વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

કોવિડ-19 સામે સુરક્ષાત્મક પગલાં રૂપે IIT કાનપૂરના સંશોધકો સર્જિકલ માસ્ટ માટે ઓછા ખર્ચાળ વાયરસિડલ આવરણની ડિઝાઇન તૈયાર કરશે

Posted On: 04 APR 2020 5:14PM by PIB Ahmedabad

પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો

ભારત સરકાર

અમદાવાદ

કોવિડ-19 સામે સુરક્ષાત્મક પગલાં રૂપે IIT કાનપૂરના સંશોધકો સર્જિકલ માસ્ટ માટે ઓછા ખર્ચાળ વાયરસિડલ આવરણની ડિઝાઇન તૈયાર કરશે

નવી દિલ્હી, એપ્રિલ 03, 2020

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અંતર્ગત વિજ્ઞાન અને એન્જિનિયરિંગ સંશોધન બોર્ડ (SERB) કોવિડ-19 સામે લડવા માટે દવાયુક્ત માસ્ક અને તબીબી પહેરણો (PPE) બનાવવા માટે ખૂબ જ મદદરૂપ થઇ શકે તેવા સુરક્ષાત્મક આવરણ તૈયાર કરવામાં IIT કાનપૂરના વૈજ્ઞાનિકોની ટીમ સંશોધનમાં સહાય કરી રહ્યું છે.

આ ટીમ એન્ટી-માઇક્રોબાયલ ગુણધર્મો અને રી-પર્પઝેબલ એન્ટી-વાયરલ મોલેક્યૂલ ધરાવતા  સામાન્ય પોલીમર્સના સંયોજનનો ઉપયોગ કરીને આવરણ તૈયાર કરશે અને તેમાં ઉપયોગમાં લીધેલી સામગ્રીના કારણે તે ઓછો ખર્ચાળ ઉકેલ બની શકશે. કોવિડ-19ના દર્દીઓની સારવાર કરી રહેલા ડૉક્ટર અને નર્સોને તેમના કામના પ્રકારના કારણે ચેપ લાગવાનું ઘણું જોખમ હોય છે આથી તેમને આનાથી ખૂબ જ લાભ થશે કારણ કે તેનાથી કોવિડ-19ના દર્દીઓની સારવાર કરતી વખતે તેમને સુરક્ષાનું વધુ એક સ્તર મળી રહેશે. આ પ્રોજેક્ટમાં ઓછા ખર્ચ પર ધ્યાન આપવામાં આવ્યું હોવાથી મોટાપાયે ઉત્પાદનમાં મદદરૂપ થશે.

IIT કાનપૂર ખાતે રસાયણશાસ્ત્ર વિભાગના સંશોધકો પોલીમરનો ઉપયોગ કરીને વાયરસિડલ આવરણની ડિઝાઇન તૈયાર કરશે જે બેક્ટેરિયા અને વાયરસ સામે પ્રતિરોધકતા આપી શકશે. કોરોના વાયરસ અને ઇન્ફ્લુએન્ઝા જેવા અન્ય વાયરસને ડિસ્ટેબિલાઇઝ કરી શકે અને/ અથવા નિષ્ક્રિય કરી શકે તેવા મોલેક્યૂલનો ઉપયોગ કરીને તૈયાર કરેલું પોલીમરનું આવરણ આ વધારાના આવરણમાં સમાવવામાં આવશે. એન્ટી-માઇક્રોબાયલ પોલીમર આવરણ અને કાર્યાત્મક દવાઓનું સંયોજન સિનેર્જિસ્ટિક એન્ટી વાયરલ અસર આપશે તેવી અપેક્ષા છે.

