માનવ સંસાધન વિકાસ મંત્રાલય

નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (મેઈન) એપ્રિલ 2020ને મુલતવી રાખવામાં આવી

Posted On: 31 MAR 2020 5:39PM by PIB Ahmedabad

 7થી 9મી અને 11 એપ્રિલના 2020ના રોજ નિર્ધારિત આગામી જેઈઈ (મેઈન્સ) એપ્રિલ 2020ની પરીક્ષાને મુલતવી રાખવા અંગે 18.૦૩.2020ના રોજ જાહેર કરવામાં આવેલ એક જાહેર સુચનાના સંદર્ભમાં NTA દ્વારા વધુ માહિતી આપવામાં આવી છે કે હાલ પૂરતી આ પરીક્ષા મે 2020ના છેલ્લા અઠવાડિયામાં યોજાય તેવી દરખાસ્ત મુકવામાં આવી છે. આગામી અઠવાડિયાઓમાં પરિસ્થિતિને તપાસ્યા બાદચોક્કસ તારીખ જાહેર કરવામાં આવશે.

નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ આશા વ્યક્ત કરી છે કે ટૂંક સમયમાં જ પરિસ્થિતિ સામાન્ય થઇ જશે; પરંતુ અત્યાર પૂરતી NTA સંજોગો અનુસાર જો સમયપત્રકમાં કંઈ ફેરફાર કરવાની જરૂર પડે તો તેની તપાસણી કરવા પરિસ્થિતિઉપર નજીકથી દેખરેખ રાખી રહી છે.

તે અનુસાર આ પરીક્ષા માટેના પ્રવેશ પત્રકો 15 એપ્રિલ 2020 પછી તે વખતની સ્થિતિને ધ્યાનમાં રાખીનેઆપવામાં આવશે.

NTA તાજેતરની માહિતી અંગે વિદ્યાર્થીઓને સુચના આપતી રહેશે અને અગાઉથી જ વિદ્યાર્થીઓને તેમની પરીક્ષાની તારીખ અને થયેલા ફેરફાર અંગે જાણ કરશે.

પરીક્ષાર્થીઓ અને તેમના વાલીઓને તાજેતરની સૂચનાઓ માટે jeemain.nta.nic.in અને www.nta.ac.in ની મુલાકાત લેતા રહેવાની સલાહ આપવામાં આવે છે. ઉમેદવારો વધારાના કોઇપણ ખુલાસા માટે આ નંબર પર સંપર્ક કરી શકે છે: 8287471852, 8178359845, 9650173668, 9599676953, 8882356803

 

GP/RP



(Release ID: 1609701) Visitor Counter : 132