પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી અને મહામહિમ પ્રિન્સ ઓફ વેલ્સ વચ્ચે ટેલીફોન પર વાત થઈ
Posted On:
02 APR 2020 8:36PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને મહામહિમ પ્રિન્સ ઓફ વેલ્સ વચ્ચે આજે ટેલીફોન પર વાતચીત થઇ હતી.
બંને મહાનુભવોએ હાલમાં ફેલાયેલી કોવિડ-19 મહામારી અંગે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ છેલ્લા અમુક દિવસમાં આ બીમારીના કારણે યુકેમાં કેટલાક લોકોના મૃત્યુ થવા પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી. પ્રિન્સ ઑફ વેલ્સ પોતે જ તાજેતરમાં આ બીમારીમાં સપડાયા હતા તેમાંથી સાજા થવા બદલ પ્રધાનમંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો અને સદાય તેમના સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.
યુકેમાં આ મહામારી સામે લડવામાં મુખ્ય ભૂમિકા નિભાવી રહેલા રાષ્ટ્રીય આરોગ્ય સેવાના સંખ્યાબંધ ભારતીય સભ્યો સહિત યુકેમાં વસતા પરદેશી ભારતીયોની મહામહિમ પ્રિન્સે પ્રશંસા કરી હતી. યુકેમાં ભારતીય સમુદાયના ધાર્મિક અને સામાજિક સંગઠનો દ્વારા કરવામાં આવતી નિઃસ્વાર્થ કામગીરીનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.
મહામહિમ પ્રિન્સે વર્તમાન કટોકટી દરમિયાન ભારતમાં ફસાયેલા યુકેના નાગરિકોને જરૂરી સુવિધા અને સહાય પૂરી પાડવા બદલ પ્રધાનમંત્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
મહામહિમ પ્રિન્સ હંમેશા આયુર્વેદમાં ઊંડી રુચિ લેતા હોવાથી પ્રધાનમંત્રીએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ટૂંકા એનિમેશન વીડિયો દ્વારા મૂળભૂત યોગ કસરતો શીખવવા અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પરંપરાગત ઘરેલું નુસખાઓનો પ્રસાર કરવાના ઉદ્દેશ્ય સાથેની ભારતીય પહેલ વિશે પણ સમજ આપી હતી. મહામહિમ પ્રિન્સે ખાસ કરીને વર્તમાન પરિસ્થિતિમાં સ્વાસ્થ્ય અને સુખાકારી વધારવા માટે આવી પહેલમાં રહેલી સંભાવનાની પ્રશંસા કરી હતી.
RP
***
(Release ID: 1610524)
Visitor Counter : 202
Read this release in:
Marathi
,
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam