નાગરિક ઉડ્ડયન મંત્રાલય

દેશના વિવિધ ભાગોમાં તબીબી પૂરવઠો જળવાઇ રહે તે માટે કાર્ગો વિમાનોનું આવનજાવન સરકારે સુનિશ્ચિત કર્યું

Posted On: 30 MAR 2020 10:43AM by PIB Ahmedabad

કોવિડ-19 સામે સુરક્ષા અને તેના પરીક્ષણ માટે આવશ્યક તબીબી ઉપકરણો અને અન્ય જરૂરી ચીજવસ્તુઓનો પૂરવઠો સમગ્ર દેશના વિવિધ ભાગોમાં પહોંચી શકે તે માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) સતત રાજ્ય સરકારો સાથે સંકલનમાં છે. વિવિધ રાજ્યો તરફથી તાકીદના ધોરણે ઉભી થયેલી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ જરૂરી સામગ્રી પૂરી પાડવા માટે પૂરવઠા એજન્સીઓ સાથે સંકલનમાં છે અને આ સામગ્રી બાદમાં ઇચ્છિત મુકામ સુધી પહોંચાડવામાં આવશે. દેશમાં આવશ્યક ચીજોનો પૂરવઠો પૂરો પાડવા માટે એર ઇન્ડિયા અને જોડાયેલી એરની ફ્લાઇટ્સ હાલમાં કાર્યરત છે.

આવા શિપમેન્ટ્સની હેરફેર માટે MoCA દ્વારા અધિકૃત કરવામાં આવેલી એજન્સીઓ સંબંધિત પ્રાંતીય અધિકારીઓનો સંપર્ક કરે છે અને તમામ શિપમેન્ટ્સની સમયસર ડિલિવરી થાય/પ્રાપ્ત થાય તે માટે તેમની સાથે સંપર્કમાં રહે છે.

દેશમાં પૂર્વીય અને પૂર્વોત્તરના ભાગો માટે 29 માર્ચ 2020ના રોજ કોલકાતા, ગુવાહાટી, દીબ્રુગઢ અને અગરતલાના શિપમેન્ટ્સ અલાયન્સ એરની ફ્લાઇટ્સ દ્વારા દિલ્હીથી કોલકાતા લઇ જવામાં આવ્યા હતા.

ઉત્તરીય પ્રાંતમાં ભારતીય વાયુ સેનાની ફ્લાઇટ્સમાં દિલ્હીથી ચંદીગઢથી લેહ સુધી ICMR VTM કીટ્સ અને અન્ય આવશ્યક માલ લઇ જવામાં આવ્યો હતો.

અલાયન્સ એર દ્વારા પૂણેના શિપમેન્ટ્સ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં મુંબઇ પહોંચાડવામાં આવ્યા હતા.

(મુંબઇ- દિલ્હી- હૈદરાબાદ- ચેન્નઇ- મુંબઇ અને હૈદરાબાદ - કોઇમ્બતૂર) - આ રૂટ પરની ફ્લાઇટ્સમાં શિમલા, ઋષિકેશ, લખનૌ અને ઇમ્ફાલ માટે ICMR કીટ્સ સહિતનો માલ પૂણેથી દિલ્હી લઇ જવામાં આવ્યો હતો. ICMR કીટ્સ ચેન્નઇ લઇ જવામાં આવી હતી. હૈદરાબાદમાં પણ માલનો જથ્થો પહોંચડાવામાં આવ્યો હતો. આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને પુડુચેરીના માલના જથ્થાની પણ ડિલિવરી કરવામાં આવી છે. કાપડ મંત્રાલયનો માલ કોઇમ્બતૂર સુધી પહોંચાડવામાં આવ્યો છે.

માહિતીનું આદાનપ્રદાન, પ્રશ્નોના જવાબો આપવા અને સ્થળ પરની કામગીરી એકધારી ચાલુ રાખવામાં આવી છે જેથી તમામ ગંતવ્ય સ્થળે માલસામનની ડિલિવરી સમયસર થઇ શકે અને કોવિડ-19 સામેની લડાઇના પ્રયાસો બહુગુણિત થઇ શકે.

 

GP/RP



(Release ID: 1609214) Visitor Counter : 145