માનવ સંસાધન વિકાસ મંત્રાલય

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતની ખાતરી કરવાની સલાહને અનુરૂપ કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા ઓનલાઈ નશિક્ષણ અભ્યાસ માટે ઉઠાવવામાં આવેલ જુદા-જુદા પગલાઓ

Posted On: 05 APR 2020 7:36PM by PIB Ahmedabad

કોરોનાના જોખમની વચ્ચે ચાલી રહેલ લૉકડાઉનમાં વિદ્યાલયો બંધ હોવાની બાબતને ધ્યાનમાં રાખતા કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરીયાલ ‘નિશંકે’ મંત્રાલય અંતર્ગત આવતા સ્વાયત્ત સંસ્થાનોના વડાઓને આદેશ આપ્યા હતા કે તેઓ વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતની ખાતરી કરવા માટે જરૂરી પગલાઓ ભરે. તે અનુસાર કેન્દ્રીય વિદ્યાલય સંગઠને પોતાના વિદ્યાર્થીઓને શિક્ષણ અભ્યાસની પ્રક્રિયા સાથે જોડવા માટે જુદા-જુદા ઓનલાઈન અને ડિજિટલ માધ્યમોનો ઉપયોગ પ્રારંભ કર્યો છે. કેન્દ્રીય વિદ્યાલય સંગઠને પોતાની તમામ ક્ષેત્રીય કચેરીઓને આદેશ આપ્યા છે કે તે તમામ સંસાધનોનો ઉપયોગ કરે કે જેમનો લાભ ઉઠાવી શકાય તેમ છે અને જેમના વડે વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રક્રિયા સાથે જોડવામાં મદદ મળી શકે.

કેન્દ્રીય વિદ્યાલય સંગઠનના શિક્ષકો દ્વારા પહેલ

એક જવાબદાર શિક્ષક અને માર્ગદર્શક તરીકે કેન્દ્રીય વિદ્યાલય સંગઠનના તમામ શિક્ષકો કોવીડ-19ની વૈશ્વિક મહામારીમાં લોકડાઉનને ધ્યાનમાં રાખીને જાતે જ આગળ આવ્યા છે અને પોતાના વિદ્યાર્થીઓની સાથે ડીજીટલ મંચોના માધ્યમથી સંપર્ક કર્યો છે જેથી અભ્યાસનો કિમતી સમય બચાવી શકાય.

આ પડકારજનક પરિસ્થિતિઓમાં કેન્દ્રીય વિદ્યાલય સંગઠને તમામ આચાર્યોની સાથે કેટલાક મુદ્દાઓ વહેંચ્યા છે જેથી કરીને શક્ય હોય તેટલુ તેમનું અમલીકરણ કરી શકાય. તેનાથી સંગઠનના તમામ શિક્ષકોને પોતાના વિદ્યાર્થીઓની સાથે ડિજિટલ માધ્યમોથી ભણાવવા માટે પ્રોત્સાહન મળશે. શિક્ષકો દ્વારા ઓનલાઈન ક્લાસનું આયોજન કરવા માટે એક જરૂરી પ્રૉટોકોલની પણ રચના કરવામાં આવી છે.

એનઆઈઓએસ મંચનો ઉપયોગ

રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલય શિક્ષણ સંસ્થાન (એનઆઈઓએસ) દ્વારા પોતાના સ્વયં પ્રભા પોર્ટલ પર આગામી 7 એપ્રિલ2020થી શરુ થઇ રહેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ધોરણો માટે રેકોર્ડેડ અને લાઈવ કાર્યક્રમોનું સમયપત્રક કેન્દ્રીય વિદ્યાલય સંગઠને પોતાના તમામ ક્ષેત્રીય કચેરીઓની સાથે વહેંચ્યું છે.

