ખેડૂતોની તકલીફ નિવારવા વૈકલ્પિક વ્યવસ્થા કરવી અનિવાર્ય બની ગઈ છે.

RP

*******



(Release ID: 1612102) Visitor Counter : 217