સંરક્ષણ મંત્રાલય

સધર્ન નેવલ કમાન્ડે નોન-મેડીકલ પર્સોનલ માટે ટ્રેઈનિંગ કેપ્સ્યુલ (ટુંકો અભ્યાસક્રમ) ડિઝાઈન કરી

Posted On: 04 APR 2020 7:37PM by PIB Ahmedabad

સધર્ન નેવલ કમાન્ડના કોર વર્કીંગ ગ્રુપે નોન મેડિકલ પર્સોનલને તાલિમ માટે બેટલ ફિલ્ડ નર્સીંગ આસિસ્ટન્સ (BFNA) નામની એક ટ્રેઈનિંગ કેપ્સ્યુલ (ટૂંકો અભ્યાસક્રમ) ડિઝાઈન કરી છે, આવી તાલિમ પામેલા કર્મચારીઓ કર્મચારીઓ કટોકટીના સમયમાં દળમાં અનેક ઘણો વધારો કરનાર બની રહેશે. કમાન્ડ મેડિકલ ઓફિસર, આઈએનએસ વેન્ડુરૂથીના કમાન્ડ ઓફિસરોએ સાથે મળીને નાની કેપ્સ્યુલ તરીકે વિકસાવાયેલી આ તાલિમમાં બીએફએનએ કન્સેપ્ટનો ઉપયોગ કર્યો છે.

હાથની સ્વચ્છતાનો પાયાનો વિચાર, પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટની માવજત, બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટનો કન્સેપ્ટ અને કેરેજ ઑફ કેજ્યુઆલિટી જેવી કામગીરીઓને માત્ર નોન મેડિકલ કર્મચારીઓ માટે આવરી લેવામાં આવી છે. ચેપ ફેલાતો ટકાવવાની સાદી વ્યુહરચનાઓને પણ આ અભ્યાસક્રમમાં આવરી લેવામાં આવી છે.

સધર્ન નેવલ કમાન્ડનાં તમામ એકમોમાં નોન-મેડિકલ કર્ચારીઓને આ તાલિમ સક્રિયપણે આપવામાં આવી રહી છે. આવી તાલિમ પામેલા કર્મચારીઓ તાકીદની પરિસ્થિતિમાં દળમાં અનેક ગણો વધારો કરનાર પૂરવાર થશે. આજ સુધીમાં સધર્ન નેવલ કમાન્ડના કુલ 333 કર્મચારીઓને આ પ્રકારની તાલિમ આપવામાં આવી છે.

RP



(Release ID: 1611205) Visitor Counter : 161