પ્રધાનમંત્રીનું કાર્યાલય

કોવિડ-19 વિરુદ્ધ લડાઇમાં ભારતે નેતૃત્વ સંભાળ્યું


પ્રધાનમંત્રી સતત વિવિધ હિતધારકો સાથે વાર્તાલાપ કરી રહ્યા છે, દેશના વિવિધ ભાગોમાંથી આવતા પ્રતિભાવોની માહિતી સતત મેળવતા રહેવા દરરોજ 200થી વધુ લોકો સાથે વાર્તાલાપ કરે છે

Posted On: 29 MAR 2020 11:29AM by PIB Ahmedabad

કોવિડ-19 વિરુદ્ધ ભારતની લડાઇમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિવિધ ધારકો સતત વાર્તાલાપ ચાલુ રાખ્યો છે.

પ્રધાનમંત્રી દરરોજ વિવિધ રાજ્યોના રાજ્યપાલો, મુખ્યમંત્રીઓ અને સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે ફોન કૉલના માધ્યમથી વાત કરવા સહિત 200થી વધુ લોકો સાથે વાર્તાલાપ કરીને કોવિડ-19 રોગચાળા વિરુદ્ધ ભારતની લડાઇ વિશે આવતા પ્રતિભાવોની સતત માહિતી મેળવી રહ્યા છે.

પ્રધાનમંત્રીએ ટેકનોલોજીના માધ્યમથી દેશના ખૂણે ખૂણાના વિવિધ ડૉક્ટરો, નર્સો, સ્વાસ્થ્ય કર્મચારીઓ અને સેનિટેશન સ્ટાફ સાથે પણ જોડાઇને રાષ્ટ્ર તેમજ સમાજને તેઓ નિઃસ્વાર્થ સેવા આપી રહ્યા છે તે બદલ પ્રોત્સાહિત કર્યા અને કૃતજ્ઞતા વ્યક્ત કરી.

કોરોના વાયરસનો ફેલાવો નિયંત્રણમાં લાવવા માટેના પ્રયાસોના ભાગરૂપે શ્રી મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વિવિધ ક્ષેત્ર અને વર્ગના તમામ લોકો સાથે વાર્તાલાપ કરી રહ્યા છે.

શ્રી મોદીએ વિવિધ ઇલેક્ટ્રોનિક મીડિયા સમૂહોના વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા કરી થે. તેમણે 24 માર્ચના રોજ વિવિધ પ્રિન્ટ મીડિયા સમૂહોના વડાઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.

બંને પ્રકારના મીડિયા સમૂહોને પ્રધાનમંત્રીએ અપીલ કરી હતી કે, તેઓ લોકો સુધી સકારાત્મક સંદેશાઓ પહોંચાડીને લોકોમાંથી નિરાશા અને ગભરાટ દૂર કરે.

27 માર્ચના રોજ પ્રધાનમંત્રીએ ઓલ ઇન્ડિયા રેડિયોના વિવિધ રેડિયો જૉકી અને ઉદઘોષકો સાથે વીડિયો કોન્ફરન્સ યોજી.

તેમણે કહ્યું કે, “સ્થાનિક નાયકોના યોગદાનની રાષ્ટ્રીય સ્તરે અવિરત ઉજવણી કરવાની અને તેમનું મનોબળ વધારવાની જરૂર છે.”

પ્રધાનમંત્રી ટેકનોલોજીના માધ્યમથી કોરોના વાયરસથી અસરગ્રસ્ત લોકો સુધી અને બીમારીમાંથી સાજા થયેલા કેટલાક લોકો સુધી પણ પહોંચી રહ્યા છે જેથી તેમની સ્થિતિમાં જોવા મળતી પ્રગતિની સતત માહિતી મળે.

શ્રી નરેન્દ્ર મોદીએ 25 માર્ચ 2020ના રોજ તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીના લોકો સાથે વિશેષ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાર્તાલાપ કર્યો તેમજ સૌને સંકલ્પ, સંયમ અને સંવેદનશીલતા જાળવવાની અપીલ કરી હતી અને વાયરસ સામેની લડાઇમાં શ્રેષ્ઠ રીતભાતો અપનાવવાનો અનુરોધ કર્યો હતો.

નિયમિત વાર્તાલાપો અને બેઠકો

જાન્યુઆરી મહિનાથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-19 વિરુદ્ધ લડવા માટેની રીતો અને માધ્યમો અંગે અલગ અલગ ક્ષેત્રના લોકો અને અધિકારીઓ સાથે સતત બેઠકો અને ચર્ચાઓનો દોર ચાલુ રાખ્યો છે.

પ્રધાનમંત્રી દરરોજ બેઠક યોજી રહ્યા છે જેમા કેબિનેટ સચિવ અને પ્રધાનમંત્રી કચેરીના અગ્ર સચિવ દ્વારા નિયમિત ધોરણે તેમને વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી પૂરી પાડવામાં આવે છે.

વાયરસનો ફેલાવો નિયંત્રણમાં લાવવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધનની અધ્યક્ષતામાં રચાયેલા મંત્રીઓના સમૂહ (GoM) દ્વારા પણ પ્રધાનમંત્રીને નિયમિત અપડેટ્સ આપવામાં આવે છે.

દ્રષ્ટાંત પૂરું પાડ્યું

પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે, લોકોમાં સામાજિક અંતર જાળવાઇ રહે તેના પ્રયાસરૂપે તેઓ હોળીની કોઇપણ ઉજવણીમાં ભાગ લેશે નહીં.

