આયુષ
આયુષ મંત્રાલયે કોવિડ-19ના દાવાઓમાં સાવધાની રાખવાનો અનુરોધ કર્યો અને કોરોના વાયરસ સામે લડવા માટે વૈજ્ઞાનિક તેમજ પૂરાવા આધારિત ઉપાયો અંગે કામ કરવાનું શરૂ કર્યું
Posted On:
31 MAR 2020 2:29PM by PIB Ahmedabad
કોવિડ-19ની સારવાર બાબતે કોઇપણ પૂરાવાના સમર્થન કરતા મોટા દાવાઓ રોકવામાં મદદરૂપ થવા માટે પ્રધાનમંત્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો, તે દિશામાં આ આયુષ મંત્રાલય દ્વારા પગલાં લેવાની શરૂઆત કરવામાં આવી છે જેથી લોકોમાં જાગૃતિ લાવીને આવા કોઇપણ પ્રકારના દાવાઓ પર નિયંત્રણ લાવી શકાય. આ ઉપરાંત, આ મહામારીનો ફેલાવો રોકવા માટે આયુષ તંત્ર પાસેથી પૂરાવા આધારિત ઉકેલ પ્રાપ્ત કરવા અંગે આયુષ ચિકિત્સકોને અને આયુષ સંસ્થાઓને વિવિધ પ્રકારના સૂચનો તેમજ પ્રસ્તાવોની યાદી તૈયાર કરવા માટે એક ચેનલની સ્થાપના કરવા માટે પ્રધાનમંત્રીએ સૂચન કર્યું હતું તે દિશામાં પણ મંત્રાલય દ્વારા કામગીરી આરંભી દેવામાં આવી છે. તેમજ વૈજ્ઞાનિકોના એક સમૂહના માધ્યમથી તેની વ્યવહારુતાની તપાસ કરવા માટે પ્રધાનમંત્રીએ કહ્યું હતું તે સલાહ પર પણ કામગીરી શરૂ કરવામાં આવી છે.
મંત્રાલય આયુષ ચિકિત્સકો સુધી પહોંચવા અને ખોટા તેમજ અસમર્થિત દાવાઓ રોકવા અને તેને હતોત્સાહિત કરવા માટે વીડિયો કોન્ફરન્સિંગ અને સોશિયલ મીડિયા જેવા વિવિધ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. 30 માર્ચ 2020ના રોજ આયોજિત એક વીડિયો કોન્ફરન્સમાં આયુષના વિવિધ વિષયોના લગભગ સો વૈચારિક અગ્રણીઓએ ભાગ લીધો હતો. અન્ય બાબતો ઉપરાંત, તેમણે આ પ્રકારના અયોગ્ય દાવાઓ વિરુદ્ધ જાગૃતિ ફેલાવવા માટે કામ કરવાનો પણ સંકલ્પ કર્યો હતો. રેલવે અને વાણિજ્ય મંત્રી શ્રી પીયૂષ ગોયલ અને આયુષ રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી શ્રીપદ નાઇકે 30 માર્ચ 2020ના રોજ વીડિયો કોન્ફરન્સમાં આયુષ ઉદ્યોગના અગ્રણીઓને સંબોધિત કર્યા હતા.
આયુષ તંત્ર વ્યવસ્થાથી વૈજ્ઞાનિક પૂરાવા આધારિત ઉપાય શોધવાની દિશામાં કામ કરવાના પ્રધાનમંત્રીના અનુરોધ પર આયુષ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી રહેલી કાર્યવાહીમાંથી એક તેમની વેબસાઇટ પર એક ઑનલાઇન ચેનલ સ્થાપિત કરવાની કામગીરી પણ છે જેથી તે માપદંડો વૈજ્ઞાનિક દિશાનિર્દેશોના આધારે તૈયાર કરવામાં આવેલી થેરાપી અથવા પ્રક્રિયાઓ પર વૈજ્ઞાનિક સ્પષ્ટીકરણ અને પ્રસ્તાવોના આધારે સૂચન પ્રાપ્ત કરી શકે જે કોવિડ-19 મહામારીના પ્રસારને રોકી શકે અથવા આ બીમારીનું વ્યવસ્થાપન કરી શકે. મંત્રાલયે તદઅનુસાર, આયુષ ચિકિત્સકો અને આયુષ સંસ્થાઓના ઇનપુટ મંગાવ્યા છે (આ સંસ્થાઓમાં કોલેજ/યુનિવર્સિટી, હોસ્પિટલ, રીસર્ચ સંસ્થા, આયુષ ઉત્પાદકો, આયુષ સંગઠનો) વગેરે સામેલ થઇ શકે છે. નીચે દર્શાવેલી લિંક પર મંત્રાલયની વેબસાઇટ પર ઇનપુટ આપી શકાય છે: http://ayush.gov.in/covid-19 (જો ક્લિક કરવાથી લિંક ના ખુલે તો, તમે કૉપિ કરીને આ લિંક તમારા વેબ બ્રાઉઝરમાં પેસ્ટ કરીને આ પેજ પર જઇ શકો છો.
પ્રાપ્ત થયેલા ઇનપુટની તપાસ નિષ્ણાતોની એક સમિતિ દ્વારા કરવામાં આવશે. આ તપાસ સમિતિ દ્વારા સૂચવવામાં આવેલા એ પ્રસ્તાવો પર વિવિધ વિશિષ્ટતાઓ અને વૈજ્ઞાનિકોના એક સમૂહ દ્વારા ઉલટ તપાસ કરવામાં આવશે. જ્યાં પણ શક્ય હોય ત્યાં, તે પ્રસ્તાવોને ખરાઇનો અભ્યાસ કરવા માટે ઉપયોગ થઇ શકે છે.
28 માર્ચ 2020ના રોજ આયુષ ક્ષેત્રની મુખ્ય હસ્તીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી થયેલી વાતચીત દરમિયાન પ્રધાનમંત્રીએ સંબંધિત વિચારો વ્યક્ત કર્યા હતા.
GP/RP
(Release ID: 1609689)
Visitor Counter : 316