રસાયણ અને ખાતર મંત્રાલય

કટોકટીના સમયે સિપેટે નોંધપાત્ર રીતે સામુદાયિક રાહત કાર્ય હાથ ધર્યું

प्रविष्टि तिथि: 01 APR 2020 12:58PM by PIB Ahmedabad

કોરોના વાયરસ મહામારી ફેલાવાના પગલે, ભારત સરકારના રસાયણ અને પેટ્રોકેમિકલ્સ મંત્રાલય, તથા રસાયણ અને ફર્ટિલાઈઝર મંત્રાલય હેઠલની સંસ્થા સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યુટ ઑફ પ્લાસ્ટિક એન્જીન્યરીંગ એન્ડ ટેકનોલોજીએ વિવિધ રાજ્યોમાં આવેલાં તેનાં એકમો મારફતે સામુદાયિક કલ્યાણનાં ઉમદા કામો હાથ ધર્યાં છે.

આ ઝુંબેશના ભાગ તરીકે સિપેટના ગ્વાલિયર એકમે તેનુ કૌશલ્ય તાલિમ કેન્દ્ર જિલ્લા મેજીસ્ટ્રેટ / કલેક્ટરને સુપરત કર્યું છે અને ત્યાં સિપેટના સ્ટાફ તથા અધિકારીઓને સપ્તાહમાં સાતેય દિવસ અને 24 કલાક ફરજમાં જોડીને 72 પથારીના ક્વૉરન્ટાઈન સેન્ટરનુ નિર્માણ કરવાની કામગીરી કરી છે અને પેરામેડિકલ ટીમને સહયોગી સેવા પૂરી પાડી રહ્યું છે.

એ જ પ્રકારે સિપેટની ભુવનેશ્વર શાખાએ કોરોના વાયરસ સામેની લડત માટે સ્વૈચ્છિક ધોરણે માસ્ક, સેનેટાઈઝર્સ, ચેપ દૂર કરતાં ડિસઈનફેકટન્ટ તથા લોકોને પીવાના પાણીની બોટલો પૂરી પાડવા ઉપરાંત લોકોમાં જાગૃતિ અને સેનિટાઈઝેશન પૂરૂ પાડવાની કામગીરી હાથ ધરી છે. આ એકમે વિવિધ પ્રકારનાં ડેમોન્સ્ટ્રેશન પણ હાથ ધર્યાં છે.સિપેટના તમામ કર્મચારીઓએ સ્વેચ્છાએ પોતાના એક દિવસના પગારની રૂ. 18 લાખ ડજેટલી રકમ પીએમ કેર્સ ભંડોળને ફાળવી છે.

સિપેટની સંશોધન અને વિકાસ શાખા, સ્કૂલ ફોર એડવાન્સ્ડ રિસર્ચ ઈન પોલિમર્સ, ભૂવનેશ્વરે વિશ્વ આરોગ્ય સંસ્થાની માર્ગરેખાઓ મુજબ સેનિટાઈઝર્સ તૈયાર કર્યાં છે અને કોરોના વાયરસ સામે સુરક્ષા માટે તેનુ સલામતી તેમજ હાઉસ કિપીંગના સ્ટાફને વિતરણ કર્યું છે.

સિપેટ લખનૌએ આનંદા, (અનાજ બેંક)નગર નિગમ નિધીને રૂ. 5 લાખનુ યોગદાન આપ્યું છે જેથી જરૂરિયાતમંદ લોકો અને શહેરમાં સ્થળાંતર કરીને આવેલા લોકોને અનાજ પૂરૂ પાડી શકાય.

GP/RP

* * * * * * * *


(रिलीज़ आईडी: 1609902) आगंतुक पटल : 128
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Assamese , Punjabi , Tamil , Telugu , Kannada