રેલવે મંત્રાલય
કોવિડ-19 વાયરસ ચેપના નિવારણ પર વિસ્તૃત પગલાં લેવા ભારતીય રેલવેએ મોટા પાયે સંપૂર્ણ વહીવટીતંત્રને સજ્જ કર્યું
કેન્દ્રીય રેલવે તથા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયૂષ ગોયલ, રેલવે રાજ્ય મંત્રી અને રેલવે બોર્ડના ચેરમેન 5 માર્ચ, 2020થી નિયમિતપણે તૈયારીની સમીક્ષા કરે છે
આખા દેશમાં આવશ્યક ચીજવસ્તુઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સતત 24X7 ફ્રેઇટ ટ્રેનોની કામગીરી અને પાર્સલ ટ્રેનોનું આવાગમન સુનિશ્ચિત કર્યું; 24.03.2020 થી 02.04.2020 સુધી પુરવઠા સાંકળને કાર્યરત જાળવવા માટે 4 લાખથી વધારે વેગન કાર્યરત
રેલવેના તમામ સંકુલોમાં કોવિડ-19ના દર્દીઓ માટે રેલવે હોસ્પિટલોમાં આશરે 5000 આઇસોલેશન બેડ અને 11000 ક્વૉરન્ટાઇન બેડ તૈયાર કરવામાં આવ્યાં; તેમજ ક્વૉરન્ટાઇન/આઇસોલેશન સુવિધા તરીકે કામ કરવા 80000 બેડ સાથે 5000 કોચનું રૂપાંતરણ કરવામાં આવ્યું, આ પ્રકારનાં કુલ 20000 કોચની ઓળખ કરવામાં આવી
અંગત સુરક્ષા આપતા માસ્ક અને સેનિટાઇઝર્સનું ઇનહાઉસ ઉત્પાદન વધારવા શ્રેષ્ઠ પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં; 1 એપ્રિલ, 2020 સુધી ભારતીય રેલવેએ કુલ 287704 માસ્ક અને 25806 લિટર સેનિટાઇઝરનું ઉત્પાદન કર્યું
કરારબદ્ધ/આઉટસોર્સ કરેલા કામદારોના વેતનની નિયમિત ચૂકવણી સુનિશ્ચિત કરી
Posted On:
03 APR 2020 4:25PM by PIB Ahmedabad
કોવિડ-19 વાયરસ ઇન્ફેક્શનનું નિવારણ કરવા પર વિસ્તૃત પગલાં લેવા ભારતીય રેલવેએ મોટા પાયે સંપૂર્ણ વહીવટીતંત્રને સજ્જ કર્યું છે. આ તૈયારીના સ્તરની સમીક્ષા 5 માર્ચ, 2020થી કેન્દ્રીય રેલવે અને વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રી શ્રી પિયૂષ ગોયલ, રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય રેલવે શ્રી સુરેશ અંગદી અને રેલવે બોર્ડનાં ચેરમેન શ્રી વિનોદ કુમાર યાદવ કરી રહ્યાં છે. દરરોજ જનરલ મેનેજરો (જીએમ) અને રેલવે બોર્ડનાં મુખ્ય અધિકારીઓ સાથે આદાનપ્રદાન થઈ રહ્યું છે. એનાથી પ્રયાસોને સંકલિત કરવામાં, દિશા આપવામાં, પ્રતિભાવો મેળવવામાં, પ્રગતિની સમીક્ષા કરવા અને અસરકારક સંચાર જાળવવામાં મદદ મળશે.
આ માટે નીચેની પહેલો લેવામાં આવી છે -
1. સતત 24X7 ફ્રેઇટ ટ્રેન કામગીરી, જેથી દેશભરમાં 24.03.2020 થી 02.04.2020 સુધી આવશ્યક ચીજવસ્તુઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત થાય, સપ્લાય ચેઇન કામગીરીને જાળવી રાખવા પુરવઠાનું વહન કરતા 4 લાખથી વધારે વેગન. એમાંથી 2.23 લાખથી વધારે વેગન અનાજ, મીઠું, ખાંડ, દૂધ, ખાદ્ય તેલ, ડુંગળી, ફળફળાદી અને શાકભાજી, પેટ્રોલિયમ ઉત્પાદનો, કોલસો, ખાતર વગેરે જેવી આવશ્યક ચીજવસ્તુઓનું વહન દેશભરમાં કરે છે.
