આદિવાસી બાબતોનું મંત્રાલય
ટ્રાઇફેડે એનટીએફપી વેપાર અને જનજાતિ સમુદાયના હિતો પર કોવિડ-19ની અસર સામે લડવા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખ્યો
प्रविष्टि तिथि:
03 APR 2020 1:14PM by PIB Ahmedabad
જનજાતિ મંત્રાલય અંતર્ગત કાર્યરત ટ્રાઇફેડએ લાકડા સિવાયના વન ઉત્પાદનો (એનટીએફપી)નો વેપાર કરવા અને જનજાતિ સાથે સંબંધિત હિતો પર વૈશ્વિક રોગચાળા કોવિડ-19ની અસર સામે લડવા રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો તથા રાજ્ય સ્તરીય નોડલ એજન્સીઓને પત્ર લખ્યો છે. ટ્રાઇફેડનાં મેનેજિંગ ડાયરેક્ટર શ્રી પ્રવીર કૃષ્ણાએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, વૈશ્વિક રોગચાળા કોવિડ-19એ આખી દુનિયા સામે અભૂતપૂર્વ મુશ્કેલીઓ પેદા કરી દીધી છે. લગભગ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો, વેપાર અને ઉદ્યોગના તમામ ક્ષેત્ર અને સમાજનાં તમામ વર્ગ આ રોગચાળાથી પ્રભાવિત છે. જનજાતિ પણ એમાં અપવાદ નથી, ખાસ કરીને આ પ્રકારની સ્થિતિમાં જ્યારે વિવિધ ક્ષેત્રો માટે હાલનો સમય એનએફટીપી માટે સૌથી વધુ ઉપયોગી સિઝન માનવામાં આવે છે.
એટલે જરૂરી છે કે, તમામને ખાસ કરીને જનતા – સંગ્રાહકોને સુરક્ષિત રાખવા માટે તકેદારીનાં કેટલાંક પગલાં વિશે અગાઉથી જ વિચાર કરવામાં આવે. રાજ્યોને કેટલાંક મુખ્ય મુદ્દા અંગે જાણકારી આપવામાં આવી છે.
રાજ્ય વિશેષ આધારિત કે એનટીએફપી આધારિત કેટલીક વિશિષ્ટ હકીકત હોઈ શકે છે, જેને રાજ્યની યાદીમાં સામેલ કરવા ઇચ્છતાં હોય. ટ્રાઇફેડે તમામ રાજ્યો અને રાજ્ય સ્તરની તમામ નોડલ એજન્સીઓને વિનંતી કરી છે કે, આ મહત્ત્વપૂર્ણ હકીકતોને ઝડપથી જનજાતિ સંગ્રાહકો અને એના ફિલ્ડ સ્તરનાં અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવે.
કોવિડ – 19 રોગચાળા દરમિયાન એનટીએફપીના સંબંધમાં શું કરવું અને શું ન કરવું
- બજારની શક્તિઓ જનજાતિ-સંગ્રાહકોને એનટીએફપીના સમસ્યાગ્રસ્ત વેચાણ માટે બાધ્ય કરીને એમનું શોષણ કરી શકે છે. એટલે એમએફપી યોજનાને ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં વધારે અસરકારક રીતે લાગુ કરવાની જરૂર છે.
- એનટીએફપી – સંગ્રાહકોના સંગ્રહકાર્ય દરમિયાન સ્વચ્છતાની સલાહ આપવી જોઈએ. સંગ્રહ કાર્ય અગાઉ અને પછી તેમણે પોતાના હાથને કીટાણુમુક્ત કરવા જોઈએ.
- વન ધન વિકાસ કેન્દ્રો સહિત તમામ એનટીએફપી પ્રાથમિક પ્રોસેસિંગ કેન્દ્રોને પ્રવેશદ્વાર પર સેનિટાઇઝર રાખવા જોઈએ. પ્રોસેસિંગનું કાર્ય કરનાર દરેક વ્યક્તિને કેન્દ્રમાં પ્રવેશ અગાઉ અને કામગીરીની શરૂઆત અગાઉ પોતાના હાથને કીટાણુમુક્ત કરવા જોઈએ.
- પ્રોસેસિંગ કાર્ય કરનાર વ્યક્તિઓને અવ્યવસ્થિત રીતે ન બેસવું જોઈએ. તેમણે એકબીજાથી ઓછામાં ઓછું 2 મીટરનું અંતર જાળવવું જોઈએ. જો કેન્દ્રમાં જગ્યા ઓછી હોય, તો તેમણે અલગ-અલગ શિફ્ટમાં કામ કરવું જોઈએ અથવા સ્વચ્છ વાતાવરણમાં પોતાના ઘરે જ કામ કરવું જોઈએ.
- જો કોઈ વ્યક્તિ શરદી કે ઉધરસથી પીડિત હોય, તો એને કેન્દ્રમાં આવવાની મંજૂરી ન આપવી જોઈએ તથા તમામ સંગ્રાહકો અને પ્રોસેસિંગ કર્મચારીઓને એ વ્યક્તિથી જરૂરી અંતર જાળવવું જોઈએ.
- જો કોઈ સંગ્રાહક (અથવા એના ઘરની કોઈ વ્યક્તિ)માં કોવિડ-19ના સામાન્ય ચિહ્નો પણ જોવા મળે, તો એનું પરીક્ષણ કરાવવું જોઈએ અથવા જરૂર પડે તો એને ક્વારેન્ટાઇનમાં રાખવી જોઈએ.
- એનટીએફપીની પેકિંગ સ્વચ્છ હોવાની સાથે સાથે કપાયેલી-ફાટેલી ન હોવી જોઈએ, જેથી એનટીએફપીની જાળવણી કરનાર વ્યક્તિના હાથમાં સંપર્કમાં ન આવે.
- જ્યાં સુધી સંભવ હોય, ત્યાં સુધી રોકડ લેવડદેવડ ઓછી કરવી જોઈએ અથવા રકમના સંગ્રાહકોનાં બેંક ખાતામાં જમા કરવી જોઈએ. સંગ્રાહકોને સરકારી કેશલેસ પ્લેટફોર્મ સ્વરૂપે ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ.
GP/RP
(रिलीज़ आईडी: 1610715)
आगंतुक पटल : 197
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada