PIB Headquarters

કોવિડ-19 પર PIBનું દૈનિક બુલેટીન

Posted On: 06 APR 2020 6:43PM by PIB Ahmedabad

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ અને ફેક્ટ ચેક)

  • અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19ના 4067 કેસોની પુષ્ટિ થઇ છે અને 109ના મોત નોંધાયા છે.
  • પ્રધાનમંત્રીએ કેન્દ્રીય મંત્રાલયો સાથે વાર્તાલાપ કર્યો; કોવિડ-19 સામેની લડાઇમાં પ્રોત્સાહિત, દૃઢ નિશ્ચયી અને સતર્ક રહેવાનું મહત્વ જણાવ્યું
  • કોવિડ-19નું વ્યવસ્થાપન કરવા માટે મંત્રીમંડળે બે વર્ષ માટે MPLADSના નોન-ઓપરેશનની મંજૂરી આપી
  • FCIએ એક જ દિવસમાં ખાદ્યાન્નના પરિવહનના ઓલ ટાઇમ વિક્રમો સ્થાપિત કર્યા
  • રેલવેએ 2500 કોચને આઇસોલેશન કોચમાં રૂપાંતરિત કર્યા; તાકીદની સ્થિતિને પહોંચી વળવા 40000 આઇસોલેશન બેડ તૈયાર

 કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ

અત્યાર સુધીમાં કોરોના વાયરસના 4067 પોઝિટીવ દર્દીના કેસોની પુષ્ટિ થઇ છે તેમજ 109 દર્દીનાં મોત નોંધાયા છે. 291 દર્દીઓ સાજા થયા છે/ સાજા થયા પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હાલમાં ઉપલબ્ધ ડેટા અનુસાર, પુષ્ટિ થયેલા કુલ કેસોમાંથી 76% પુરુષો અને 24% મહિલાઓ છે. ઉંમર અનુસાર વર્ગીકરણ જોવામાં આવે તો, 47% લોકો 40 વર્ષથી ઓછી ઉંમરના, 34% લોકો 40 થી 60 વર્ષની વચ્ચેની ઉંમરના, 19% લોકો 60 વર્ષથી વધુ ઉંમરના છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611749  

 

પ્રધાનમંત્રીએ કેન્દ્રીય મંત્રીઓ સાથે ચર્ચા કરી; પ્રધાનમંત્રીએ કોવિડ-19 સામેની લડાઈમાં પ્રેરિત, દ્રઢ અને સતર્ક રહેવાના મહત્ત્વ પર ભાર મૂક્યો

પ્રધાનમંત્રીએ સંબંધિત મંત્રીઓને સતત નજર રાખવા અને એ સુનિશ્ચિત કરવા વિનંતી કરી કે ગરીબ કલ્યાણ યોજનાના લાભ સરળતાપૂર્વક ઇચ્છિત લાભાર્થીઓ સુધી પહોંચે. તેમણે કહ્યું કે, મંત્રીઓએ રાજ્ય અને જિલ્લા વહીવટીતંત્ર સાથે સંપર્કમાં રહેવું જોઈએ, નવી સમસ્યાઓનું સમાધાન પૂરું પાડવું જોઈએ; જિલ્લા સ્તરે સૂક્ષ્મ યોજના બનાવો; મંત્રીઓએ બિઝનેસ કન્ટિન્યૂઇટી પ્લાન તૈયાર કરવા જોઈએ તથા કોવિડ-19ની આર્થિક અસર સામે લડવા યુદ્ધનાં ધોરણે પગલાં લેવા જોઈએ.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611665

 

કોવિડ-19નું વ્યવસ્થાપન કરવા માટે મંત્રીમંડળે બે વર્ષ (2020-21 અને 2021-22) માટે MPLADSના નોન-ઓપરેશનની મંજૂરી આપી

કોવિડ-19ના ફેલાવાને નિયંત્રણમાં લેવા માટે સરકારના અવિરત પ્રયાસોના ભાગરૂપે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે સાંસદોની સ્થાનિક વિકાસ યોજનાઓ (MPLADS) બે વર્ષ (2020-21 અને 2021-22) માટે ન કરવાની મંજૂરી આપી છે. આ ભંડોળનો ઉપયોગ દેશમાં કોવિડ-19ના કારણે ઉભા થયેલા પડકારના વ્યવસ્થાપન અને તેની વિપરિત અસરો ઘટાડવા માટે સરકારના પ્રયાસો વધુ મજબૂત કરવામાં થશે..