આ માહિતી તમામ વિદ્યાલયો સુધી પહોંચાડી દેવામાં આવી છે જેથી કરીને શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓની વચ્ચે વધુમાં વધુ તેને પ્રસરાવી શકાય. શિક્ષકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ પોતાના વિદ્યાર્થીઓની સાથે ઈ-મેઇલ, વોટ્સએપ, એસએમએસ વગેરે જેવા માધ્યમથી સંપર્ક જાળવી રાખે જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમનો લાભ ઉઠાવી શકે.

સીધો સંવાદ કરવા માટે શિક્ષકોને નામાંકિત કરવામાં આવ્યા

કેન્દ્રીય વિદ્યાલય સંગઠને પોતાના કેટલાક પસંદ કરાયેલ શિક્ષકોને એનઆઈઓએસ દ્વારા સ્વયં પ્રભા પોર્ટલ પર ચાલતા અભ્યાસક્રમોના હેતુસર લાઈવ સત્રો માટે નામાંકિત કર્યા છે જેથી તેઓ સ્કાઈપ અને લાઇવ વેબ ચેટના માધ્યમથી વિદ્યાર્થીઓની જીજ્ઞાસાઓ અને શંકાઓનું સમાધાન કરી શકે. નામાંકિત કરવામાં આવેલ શિક્ષકોની યાદી તમામ ક્ષેત્રીય કચેરીઓ સાથે વહેંચવામાં આવી છે.

આ નામાંકિત કરવામાં આવેલ શિક્ષકો સવારના સત્રમાં પ્રસારિત કરવામાં આવેલ વિષયો પર તેજ દિવસે વધારાની સામગ્રી, નોટ્સ તૈયાર કરશે જેથી લાઇવ સત્ર દરમિયાન વિદ્યાર્થીઓની શંકાઓનું સમાધાન થઇ શકે અને જો શંકાઓ નથી આવતી તો શિક્ષક તે દિવસના વિષયોનું પુનરાવર્તન કરશે અથવા તો પછી પીપીટી કે યોગ્ય શિક્ષણ સામગ્રીના માધ્યમથી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડશે.

જુદા જુદા ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ

એનઆઈઓએસ અને એનસીઈઆરટી વિષયોને ઓનલાઈન શીખવવાની સાથે સાથે ટીવી પર પણ તેનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. તેમની વિગતો નીચે મુજબ છે:

  1. બહોળો ઓપન ઓનલાઈન કોર્સ (મૂક): માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરના તમામ મુખ્ય વિષયોમાં એનઆઈઓએસના પાઠ્યક્રમ બહોળા ઓપન ઓનલાઈન કોર્સ પર ઉપલબ્ધ છે, જેમને આ લીંક પર જોઈ શકાય છે: https://swayam.gov.in/nc_details/NIOS
  2. ફ્રી ટુ એર ડીટીએચ ચેનલ:

ડીટીએચ ચેનલ નંબર 27 (પાણીની)

https://www.swayamprabha.gov.in/index.php/program/current/27 (માધ્યમિક)

ડીટીએચ ચેનલ નંબર 28 (શારદા)

https://www.swayamprabha.gov.in/index.php/channel_profile/profile/28

(ઉચ્ચતર માધ્યમિક)

યુટ્યુબ ચેનલ:

https://www.youtube.com/channel/UC1we0IrHSKyC7f30wE50_hQ (માધ્યમિક)

https://www.youtube.com/channel/UC6R9rI-1iEsPCPmvzlunKDg (ઉચ્ચતર માધ્યમિક)

કિશોર મંચ: ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓની માટે સ્વયંપ્રભાના ચેનલ નંબર 31 અંતર્ગત એનસીઈઆરટીની 24x7 ડીટીએચ ટીવી ચેનલ

આ સિવાય જુદા-જુદા મંચો પર વિના મુલ્યે ઈ-સંસાધન પણ ઉપલબ્ધ છે જેવા કેNROER, DIKSHA, SWAYAM PRABHA, NPTEL, ઈ-પાઠશાળા વગેરે.

RP



(Release ID: 1611591) Visitor Counter : 198