માનવ સંસાધન વિકાસ મંત્રાલય

માનવ સંસાધન વિકાસ મંત્રાલયના જુદા-જુદા સંસ્થાનો/સ્વાયત્ત સંસ્થાઓ/વિભાગોએ કોવિડ-19 વિરુદ્ધની લડાઈ માટે પીએમ કેર ભંડોળમાં 38.91 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું


માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરીયાલે કોવિડ-19 સામેના આ યુદ્ધમાં ભારતને મજબૂત બનાવવા માટેના તેમના આ પ્રયત્નોની પ્રશંસા કરી

Posted On: 05 APR 2020 5:48PM by PIB Ahmedabad

માનવ સંસાધન વિકાસ મંત્રાલયના જુદા-જુદા 28 સંસ્થાનો/સ્વાયત્ત સંસ્થાઓ/વિભાગોએ કોવિડ-19 વિરુદ્ધની લડાઈ માટે પીએમ કેર ભંડોળમાં 38.91 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરીયાલ ‘નિશંકે’ કોવિડ-19 વિરુદ્ધ લડવા માટે દેશને મજબૂત બનાવવા માટે તેમના આ પ્રયત્નોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કોવિડ-19 વિરુદ્ધ લડવા માટે એમએચઆરડી પરિવાર મજબૂતપણે ભારતને સહાયતા કરી રહી છે.

આ અગાઉ કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રીએ પોતે પોતાનો એક મહિનાનો પગાર અને એમપીએલએડી ભંડોળમાંથી એક કરોડ રૂપિયા પીએમ કેર ભંડોળમાં દાન આપ્યા હતા અને એચઆરડી અંતર્ગતના તમામ સંસ્થાનો/સ્વાયત્ત સંસ્થાઓને વિનંતી કરી હતી કે તેઓ પીએમ કેર ભંડોળમાં પોતાનું થોડું યોગદાન આપે.

GP/RP

******



(Release ID: 1611423) Visitor Counter : 143