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611745

 

PPEનો આઉટસોર્સ કરેલો જથ્થો ભારતમાં આવવાનું શરૂ થયું

વ્યક્તિગત સુરક્ષા ઉપકરણ (PPE). માટે બહારથી પૂરવઠો આવવાની શરૂઆત થતા આજે 1.70 લાખ PPE ચીનથી આવ્યા છે. 20,000 કવરઓલના સ્થાનિક પૂરવઠા સાથે, કુલ 1.90 લાખ કવરઓલ હવે હોસ્પિટલોમાં વિતરિત કરવામાં આવશે અને દેશમાં અત્યાર સુધીમાં પહેલાંથી ઉપલબ્ધ 3,87,473 PPEમાં તે ઉમેરાશે. હવે ભારત સરકારે કુલ 2.94 લાખ PPE કવરઓલની વ્યવસ્થા અને પૂરવઠો કર્યો છે.

વધુ વિગતો માટે:  https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611821

 

FCIએ એક જ દિવસમાં ખાદ્યાન્નના પરિવહનના ઓલ ટાઇમ વિક્રમો સ્થાપિત કર્યા

FCI03.04.20 અને 04.04.20 એમ સતત બે દિવસ સુધી એક દિવસમાં 70 રેકમાં 1.90 લાખ મેટ્રિક ટન (LMT) માલસામાનનું પરિવહન કરવાના વિક્રમો સ્થાપિત કર્યા છે.

વધુ વિગતો માટે:  https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611870

 

સમગ્ર દેશમાં તબીબી ઓક્સિજનનો પૂરવઠો સરળતાથી અને ઝંઝટ વગર પહોંચે તેના પર વિશેષ ધ્યાન આપવા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને કહ્યું

સમગ્ર દેશમાં આવશ્યક ચીજવસ્તુઓનો પૂરવઠો સરળતાથી પહોંચી રહે તેના ભાગરૂપે, કેન્દ્રીય ગૃહ સચિવ શ્રી અજયકુમાર ભલ્લાએ તમામ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખ્યો હતો કે, તબીબી ઓક્સિજનનો જથ્થો સરળતાથી અને ઝંઝટ વગર પહોંચી રહે તે માટે વિશેષ ધ્યાન આપવામાં આવે. કોવિડ-19 મહામારીના કારણે દેશમાં તબીબી ઓક્સિજનનો પૂરતો પૂરવઠો જળવાઇ રહે તે મહત્વપૂર્ણ જરૂરિયાત છે અને તબીબી ઓક્સિજનને રાષ્ટ્રીય યાદી અને WHO દ્વારા તૈયાર કરાયેલી આવશ્યક ચીજવસ્તુઓની યાદીમાં પણ સામેલ છે તે બાબત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

વધુ વિગતો માટે:  https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611754

 

રેલવેએ 2500 કોચને આઇસોલેશન કોચમાં રૂપાંતરિત કર્યા; રેલવેએ અડધુ પ્રારંભિક લક્ષ્ય ખૂબ જ ઝડપથી હાંસલ કર્યું

2500 કોચનું રૂપાંતરણ કરવાથી હવે તાકીદની સ્થિતિને  પહોંચી વળવા માટે 40000 આઇસોલેશન બેડ તૈયાર થઇ ગયા છે. દરરોજ સરેરાશ 375 કોચનું રૂપાંતરણ કરાય છે. આ કામ દેશમાં 133 જગ્યાએ થઇ રહ્યું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611625

 

પ્રધાનમંત્રી અને કોમનવેલ્થ ઑફ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ ટેલીફોન પર વાત કરી

બંને નેતાઓ કોવિડ-19 મહામારી પર ચર્ચા કરી હતી તથા તેમની સંબંધિત સરકારોએ સ્થાનિક સ્તરે આ રોગચાળાનો સામનો કરવા અપનાવેલી પદ્ધતિઓ પર વાત કરી હતી. તેઓ આરોગ્યની કટોકટીના સંદર્ભમાં દ્વિપક્ષીય અનુભવો વહેંચવાના મહત્ત્વ પર સંમત થયા હતા, જેમાં સહિયારા સંશોધન પ્રયાસો સામેલ છે.

