ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય

FCIએ એકજ દિવસમાં ખાદ્યાન્નના પરિવહનનો વિક્રમ સ્થાપિત કર્યો

Posted On: 05 APR 2020 7:06PM by PIB Ahmedabad

લૉકડાઉન દરમિયાન દેશના દરેક ભાગમાં પૂરતા પ્રમાણમાં ખાદ્યાન્નનો જથ્થો ઉપલબ્ધ થઇ શકે તે સુનિશ્ચિત કરવા માટે પોતાના પ્રયાસોને આગળ વધારતા FCIએ 03.04.2020 અને 04.04.2020ના રોજ એક જ દિવસમાં 70 રેકમાં 1.93 લાખ મેટ્રિક ટન (LMT)ના જથ્થાનું પરિવહન કરીને નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. 24.03.2020ના રોજ લૉકડાઉનની શરૂઆત થઇ ત્યારથી 12 દિવસમાં FCIએ દરરોજ સરેરાશ 1.41 લાખ મેટ્રિક ટન ખાદ્યન્નનું પરિવહન કર્યું છે જ્યારે લૉકડાઉન પહેલાં દરરોજ સરેરાશ 0.8 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્નનું પરિવહન થતું હતું. આ સમયગાળા દરમિયાન કુલ 605 રેકમાં અંદાજે 16.94 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્નનો જથ્થો સમગ્ર દેશમાં વિવિધ ભાગોમાં પહોંચાડવામાં આવ્યો છે.

ખાદ્યાન્નની હેરફેરમાં 7.73 લાખ મેટ્રિક ટન સાથે અંદાજે 46% હિસ્સાની હેરફેર કરીને પંજાબ સર્વોચ્ચ ક્રમે રહ્યું છે જ્યારે ત્યાબાદ હરિયાણા (3.02 લાખ મેટ્રિક ટન), તેલંગાણા (2.04 લાખ મેટ્રિક ટન) અને છત્તીસગઠ (1.15 લાખ મેટ્રિક ટન) છે. ઓડિશા, આંધ્રપ્રદેશ વગેરે અન્ય રાજ્યોએ બાકીના જથ્થાનું પરિવહન કર્યું છે. વપરાશકર્તા રાજ્યોમાં મહત્તમ જથ્થો ઉત્તરપ્રદેશ (2.07 લાખ મેટ્રિક ટન) અને ત્યારબાદ બિહાર (1.96 લાખ મેટ્રિક ટન), પશ્ચિમ બંગાળ (1.65 લાખ મેટ્રિક ટન) અને કર્ણાટક (1.57 લાખ મેટ્રિક ટન)માં સૌથી વધુ ખાદ્યાન્ન પહોંચાડવામાં આવ્યું છે. પૂર્વોત્તરના રાજ્યો પર વિશેષ ધ્યાન આપીને લૉકડાઉનના સમય દરમિયાન પૂર્વોત્તરના રાજ્યોમાં 1.4 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્ન પહોંચાડવામાં આવ્યું છે. કોઇપણ અછત વગર દરેક રાજ્યની જરૂરિયાત પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા માટે FCI પ્રયાસરત છે. 04.04.202020ની સ્થિતિ અનુસાર સેન્ટ્રલ પૂલમાં 55.47 મિલિયન મેટ્રિક ટન ખાદ્યાન્ન (31.23 લાખ મેટ્રિક ટન ચોખા અને 24.24 લાખ મેટ્રિક ટન ઘઉં)નો જથ્થો હોવાનું નોંધાયું છે.

રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) અંતર્ગત વધારાની ખાદ્યાન્નની નિયમિત જરૂરિયાતોને પહોંચી વળવા માટે, FCI દ્વારા ઇ-હરાજી રૂટના બદલે મુક્ત બજાર વેચાણ દરે સીધો જ ઘઉં અને ચોખાનો જથ્થો પહોંચાડવામાં આવે છે જેથી મુક્ત બજારમાં ખાદ્યાન્નનો પૂરવઠો અવિરત આવતો રહે. સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા રજૂ કરવામાં આવેલી માંગના મૂલ્યાંકનના આધારે ઘઉંના લોટની ઉત્પાદક મીલો અને ઘઉંના અન્ય ઉત્પાદનો માટે તેમની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ઘઉંનો જથ્થો પહોંચાડવામાં આવે છે. ચોખાનો જથ્થો રાજ્ય સરકારોને આપવામાં આવે છે જેથી તેઓ પોતાની ચેનલ મારફતે આગળ વિતરણ કરી શકે. અત્યાર સુધીમાં FCIએ 13 રાજ્યોમાં 1.38 લાખ મેટ્રિક ટન ઘણું અને 8 રાજ્યોમાં 1.32 લાખ મેટ્રિક ટન ચોખા આ મૉડેલ હેઠળ પૂરા પાડ્યા છે.

 

RP

*****



(Release ID: 1611870) Visitor Counter : 149