રેલવે મંત્રાલય

કોવિડ-19ના કારણે લૉકડાઉન દરમિયાન સામાન્ય માણસના વપરાશ માટે ખાંડ, મીઠું અને ખાદ્ય તેલનો પૂરવઠો સંપૂર્ણ જાળવી રાખવાનું રેલવેએ સુનિશ્ચિત કર્યું


23 માર્ચથી 4 એપ્રિલ 2020 દરમિયાન રેલવે દ્વારા 1342 વેગન ખાંડ, 958 વેગન મીઠું અને 378 વેગન/ ટેન્ક ખાદ્ય તેલનું પરિવહન કરવામાં આવ્યું

Posted On: 05 APR 2020 3:27PM by PIB Ahmedabad

કોવિડ-19ના કારણે લાગુ કરવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉન દરમિયાન સામાન્ય માણસોના વપરાશ માટે ખાંડ, મીઠું અને ખાદ્ય તેલની કોઇપણ પ્રકારની અછત વર્તાય નહીં તે સુનિશ્ચિત કરવા માટે ભારતીય રેલવે દ્વારા શક્ય હોય તેવા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ આવશ્યક ચીજવસ્તુઓનું લોડિંગ, પરિવહન અને અનલોડિંગ આ સમયગાળા દરમિયાન પૂરજોશમાં થઇ રહ્યું છે.

23 માર્ચથી 4 એપ્રિલ 2020 સુધીના 13 દિવસના સમયગાળા દરમિયાન, રેલવે દ્વારા 1342 વેગન ખાંડ, 958 વેગન મીઠું અને 378 વેગન/ટેન્ક ખાદ્ય તેલ (એક વેગનમાં 58થી 60 ટન માલનો જથ્થો આવે છે)નું લોડિંગ અને પરિવહન કરવામાં આવ્યું છે. તેની વિગતો નીચે દર્શાવ્યા અનુસાર છે:

ક્રમ

તારીખ

ખાંડના વેગન

મીઠાંના વેગન

ખાદ્ય તેલના વેગન

1.

23.03.2020

42

168

-

2.

24.03.2020

-

168

50

3.

25.03.2020

42

42

-

4.

26.03.2020

42

42

-

5.

27.03.2020

42

42

-

6.

28.03.2020

126

42

50

7.

29.03.2020

210

42

42

8.

30.03.2020

252

8

-

9.

31.03.2020

293

84

-

10.

01.04.2020

210

-

-

11.

02.04.2020

-

133

64

12.

03.04.2020

41

103

122

13.

04.04.2020

42

84

50

 

કુલ

1342

958

378

 

માલસામાનની હેરફેર પર ખૂબ જ ઉચ્ચ સ્તરના અધિકારીઓ દ્વારા નીકટતાથી દેખરેખ રાખવામાં આવે છે. રેલવેને ઘણા ટર્મિનલ પોઇન્ટ પર લોડિંગ અને અનલોડિંગની કામગીરીમાં અગાઉ જે સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો તેને અસરકારક રીતે ઉકેલી દેવામાં આવી છે. ગૃહ મંત્રાલય સાથે મળીને ભારતીય રેલવે સતત રાજ્ય સરકારોના સંપર્કમાં રહે છે જેથી પરિચાલન સંબંધિત સમસ્યા જેવા કોઇપણ પ્રશ્નોનો ઉકેલ લાવી શકાય.

GP/RP

******


(Release ID: 1611357) Visitor Counter : 184