વધુ વિગતો માટે:  https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611620

 

કોવિડ-19 માટે ખોટી માહિતીના વાયરસને તાત્કાલિક તપાસો: ઉપરાષ્ટ્રપતિ

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેન્કૈયા નાયડુએ ખોટી માહિતીના ફેલાવા, ખાસ કરીને સોશિયલ મીડિયા દ્વારા ફેલાતી ખોટી માહિતીને વાયરસ ગણાવીને આવી માહિતીની તપાસ જરૂરી હોવાનું જણાવતાં ચેતવણી આપી હતી, એમણે ઉમેર્યું હતું કે, અંધશ્રદ્ધા અને અફવાઓની વાતોને કોવિડ-19 સામેની આપણી લડાઈને નબળી પાડવાની મંજૂરી આપી શકાય નહીં.

વધુ વિગતો માટે:  https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611649

 

કોલ ઇન્ડિયાની પેટા કંપની MCL ભૂવનેશ્વરમાં કોવિડ-19 હોસ્પિટલ માટે ભંડોળ આપશે

કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી શ્રી પ્રહલાદ જોશીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ભૂવનેશ્વરમાં કોવિડ-19 માટેની હોસ્પિટલના ઉદઘાટન સમારંભ દરમિયાન જણાવ્યું કે, “મહા નદી કોલ ફિલ્ડ્સ લિમિટેડ (MCL) દ્વારા ભૂવનેશ્વરમાં દેશની બીજી સૌથી મોટી કોવિડ-19 હોસ્પિટલમાં દર્દીઓની સારવારના ખર્ચ સહિત તમામ પ્રકારના ખર્ચ માટે ભંડોળ આપવામાં આવશે. આ માટે MCL દ્વારા અત્યાર સુધીમાં 7.31 કરોડ રૂપિયાની ફાળવણી કરી દેવામાં આવી છે.

વધુ વિગતો માટે:  https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611683

કોવિડ-19 પર નજર રાખવા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરમાં સ્માર્ટ સિટી મિશનનાં ઇન્ટિગ્રેટેડ ડેટા ડેશબોર્ડનો ઉપયોગ

પૂણે, સુરત, બેંગાલુરુ અને તુમકુરુના સ્માર્ટ સિટીઓ તેમના શહેરોનાં વિવિધ વહીવટી ઝોનમાં કોરોના વાયરસની સ્થિતિ વિશે અદ્યતન જાણકારી આપવા ઇન્ટિગ્રેટેડ ડેટા ડેશબોર્ડનો ઉપયોગ કરે છે, જેને તેમનાં આઇસીસીસી (જે ઘણા શહેરોમાં કોવિડ-19 વોર રૂમ તરીકે પણ કાર્યરત છે) સાથે કામ કરતાં ડેટા એનાલીટિક્સ અને ડેટા નિષ્ણાતોએ વિકસાવ્યાં છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611732

 

નવી ઉભી કરાયેલી ભારતીય રેલવેની કેન્દ્રીયકૃત કચેરી ઝડપથી પરિણામો આપે છે

રેલવે નિયંત્રણ કચેરી દ્વારા સંદેશાવ્યવહાર અને પ્રતિભાવોના ચાર કમ્યુનિકેશન પ્લેટફોર્મ હેલ્પલાઇન – 139, 138 , સોશિયલ મીડિયા (ખાસ કરીને ટ્વીટર) અને ઇમેલ (railmadad@rb.railnet.gov.in) પર સતત દેખરેખ રાખવામાં આવે છે. લૉકડાઉનના સમય દરમિયાન રેલવે વહીવટીતંત્ર અને સામાન્ય લોકો વચ્ચે માહિતી અને સૂચનાઓનો પ્રવાહ વિના અવરોધે ચાલે તે માટે આ પ્રયાસો કરવામાં આવ્યા છે.

