પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી મોદી અને ઇઝરાયેલના પ્રધાનમંત્રી વચ્ચે ટેલીફોન પર વાત થઈ

Posted On: 03 APR 2020 9:01PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીએ ઇઝરાયેલના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી બેન્જામિન નેતાન્યાહૂ સાથે આજે ટેલીફોન પર વાત કરી હતી.

બંને નેતાઓએ કોવિડ-19 મહામારી પર અને તેમની સરકારોએ આરોગ્ય સાથે સંબંધિત આ કટોકટીનું સમાધાન કરવા માટે અપનાવેલી વ્યૂહરચના વિશે ચર્ચા કરી હતી.

બંને નેતાઓએ રોગચાળા સામે લડવા ભારત અને ઇઝરાયેલ વચ્ચે સંભવિત જોડાણની ચકાસણી કરી હતી, જેમાં ફાર્માસ્યુટિકલ સપ્લાયની ઉપલબ્ધતા વધારવા અને હાઈ ટેકનોલોજીનો ઇનોવેટિવ ઉપયોગ કરવાની બાબત સામેલ છે. તેઓ આ પ્રકારનો સમન્વય સ્થાપિત કરવા સંચારનાં કેન્દ્રિત માધ્યમને જાળવવા સંમત થયા હતા.

મહામહિમ શ્રી નેતાન્યાહૂ પ્રધાનમંત્રી સાથે સંમત થયા હતા કે, કોવિડ-19 રોગચાળો આધુનિક ઇતિહાસમાં મહત્ત્વપૂર્ણ વળાંક છે અને સંપૂર્ણ માનવજાતનાં હિતમાં સહિયારા હિતો પર ધ્યાન કેન્દ્રિત કરતા વૈશ્વિકરણના નવા વિઝનમાં જોડાણ માટેની તક પૂરી પાડે છે.



(Release ID: 1610940) Visitor Counter : 113