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ, પ્રૉફેસર આશુતોષ શર્માએ જણાવ્યું હતું કે, “મોટા ભાગના વિવિધ પ્રકારના માસ્ક પેથોજેન (રોગકારકો) અને એરોઝોલના કદના આધારે ફિલ્ટરેશન અને અવરોધન પર કામ કરે છે ત્યારે, મહત્વપૂર્ણ માહોલમાં ફેબ્રિક પર એન્ટી-માઇક્રોબાયલ અને એન્ટી-વાયરલ ઘટકોની ગતિવિધી રોકવાથી તે ખૂબ જ ઉપયોગી નીવડી શકે છે અને માસ્કની આવરદા, ફરી ઉપયોગિતા અને સલામતીપૂર્વક તેની જાળવણી અને નિકાલમાં પણ ઉપયોગી થઇ શકે છે. આ વધારાની સુરક્ષા ખાસ કરીને જો સહેજ વધુ ખર્ચથી મળી શકતી હોય તો ખૂબ જ મૂલ્યવાન છે.”

સંશોધકોની આ ટીમમાં, કાનપૂરના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીના રસાયણશાસ્ત્ર વિભાગના પ્રૉ. એમ.એલ.એન. રાવ, કાનપૂરના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીના રસાયણશાસ્ત્ર વિભાગના એસોસિએટ પ્રોફેસર ડૉ. આશિષ કે. પાત્રા, કાનપૂરના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીના રસાયણશાસ્ત્ર વિભાગનાના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. નગ્મા પરવીન સામેલ છે. આ ટીમ 3 મહિનામાં બેઝિક પ્રોટોટાઇપ તૈયાર કરશે તેવી અપેક્ષા છે અને બાદમાં તેના મોટાપાયે ઉત્પાદન માટે સંભવિત ઔદ્યોગિક અને/અથવા સ્ટાર્ટઅપ સાથે જોડાણ કરવામાં આવશે.

આ ટીમ સર્જિકલ માસ્ક, તબીબી પહેરણો વગેરે આદર્શ સ્વાસ્થ્ય સંભાળ યુટિલિટી પર આવરણ માટે પોલીમરના પ્રસ્તાવિત સંયોજન અને રીપર્પઝ્ડ (અન્ય ઉપયોગ માટે અપનાવેલી) દવાઓનો ઉપયોગ કરશે જેનાથી દવાયુક્ત માસ્ક અને તબીબી પહેરણો (PPE) તૈયાર કરવામાં મદદ મળી રહેશે. કોરોના વાયરસ અને ઇન્ફ્લુએન્ઝા જેવા અન્ય ફ્લુ વાયરસના કારણે સ્વાસ્થ્ય સંભાળ સુવિધાઓમાં ચેપગ્રસ્ત દર્દીઓની સારવાર કરતી વખતે ડૉક્ટરો અને નર્સોને ચેપ લાગવાનું સૌથી વધુ જોખમ હોય છે ત્યારે તેની સામે સુરક્ષાત્મક પગલાં તરીકે આ તંત્રવ્યવસ્થા ખૂબ જ મદદરૂપ થશે તેવી અપેક્ષા છે. તેની ડિઝાઇનમાં સામાન્ય પોલીમર, રીપર્પઝેબલ એન્ટી-વાયરલ/ વાયરસિડલ દવાઓ અને એજન્ટ્સ (વાહકો) નો ઉપયોગ કરીને ખર્ચ ઘટાડવા પર ધ્યાન આપવામાં આવ્યું હોવાથી હોસ્પિટલોમાં અને સામાન્ય ઉપયોગ માટે મોટાપાયે ઉપયોગમાં લેવા આ માસ્કનું ઓછા ખર્ચ જથ્થાબંધ ઉત્પાદન કરવામાં પણ મદદ મળી રહેશે.

 

 

આકૃતિ 1. વાયરોન્સના જોડાણને રોકવા અને અન્ય જોડાયેલા વાયરોન્સના નિષ્ક્રિયકરણ માટે સર્જિકલ માસ્કના વાયરસિડલ આવરણની યોજના.

 

(વધુ માહિતી માટે સંપર્ક કરો. ડૉ. નગ્મા પરવીન (PI), nagma@iitk.ac.in, Mob: 9474024181)

RP

*****


(Release ID: 1611188) Visitor Counter : 153