વધુ વિગતો માટે:  https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611690

 

UGC દ્વારા કોવિડ-19ના પગલે વિદ્યાર્થીના માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી માટેની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી

કોવિડ-19ના જોખમના કારણે વર્તમાન સમયમાં ઉભી થયેલી પરિસ્થિતિ વચ્ચે કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસ મંત્રીએ આ મંત્રાલય હેઠળ આવતી સ્વાયત્ત સંસ્થાઓને નિર્દેશો આપ્યા છે કે, કોવિડ-19 ઉપદ્રવના કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી માટે યોગ્ય પગલાં લેવામાં આવે. તદઅનુસાર, UGCએ તમામ યુનિવિર્સિટી અને કોલેજોને વિનંતી કરી છે કે, વિદ્યાર્થીઓના માનસિક, સાઇકોલોજિકલ પરિબળો અને સુખાકારી માટે પગલાં લેવામાં આવે.

વધુ વિગતો માટે:  https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611747

 

અત્યાર સુધીમાં 132 લાઇફલાઇન ઉડાન વિમાનો ચલાવીને દેશના વિવિધ ભાગોમાં તબીબી માલસામાનનો 184 ટનથી વધુ જથ્થો પહોંચાડવામાં આવ્યો

નાગરિક ઉડ્ડયન મંત્રાલયની પહેલ લાઇફલાઇન ઉડાન અંતર્ગત અત્યાર સુધીમાં 132 વિમાનો ઉડાડીને ભારતના વિવિધ ભાગોમાં તબીબી માલસામન પહોંચાડવામાં આવ્યો છે જેમાં અંતરિયાળ અને પર્વતીય વિસ્તારોમાં પણ સામાનનું પરિવહન સામેલ છે.

વધુ વિગતો માટે:  https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611678

 

મહામારી કોવિડ-19 દરમિયાન એનસીસીના વિદ્યાર્થીઓએ લોકોની સેવા શરૂ કરી

મહામારી કોવિડ-19 સામે લડવામાં નેશનલ કેડેટ કોર્પ્સ (એનસીસી)ના વિદ્યાર્થીઓના સીનિયર ડિવિઝનની સેવાઓ મેળવવા માટે નાગરિક અને પોલિસ વહીવટીતંત્રએ માંગ શરૂ કરી દીધી છે.

વધુ વિગતો માટે:  https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611724

 

શરૂઆતના પાંચ દિવસોમાં ભારતમાં નિરાધાર– Stranded In India’ પોર્ટલ પર સમગ્ર દેશમાંથી 769 વિદેશી પ્રવાસીઓએ નોંધણી કરાવી

પર્યટન મંત્રાલય ભારત સરકાર દ્વારા 31 માર્ચ 2020ના રોજ એક પોર્ટલ www.strandedinindia.com ની શરૂઆત કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય કોવિડ-19 વૈશ્વિક મહામારીના કારણે લાદવામાં આવેલ લૉકડાઉનની સ્થિતિના લીધે ભારતના જુદા-જુદા ભાગોમાં અટવાઈ ગયા છે તેવા વિદેશી પ્રવાસીઓને ઓળખવાનો, તેમને મદદ કરવાનો અને તેમને સુવિધા પહોંચાડવાનો છે.

વધુ વિગતો માટે:  https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611639

 

જહાજ મંત્રાલયના બંદરો અને જાહેર ક્ષેત્રના એકમોના કર્મચારીઓએ પીએમ કેર ભંડોળમાં 7 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું

વધુ વિગતો માટે:  https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611644

 

જહાજ મંત્રાલયના બંદરો અને જાહેર ક્ષેત્રના એકમોએ પીએમ કેર ભંડોળમાં 52 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું

વધુ વિગતો માટે:  https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611629

 

કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા ઓનલાઈન શિક્ષણ અભ્યાસ માટે ઉઠાવવામાં આવેલ જુદા-જુદા પગલાં લેવાયા

કેન્દ્રીય વિદ્યાલય સંગઠને પોતાના વિદ્યાર્થીઓને શિક્ષણ અભ્યાસની પ્રક્રિયા સાથે જોડવા માટે જુદા-જુદા ઓનલાઈન અને ડિજિટલ માધ્યમોનો ઉપયોગ પ્રારંભ કર્યો છે. કેન્દ્રીય વિદ્યાલય સંગઠને પોતાની તમામ ક્ષેત્રીય કચેરીઓને આદેશ આપ્યા છે કે તે તમામ સંસાધનોનો ઉપયોગ કરે કે જેમનો લાભ ઉઠાવી શકાય તેમ છે અને જેમના વડે વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રક્રિયા સાથે જોડવામાં મદદ મળી શકે.

