રેલવે મંત્રાલય
રેલવેએ ભારત સરકારના આરોગ્ય કાળજીના પ્રયત્નોને પૂરક બનવા માટે માસ્ક અને સેનિટાઈઝરના ઇન-હાઉસ ઉત્પાદનને પ્રોત્સાહન આપ્યું
1 એપ્રિલ 2020 સુધીમાં ભારતીય રેલવેએ કુલ 287704 માસ્ક અને 25806 લિટર સેનિટાઈઝરનું ઉત્પાદન કર્યું
તમામ રેલવે ઝોન આ કાર્ય કરી રહ્યા છે પરંતુ CR અને WR જેવા કેટલાક ઝોન તેમાં ઘણા આગળ છે
Posted On:
03 APR 2020 4:36PM by PIB Ahmedabad
ફરજ પર આવતા તમામ સ્ટાફના સભ્યોને માસ્ક અને હેન્ડ સેનિટાઈઝર ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે; કરાર અધારિત કામ કરી રહેલા શ્રમિકોને પણ તે મળે તેની ખાતરી કરવામાં આવી રહી છે
કોવિડ-19ના પ્રસારને અટકાવવા માટે લેવામાં આવી રહેલા પગલાના સંદર્ભમાં ભારતીય રેલવે ભારત સરકારના આરોગ્ય કાળજી માટેની પહેલોને ટેકો આપવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. આ દિશામાં ભારતીય રેલવે પોતાના તમામ ઝોનલ રેલવે, ઉત્પાદન એકમો અને પીએસયુની અંદર માસ્ક અને સેનિટાઈઝરનું ઇન-હાઉસ ઉત્પાદન કરી રહી છે.
1લી એપ્રિલ 2020 સુધીમાં ભારતીય રેલવેએ પોતાના ઝોનલ રેલવે, ઉત્પાદન એકમો અને પીએસયુમાં કુલ 287704 માસ્ક અને 25806 લિટર સેનિટાઈઝરનું ઉત્પાદન કર્યું છે. આ સંદર્ભમાં કેટલાક ભારતીય રેલવે ઝોન નેતૃત્વ કરી રહ્યા છે જેમ કે મધ્ય રેલવેદ્વારા 22580 માસ્ક અને 2693 લિટર સેનિટાઈઝર, પશ્ચિમ રેલવેદ્વારા46313 માસ્ક અને 700 લિટર સેનિટાઈઝર, ઉત્તર મધ્ય રેલવે દ્વારા 26567 માસ્ક અને 31૦૦ લિટર સેનિટાઈઝર અને પૂર્વ રેલવે દ્વારા 14800 માસ્ક અને 2620 લિટર સેનિટાઈઝરનું ઉત્પાદન કરવામાં આવ્યું છે.
જરૂરી ચીજવસ્તુઓ અને માલસામાનના પુરવઠાને જાળવવા માટેભારતીય રેલવેની માલવાહક સેવાઓ જ્યારે 24x7 ચાલી રહી છે ત્યારે ઓપરેશન અને મેઈન્ટેનન્સ સ્ટાફ ચોવીસ કલાક કામ કરી રહ્યા છે. આ સ્ટાફની સુરક્ષાની ખાતરી કરવા માટે અને તેમના ઉત્સાહને પ્રોત્સાહન આપવા માટે તમામ કાર્યસ્થળો પર નીચેની બાબતોની ખાતરી કરવામાં આવી રહી છે:
1. ફરજ પર આવતા તમામ સ્ટાફની માટે માસ્ક અને સેનિટાઈઝર ઉપલબ્ધ કરાવવામાં આવે. કરાર અધારિત કામ કરી રહેલા શ્રમિકોને પણ તે મળે તેની ખાતરી કરવામાં આવી રહી છે.
2. તમામ કાર્યસ્થળો પર સાબુ, પાણી અને હાથ ધોવાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. સ્થાનિક નવીન પ્રયોગો સાથે હેન્ડ્સ ફ્રી વોશિંગ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
3. સામાજિક અંતર જળવાઈ રહે તેની ખાતરી કરવામાં આવી રહી છે. આ સંદર્ભમાં ટ્રેકમેન, લોકોમોટીવ પાયલોટ વગેરે જેવા તમામ સ્ટાફની વચ્ચે નિયમિતપણે જાગૃતિ કેળવવામાં આવી રહી છે.
(Release ID: 1610746)
Visitor Counter : 161