નાગરિક ઉડ્ડયન મંત્રાલય

લાઇફલાઇન ઉડાન વિમાનો દ્વારા સમગ્ર દેશમાં 161 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું


લાઇફલાઇન ઉડાન ફ્લાઇટ્સ સંબંધિત સાર્વજનિક માહિતી દરરોજ લાઇફલાઇન ઉડાન વેબસાઇટ પર અપલોડ કરવામાં આવે છે

Posted On: 05 APR 2020 4:51PM by PIB Ahmedabad

એર ઇન્ડિયા, અલાયન્સ એર, ભારતીય વાયુ સેના (IAF), પવન હંસ અને ખાનગી કેરિઅર્સ દ્વારા લાઇફલાઇન ઉડાન અંતર્ગત 116 ફ્લાઇટ્સનું પરિચાલન કરવામાં આવ્યું છે. આમાંથી 79 ફ્લાઇટ્સનુ પરિચાલન એરઇન્ડિયા અને અલાયન્સ એર દ્વારા કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 161 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે. લાઇફલાઇન ઉડાન અંતર્ગત ચલાવવામાં આવેલી ફ્લાઇટ્સ દ્વારા કુલ 112,178 કિલોમીટર અંતર કાપવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય મોરચે, નાગરિક ઉડ્ડનય મંત્રાલય અને એર ઇન્ડિયા ચીન સાથે ખૂબ નીકટતાથી કામ કરી રહ્યા છે જેથી બંને દેશો વચ્ચે મહત્વપૂર્ણ તબીબી સામાનના ઝડપી પૂરવઠા માટે કાર્ગો એર-બ્રીજ સ્થાપિત કરી શકાય. ભારત અને ચીન વચ્ચે પહેલું માલવાહક વિમાન 4 એપ્રિલ 2020ના રોજ એર ઇન્ડિયા દ્વારા ચલાવવામાં આવ્યું હતું જેમાં ચીનથી 21 ટન મહત્વપૂર્ણ તબીબી પૂરવઠો લાવવામાં આવ્યો હતો.

કોવિડ-19 સામેની લડાઇમાં સહકાર આપવાના આશયથી દેશના અંતરિયાળ અને દૂરના વિસ્તારોમાં આવશ્યક તબીબી માલસામાનનો જથ્થો પહોંચાડવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા ‘લાઇફલાઇન ઉડાન’ ફ્લાઇટ્સનું પરિચાલન કરવામાં આવે છે.

લાઇફલાઇન ઉડાન વિમાનોની વિગતો નીચે દર્શાવ્યા અનુસાર છે:

ક્રમ

તારીખ

એર ઇન્ડિયા

અલાયન્સ

IAF

ઇન્ડિગો

સ્પાઇસજેટ

કુલ

1

26.3.2020

2

-

-

-

2

4

2

27.3.2020

4

9

-

-

-

13

3

28.3.2020

4

8

-

6

-

18

4

29.3.2020

4

10

6

-

-

20

5

30.3.2020

4

-

3

-

-

7

6

31.3.2020

9

2

1

-

-

12

7

01.4.2020

3

3

4

-

-

10

8

02.4.2020

4

5

3

-

-

12

9

03.4.2020

8

-

2

-

-

10

10

04.4.2020

4

3

2

-

-

9

કુલ

46

40

22

6

2

116

 

પૂર્વોત્તરના પ્રદેશો (NER), ટાપુ પ્રદેશો અને પર્વતીય વિસ્તારો પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય, એર ઇન્ડિયા અને ભારતીય વાયુ સેના લદ્દાખ, દીમાપુર, ઇમ્ફાલ, ગુવાહાટી અને પોર્ટ બ્લૅરમાં છેવાડા વિસ્તારો સુધી સામાનની ડિલિવરી માટે એકબીજાને નીકટતાપૂર્વક સહયોગ આપી રહ્યા છે.

માલસામાનના જથ્થામાં વિમાનમાં ટન દીઠ વધુ જગ્યાની જરૂર ન પડે તેવા હળવા વજનના અને જથ્થાબંધ ઉત્પાદનો જેમકે, માસ્ક, હાથમોજાં અને અન્ય વપરાશની ચીજો સમાવવામાં આવી છે. મુસાફરોને બેસવાના વિસ્તાર અને ઓવરહેડ કેબિનમાં સાવચેતીપૂર્વક માલસામાન મૂકવા માટે પણ વિશેષ મંજૂરી લેવામાં આવી છે. હવાઇમથકો પરથી અને ત્યાં સુધી માલસમાનના માર્ગ પરિવહનમાં હેરફેર સંબંધિત પડકારો; ઉત્પાદનમાં અડચણો અને ઉડ્ડયન સ્ટાફને આવનજાવનમાં પડતી મુશ્કેલીઓ વચ્ચે પણ લાઇફલાઇન ઉડાન વિમાનોની કામગીરી સતત ચાલુ રાખવામાં આવી છે.

લાઇફલાઇન ઉડાન ફ્લાઇટ્સ સંબંધિત માહિતી દૈનિક ધોરણે લાઇફલાઇન ઉડાનની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવે છે. લાઇફલાઇન ઉડાન ફ્લાઇટ્સના સંકલન માટેનું પોર્ટલ નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. લાઇફલાઇન ઉડાન પોર્ટલની લિંક નાગરિક ઉડ્ડયન મંત્રાલયની વેબસાઇટ (www.civilaviation.gov.in) પર ઉપલબ્ધ છે.

સ્થાનિક કાર્ગો આપરેટર્સ જેમકે, બ્લુ ડાર્ટ, સ્પાઇસજેટ અને ઇન્ડિગો વ્યાપારી ધોરણે કાર્ગો વિમાનોનું પરિચાલન કરી રહ્યા છે. સ્પાઇસજેટ દ્વારા 24 માર્ચથી 4 એપ્રિલ 2020 સુધીમાં 166 કાર્ગો વિમાનો ચલાવીને 2,23,241 કિમીનું અંતર કાપવામાં આવ્યું છે અને 1,327 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે. આમાંથી 46 આંતરરાષ્ટ્રીય કાર્ગો ફ્લાઇટ્સ હતી. બ્લુ ડાર્ટ દ્વારા 25 માર્ચથી 4 એપ્રિલ 2020 દરમિયાન 52 સ્થાનિક ઉડાન દ્વારા 50,086 કિમી અંતર કાપવામાં આવ્યું છે અને 761 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે. ઇન્ડિગો દ્વારા 3 અને 4 એપ્રિલ 2020ના રોજ કુલ 8 કાર્ગો વિમાન ઉડાવવામાં આવ્યા હતા જેમાં કુલ 6,103 કિમીનું અંતર કાપીને 3 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું હતું. આ માલસામાનમાં સરકાર માટે વિનામૂલ્ય લઇ જવામાં આવેલો તબીબી પૂરવઠો પણ સામેલ છે.

GP/RP

****



(Release ID: 1611398) Visitor Counter : 135