વધુ વિગતો માટે:  https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611591

 

ઉપરાષ્ટ્રપતિ અને તેમના ધર્મપત્નીએ ઉપ-રાષ્ટ્રપતિભવન ખાતે દીવા પ્રગટાવ્યા

નોવલ કોરોના વાયરસના કારણે ઉભી થયેલી નિરાશા અને અંધકારને દૂર કરવા માટે દેશમાં એકતા અને સહિયારી શક્તિ બતાવવાના આશયથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા હાથ ધરવામાં આવેલી પહેલનો ઉલ્લેખ કરીને ઉપરાષ્ટ્રપતિ દેશવાસીઓએ દીવા પ્રગટાવી ટીમવર્કની અપાર શક્તિ બતાવી તે બદલ સૌની પ્રશંસા કરી હતી.

વધુ વિગતો માટે:  https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611823

JNCASR દ્વારા વાયરસનો ફેલાવો રોકવા માટે બહુપ્રતિભાશાળી આવરણ તૈયાર કરાયું

વધુ વિગતો માટે:  https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611728

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

ઉત્તર-પૂર્વ પ્રદેશ

  • રાજ્ય સરકાર સાથે સહકાર સાધીને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અરૂણાચલ વિભાગ ટેલી મેડિકેશન હેલ્પલાઇન સેવાઓ પૂરી પાડી રહ્યું છે જેનો સમન્વય 104 અને 1075 નંબર સાથે કરવામાં આવ્યો છે.
  • આસામ સરકાર કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે સેવા કરવા ઇચ્છતા ડૉક્ટર, નર્સ અને પેરામેડિક્સ કર્મચારીઓની સ્વૈચ્છિક નોંધણી માટે વેબસાઇટ શરૂ કરશે.
  • આરોગ્ય મંત્રાલયે પુષ્ટિ કરી છે કે મણીપૂરનો પ્રથમ કોવિડ દર્દીનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.
  • મેઘાલય કોવિડ-19થી હજુ સુધી મુક્ત રહેવા પામ્યાં છે કારણ કે ગુવાહાટીના કોવિડ સંક્રમિત દર્દીના સંપર્કમાં આવેલા લોકોનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.
  • લોકડાઉન દરમિયાન સ્થાનિક ટાસ્કફોર્સ કામગીરીને મિઝોરમમાં પ્રશંસા કરવામાં આવી છે.
  • NSDMA અંતર્ગત અગાઉ મંજૂર કરાયેલા રૂ.31 લાખ ઉપરાંત નાગાલેન્ડના દરેક 11 જિલ્લાઓને રૂ.5 લાખ મંજૂર કરવામાં આવ્યાં છે.
  • ગંગટોકમાં ICMRની જોગવાઇઓ અંતર્ગત વાયરસ રીસર્ચ લેબોરેટરીની સ્થાપના કરવામાં આવશે.
  • ત્રિપૂરામાં હજુ સુધી કોવિડનો એકપણ પોઝિટીવ કેસ નોંધાયો નથી.