ભારતીય રેલવેનો સ્ટાફ વિવિધ ગૂડ શેડ, સ્ટેશન અને કન્ટ્રોલ ઓફિસમાં 24X7 કામ કરે છે, જેથી દેશ માટે આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠાની સુનિશ્ચિતતાને અસર ન થાય. લોકોમોટિવ પાયલોટ અને ગાર્ડ અસરકારક રીતે ટ્રેન ચલાવે છે. ટ્રેડ, સિગ્નલિંગ, ઓવરહેડ ઇક્વિપમેન્ટ, લોકોમોટિવ્સ, કોચ અને વેગનનો મુખ્ય મેઇન્ટેનન્સ સ્ટાફ સારી સ્થિતિમાં માળખાગત સુવિધાની જાળવણી કરે છે, જેથી નૂર ટ્રેનોનું સરળ સંચાલન સુનિશ્ચિત થાય.
ગૂડ્સ ટ્રેનની કામગીરીમાં ઝોનલ રેલવે દ્વારા સમસ્યાઓનું સમાધાન કરવા સંસ્થાગત વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તેમજ ગૃહ મંત્રાલય દ્વારા કન્ટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યાં છે, જેથી ગૂડ્સ શેડ/પાર્સલ સાઇડિંગ કરવા રેકનું લોડિંગ/અનલોડિંગ રિયલ ટાઇમ પર થાય. આ માટે ગૃહ મંત્રાલયના કન્ટ્રોલ રૂમનો ભાગ રેલવે ઓફિસર બન્યાં છે, જેના દ્વારા આ કામગીરી થાય છે.
2. પાર્સલ ટ્રેનો દોડાવવી: કોવિડ-19ને પગલે લોકડાઉન દરમિયાન તબીબી ચીજવસ્તુઓ, તબીબી સાધનસામગ્રી, ખાદ્ય પદાર્થો વગેરે આવશ્યક ચીજવસ્તુઓનું પરિવહન નાનાં પાર્સલ સાઇઝમાં કરવું અતિ મહત્ત્વપૂર્ણ બની રહેશે. આ આવશ્યક જરૂરિયાત પૂર્ણ કરવા ભારતીય રેલવેએ ઇ-કોમર્સ કંપનીઓ અને રાજ્ય સરકારો સહિત અન્ય ગ્રાહકોની ઝડપી મોટા પાયે પરિવહનની જરૂરિયાતો પૂર્ણ કરવા રેલવે પાર્સલ વાન ઉપલબ્ધ કરાવી છે.
3. વિલંબ અને શુલ્કના નિયમોમાં છૂટછા: કોરોના વાયરસને કુદરતી આપત્તિ તરીકે ગણીને વિલંબ અને શુલ્કનાં નિયમોમાં છૂટછાટ આપવામાં આવી છે તથા કુદરતી આપત્તિની જોગવાઈ લાગુ કરવામાં આવી છે.
4. ખાલી કન્ટેઇનર્સ અને ફ્લેટ કન્ટેઇનર્સની અવરજવર પર કોઈ હોલેજ ચાર્જ નહીં: ચીજવસ્તુઓની સરળ અવરજવર જાળવવા ખાલી કન્ટેઇનર્સ અને ફ્લેટ કન્ટેઇનર્સની અવરજવર પર 24.03.2020થી 30.04.2020 સુધી હોલેજ ચાર્જ દૂર કરવામાં આવ્યાં છે.
