ગૃહ મંત્રાલય

કોરનાવાયરસ સામેની લડતના 21 દિવસના લૉકડાઉન દરમિયાન પાકની લણણી તથા વાવણીની કામગીરી સામાજિક અંતર જાળવીને સારી રીતે થાય તેની ખાતરી માટે ગૃહ મંત્રાલયનો રાજ્યોને પત્ર

Posted On: 03 APR 2020 7:12PM by PIB Ahmedabad

હાલમાં પાક લણવાની તથા વાવણીની મોસમ ચાલી રહી હોવાની બાબતને ધ્યાનમાં લઈને કોરોના વાયરસ સામેની લડત માટે લદાયેલાં લોકડાઉનનાં નિયંત્રણોમાં  ખેતીની કામગીરીઓને અપવાદરૂપ ગણવા  કેન્દ્રના ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને પત્ર લખીને માર્ગદર્શન આપ્યુ છે. (https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1608644).

 

આ દિશા નિર્દેશોને કારણે ખેડૂતો અને ખેત મજૂરો મારફતે થતી ખેત ઉત્પાદનોના એકત્રીકરણ, મંડીઓમાં થતી કામગીરી, વાવણી અને પાક લેવા માટેની યંત્ર સામગ્રીની હેરફેર વગેરે જેવી ખેડૂતો અને ખેત મજૂરો મારફતે થતી ખેતીની કામગીરીઓને અપવાદરૂપ ગણવામાં આવી છે.

 

અપવાદો અંગે ભારપૂર્વક જાણ કરી શકાય તે માટે કેન્દ્રના ગૃહ સચિવ શ્રી જય કુમાર ભલ્લાએ રાજ્યોના મુખ્ય, સચિવોને પણ લખીને આ અપવાદોને ખેતીનાં આ કામકાજને અપવાદરૂપ ગણવા જણાવીને 21 દિવસના લૉકડાઉનમાંથી તેને મુક્તિ આપવા જણાવ્યું છે અને આ બાબતની તમામ ફીલ્ડ એજન્સીઓને જાણ કરવા જણાવ્યું છે. આ દિશાનિર્દેશોમાં જણાવવામાં આવ્યું છે કે પાક લણવાની અને વાવણીની કામગીરી સામાજિક અંતર જાળવીને સારી રીતે થાય તેની ખાતરી રાખવાની રહેશે.

RP

*****


(Release ID: 1610838) Visitor Counter : 209