પશ્ચિમ પ્રદેશ

  • ગુજરાતમાં સોમવારે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે જણાવ્યું હતું કે 16 નવા કેસ સામે આવ્યાં બાદ રાજ્યના કોવિડ-19 કેસોની કુલ સંખ્યા વધીને 144 થઇ ગઇ છે. અમદાવાદમાંથી અગિયાર કેસો નોંધવામાં આવ્યાં છે, જ્યારે વડોદરામાં બે અને પાટણ, મહેસાણા અને સુરતમાં એક-એક કેસ નોંધવામાં આવ્યાં છે.
  • મહારાષ્ટ્ર રાજ્યના આરોગ્ય વિભાગે સોમવારે મહારાષ્ટ્રમાં નવા 33 લોકોના સંક્રમણના પોઝિટીવ કેસોની પૃષ્ટી કરી હતી, જેના કારણે રાજ્યમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 781 થઇ ગઇ છે.
  • અકસ્માતના એક દર્દીની સારવાર બાદ તેનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટીવ આવતાં પૂણેમાં આવેલી ડી વાય પાટિલ મેડિકલ કોલેજ હોસ્પિટલના 42 ડૉક્ટર અને 50 અન્ય તબીબી કર્મચારીઓને ક્વૉરેન્ટાઇન કરવામાં આવ્યાં છે.
  • રાજસ્થાનના આરોગ્ય વિભાગ અનુસાર દિલ્હીમાં તબલિઘી જમાતના કાર્યક્રમમાં હાજરી આપનારા છ વ્યક્તિઓ સહિત રાજસ્થાનમાં કોરોના વાયરસના આઠ વધુ લોકોનો ટેસ્ટ રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ દરમિયાન રાજ્ય સરકારે કોવિડ-19 અંગે વિગતવાર અને તાજેતરની માહિતી પૂરી પાડવા એક ફેસબુક ચેટબોટ શરૂ કર્યો છે.
  • છત્તીસગઢમાં હવે અત્યારેમાત્ર એક કોવિડ 19 સંક્રમિત કેસ છે. 10માંથી 9 દર્દીઓનો અત્યાર સુધી ઇલાજ કરવામાં આવ્યો છે અને હોસ્પિટલમાંથી તેમને રજા અપાઇ છે.
  • ગોવાના મસ્ત્ય વિભાગે સામાજિક અંતરની માર્ગદર્શિકાના ચુસ્ત પાલન સહિત કેટલાક પ્રતિબંધો સાથે રાજ્યમાં આજથી માછલીઓના વેચાણને મંજૂરી આપી છે. લોકડાઉનની જાહેરાતથી માછલીઓનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું હતું.

દક્ષિણ પ્રદેશ

  • કેરળઃ કોલ્લમ જિલ્લામાંથી કોવિડનો 1લો કેસ સંપૂર્ણ સ્વસ્થ થઇ ગયો છે અને તેને હોસ્પિટલમાંથી રજા અપાઇ છે. આજે બ્રિટનમાં એક કેરળવાસીનું મૃત્યું થયું છે.
  • તમિલનાડુઃ ગઇકાલે અહીં 86 નવા કેસો સામે આવ્યાં છે અને 2 વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યાં છે, કૃલ મૃત્યુઆંક 5, જ્યારે કુલ કેસોની સંખ્યા 571 પર પહોંચી છે. સૌથી વધારે કેસો ચેન્નાઇ (98)માં છે. કોઇમ્બતુરમાં રવિવારે 28 નવા કેસોના વધારા સાથે કુલ કેસોનો આંક 58 થયો છે.
  • કર્ણાટકઃ ગઇકાલે 12 નવા કેસો, મૈસુરમાં 7, બેંગલોરમાં 2 અને બગલકોટમાં 2 કેસ નોંધાયા છે. કુલ કેસોની સંખ્યા 151 અને મૃત્યુઆંક 4 થયો છે.
  • આંધ્રપ્રદેશઃ અત્યાર સુધી કુલ પોઝિટીવ કેસ 266 છે, જેમાંથી 243 દિલ્હીના તબલિઘી જમાતના કાર્યક્રમ સાથે સંકળાયેલા છે. દિલ્હીના કાર્યક્રમમાં હાજરી આપનારા મુલાકાતીઓના પ્રાથમિક સંપર્કોની તપાસ લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે. કોવિડ-19ના પોઝિટીવ કેસોની સંખ્યામાં વધારો થતા કૂરનૂલમાં લોકડાઉનનું પાલન વધુ ચુસ્ત કરી દેવામાં આવ્યું છે.
  • તેલંગણાઃ સૂર્યાપેટમાં 6 નવા કેસ નોંધાતા કુલ કેસોની સંખ્યા 340 થઇ ગઇ છે. મહામારી ઉપર દેખરેખ રાખવા અને રિયલ-ટાઇમ વિશ્લેષણ પુરું પાડવા માટે સરકારે સ્વયંસંચાલિત 'કોવિડ-19 મોનિટરિંગ સિસ્ટમ એપ' શરૂ કરી છે. સ્વાસ્થ્ય સંભાળ કર્મચારીઓ ઉપર હુમલાની ઘટનાઓ રોકવા માટે સ્થાનિક પોલીસ અને તબીબી કર્મચારીઓના વૉટ્સઅપ ગ્રૂપ તૈયાર કરવામાં આવી રહ્યાં છે.

 

Fact Check on #Covid19

RP



(Release ID: 1611843) Visitor Counter : 332