5. સેન્ટ્રલ કન્ટ્રોલ સેન્ટરની સ્થાપનાઃ રેલવે વહીવટીતંત્ર અને સાધારણ જનતા વચ્ચે માહિતી અને સૂચનોનાં સતત પ્રવાહને સુનિશ્ચિત કરવા 27.03.2020થી ડાયરેક્ટર સ્તરીય અધિકારીના નેતૃત્વમાં રેલવે બોર્ડમાં સેન્ટ્રલ કન્ટ્રોલ સેલ સ્થાપિત કરવામાં આવ્યો છે. આ કન્ટ્રોલ સેલ રેલવે હેલ્પલાઇનો – 139 અને 138 પર કોલનું મોનિટરિંગ કરવા, railmadad@rb.railnet.gov.in પર પ્રાપ્ત ઇમેલનો જવાબ આપવા તથા રેલવેના ગ્રાહકો અને અન્યોને પડતી કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ દૂર કરવા સમયસર પગલાં લેવા અને સંચાર કરવા સોશિયલ મીડિયા પર પર ચાલતા વિવિધ ટ્રેન્ડ પર નજર રાખવા કન્ટ્રોલ સેલ સતત કાર્યરત છે.
6. 17 સમર્પિત હોસ્પિટલો અને હોસ્પિટલનાં 33 બ્લોકમાં કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે ક્વારેન્ટાઇનના ઉદ્દેશ માટે 11000 બેડ ઉપરાંત આશરે 5000 બેડ ખાસ અંકિત કરવામાં આવ્યાં છે. આ હોસ્પિટલો અને બ્લોક ક્વારેન્ટાઇન ઉદ્દેશ માટે તૈયાર રાખવામાં આવ્યાં છે.
5000 કોચને ક્વારેન્ટાઇન/આઇસોલેશન સુવિધાઓમાં ફેરવવામાં આવ્યાં: ભારતીય રેલવેએ દેશભરમાં 8000 બેડ સાથે 5000 ટ્રેન કોચને કોવિડ-19 માટે ક્વારેન્ટાઇન/આઇસોલેશન સુવિધા તરીકે બદલ્યાં છે. ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે, પ્રોટોટાઇપને મંજૂરી આપવામાં આવી છે અને ઝોનલ રેલવે દ્વારા રૂપાંતરણ કામગીરી શરૂ થઈ છે. જરૂરિયાતના કેસમાં 3.2 લાખ બેડ સાથે આ પ્રકારનાં કુલ 20000 કોચને બદલવા માટે ઓળખ કરવામાં આવી છે.
7. તબીબી ઉપકરણ, પીપીઇ અને વેન્ટિલેટર્સની ખરીદીઃ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (પીપીઇ), વેન્ટિલેટર્સ વગેરે પર્યાપ્ત સંખ્યામાં ઉપલબ્ધ કરાવવા વગેરે જેવી કામગીરી કોવિડ-19 સામે લડવામાં મહત્ત્વપૂર્ણ બની રહેશે. રેલવે ઝોન અને ઉત્પાદન એકમો દ્વારા વેન્ટિલેટર્સ, પીપીઇ અને તબીબી ઉપકરણની ખરીદી કરવા કામગીરી હાથ ધરવપામાં આવી છે, જેનો આશય કોરોના સામે લડવા જ ચીજવસ્તુઓની જરૂરિયાત પૂર્ણ કરવાનો છે.
કાર્યસ્થળો પર કોરોનાને નિવારવા માટેનાં પગલાં: આવશ્યક ચીજવસ્તુઓ પૂરી પાડવા અને એ જાળવવા માટે ફ્રેઇટ કામગીરી 24X7 ચાલે છે એટલે ઓપરેશન અને મેઇન્ટેનન્સ સ્ટાફ સતત કામ કરે છે. આ સ્ટાફની સલામતી સુનિશ્ચિત કરવા અને તેમનો જુસ્સો વધારવા તમામ કાર્યસ્થળો પર નીચેના પગલાં સુનિશ્ચિત કરવામાં આવ્યાં છેઃ
- માસ્ક અને હેન્ડ સેનિટાઇઝર્સ ફરજ પર આવતા તમામ કર્મચારીઓને ઉપલબ્ધ કરાવવામાં આવે છે. કોન્ટ્રાક્ટ કામદારો માટે પણ આ સુવિધા છે. રેલવે વર્કશોપ, કોચિંગ ડેપો અને હોસ્પિટલોએ પુરવઠામાં પૂરક બનવા સ્થાનિક ધોરણે સેનિટાઇઝર્સ અને માસ્કનું ઉત્પાદન કરવામાં આવ્યું છે.
- સાબુ, પાણી અને ધોવાની સુવિધા તમામ કાર્યસ્થળે ઊભી કરવામાં આવી છે. સ્થાનિક ઇનોવેશન સાથે હાથ ધોવાની નિઃશુલ્ક સુવિધા તૈયાર કરવામાં આવે છે.
- સોશિયલ ડિસ્ટન્સિંગ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. આ સંબંધમાં ટ્રેકમેન, લોકોમોટિવ પાયલોટ વગેરે તમામ સ્ટાફ વચ્ચે નિયમિતપણે જાગૃતિ લાવવામાં આવે છે.
8. કેન્દ્ર સરકારનાં તમામ કર્મચારીઓને રેલવે આરોગ્ય સેવાઓ આપવામાં આવીઃ રેલવે આરોગ્ય સેવાઓ દેશભરમાં કેન્દ્ર સરકારનાં તમામ કર્મચારીઓને ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ માટે તેઓ રેલવે હોસ્પિટલો/હેલ્થ કેન્દ્રોમાં પોતાના આઇડેન્ટિટી કાર્ડ પ્રદર્શિત કરી સેવાનો લાભ લઇ શકશે.
9. પીએમ કેર્સ ફંડમાં રેલવે કર્મચારીઓ દ્વારા રૂ. 151 કરોડનું પ્રદાનઃ રેલવે કર્મચારીઓ પીએમ કેર્સ ફંડમાં 1 દિવસનો પગાર દાન કરશે, જે રૂ. 151 કરોડને સમકક્ષ હશે.
10. પેરામેડિકલ સ્ટાફનું કોન્ટ્રાક્ટ જોડાણ: જનરલ મેનેજરો/CAOs/DRMsને સ્થિતિને સંભાળવા માટે પૂરક વર્કફોર્સ માટે કોન્ટ્રાક્ટને આધારે પેરામેડિકલ સ્ટાફને જોડવાની સત્તા આપવામાં આવી છે.
11. જરૂરિયાતમંદોને આઇઆરસીટીસી આધારિત રસોડા દ્વારા નિઃશુલ્ક ભોજનઃ આઇઆરસીટીસી આધારિત રસોડા 28 માર્ચ, 2020થી આરપીએફ કર્મચારીઓની મદદ સાથે જરૂરિયાતમંદોને નિઃશુલ્ક ભોજન પ્રદાન કરે છે. દેશભરમાં 25 સ્થળો પર જરૂરિયાતમંદોને લગભગ 2.25 લાખ ભોજન આપવામાં આવ્યું છે.
12. કોન્ટ્રાક્ટર્સ અને સપ્લાયર્સને ડિજિટલ ચૂકવણીની સુવિધાઃ મજબૂત ડિજિટલ આઇટી સક્ષમ વ્યવસ્થાનો ઉપયોગ કરીને તમામ આવશ્યક ચૂકવણીઓની સુવિધા કરવામાં આવી છે, જે ઓછામાં ઓછામાં સ્ટાફની કામગીરી સાથે થાય છે. કરારબદ્ધ કર્મચારીઓને કોઈ મુશ્કેલી ન પડે એ સુનિશ્ચિત કરવા માટે કોન્ટ્રાક્ટ અંતર્ગત તમામ આવશ્યક ચૂકવણી નિયમિત ધોરણે થાય છે. બિલની ચૂકવણી ઇલેક્ટ્રોનિક રીતે કરવા પ્રક્રિયાને સરળ કરવામાં આવી છે.
13. કરારબદ્ધ શ્રમિકોને ચૂકવણી અને રોકાણની વ્યવસ્થાઃ લોકડાઉન સમયગાળામાં કરારબદ્ધ હાઉસકીપિંગ/સર્વિસ કોન્ટ્રાક્ટમાં કરારબદ્ધ/આઉટસોર્સ કરવામાં આવેલા કામદારો કે શ્રમિકોને નિયમિત ચૂકવણી સુનિશ્ચિત કરવામાં આવી છે. વિભાગીય અને કરારબદ્ધ એમ બંને પ્રકારનાં સ્ટાફ માટે રોકાણ અને ભોજન માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
GP/RP
(Release ID: 1610734)
Visitor Counter : 201