રાષ્ટ્રજોગ સંબોધન કર્યુંજનતા કર્ફ્યૂ અને 3 અઠવાડિયા સુધી લૉકડાઉનની જાહેરાત

દેશ કોવિડ-19 સામેની લડાઇ મક્કમતા અને મજબૂતીથી લડી શકે તે માટે પ્રધાનમંત્રીએ 19 માર્ચ 2020ના રોજ રાષ્ટ્રજોગ સંદેશો આપ્યો હતો અને દેશવાસીઓને 22 માર્ચ 2020ના રોજ સવારે 7 થી રાત્રે 9 વાગ્યા સુધી 14 કલાક માટે સ્વેચ્છાએ જનતા કર્ફ્યૂમાં ભાગ લેવાની અપીલ કરી હતી.

સામાજિક અંતર જાળવી રાખવા માટે દેશને સફળતાપૂર્વક તૈયાર કરતી વખતે, પ્રધાનમંત્રીએ 24 માર્ચ 2020ના રોજ તેમના રાષ્ટ્રજોગ સંબોધનમાં દેશવાસીઓને અપીલ કરી હતી કે, વાયરસનો ફેલાવો નિયંત્રણમાં લાવવા માટે 3 અઠવાડિયા સુધી સમગ્ર દેશમાં સંપૂર્ણ લૉકડાઉન એકમાત્ર અસરકારક પગલું છે.

શ્રી નરેન્દ્ર મોદીએ, કોરોના વાયરસ સામેની લડાઇમાં દેશનેસંકલ્પ અને સંયમનો મંત્ર આપ્યો હતો.

પ્રધાનમંત્રીએ લોકોને ગભરાટમાં આવીને આવશ્યક જીવન જરૂરિયાતની ચીજોની વધુ પડતી ખરીદી ટાળવાની અપીલ કરી હતી અને તમામ આવશ્યક ચીજોનો પૂરવઠો સતત જળવાઇ રહેશે તેવી ખાતરી આપી હતી.

કોવિડ-19 આર્થિક પ્રતિક્રિયા ટાસ્ક ફોર્સ

કોવિડ-19 મહામારીના કારણે દેશમાં ઉભા થયેલા આર્થિક પડકારોનો સામનો કરવા માટે પ્રધાનમંત્રીએ કેન્દ્રીય નાણાં મંત્રીના હાથ નીચેકોવિડ-19 આર્થિક પ્રતિક્રિયા ટાસ્ક ફોર્સની રચના કરવાની જાહેરાત કરી હતી. પડકારોનો સામનો કરવા માટે ટાસ્ક ફોર્સ હિતધારકો સાથે વિચારવિમર્શ કરશે, પ્રતિભાવો લેશે અને તેના આધારે નિર્ણયો લેવામાં આવશે. પડકારોનો સામનો થઇ શકે તે માટે લેવામાં આવેલા નિર્ણયોનો અમલ થાય તેની પણ ટાસ્ક ફોર્સ દ્વારા ખાતરી કરવામાં આવશે.

પ્રધાનમંત્રીએ વ્યાવસાયિક સમુદાય અને ઉચ્ચ આવક ધરાવતા સમૂહોને પણ એવી વિનંતી કરી હતી કે, ઓછી આવક ધરાવતા સમૂહો કે જેમની પાસેથી તેઓ વિવિધ સેવાઓ લે છે તેવા લોકોની આર્થિક જરૂરિયાતો પર ધ્યાન આપે. મુશ્કેલ દિવસોમાં જો કામના સ્થળે આવીને તેઓ સેવા આપી શકે તો તેમનો પગાર કાપવાની પણ પ્રધાનમંત્રીએ લોકોને અપીલ કરી હતી. આવા સમયમાં માનવતાના મહત્વ પર તેમણે ખૂબ ભાર મૂક્યો હતો.

PM CARES ભંડોળ

કોવિડ-19 મહામારીના કારણે ઉભી થયેલી સ્થિતિ જેવી કોઇપણ પ્રકારની કટોકટી અથવા તકલીફની પરિસ્થિતિને પહોંચી વળવાના પ્રાથમિક આશય સાથે તેમજ અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે એક સમર્પિત રાષ્ટ્રીય ભંડોળની જરૂરિયાતને ધ્યાનમાં રાખીનેકટોકટીની સ્થિતિમાં પ્રધાનમંત્રીનું નાગરિક સહાય અને રાહત ભંડોળ (PM CARES ભંડોળ)નામથી એક સાર્વજનિક ચેરેટિબલ ટ્રસ્ટ ઉભું કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી ટ્રસ્ટના ચેરમેન છે અને તેના સભ્યોમાં સંરક્ષણ મંત્રી, ગૃહ મંત્રી અને નાણા મંત્રી સામેલ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હંમેશા કોઇપણ સમસ્યાનું નિરાકરણ લાવવામાં લોકભાગીદારીને સૌથી અસરકારક રીત માને છે અને તેમની કામગીરીમાં જોવા મળ્યું છે અને ભંડોળની રચના પણ તેમના વિશ્વાસનું વધુ એક દૃશ્ટાંત છે. ભંડોળમાં નાનામાં નાની રકમ પણ દાનમાં આપી શકાશે જેના પરિણામે ખૂબ મોટી સંખ્યામાં લોકો નાનામાં નાની આર્થિક સહાયથી પણ યથાશક્તિ યોગદાન આપી શકશે.

રૂ. 1.7 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત

નરેન્દ્ર મોદીની સરકારે 26 માર્ચના રોજ રૂ. 1.7 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી હતી જેમાં કટોકટીના સમમયાં ગરીબોને રોકડ સહાય ટ્રાન્સફર કરવા પર ધ્યાન આપવામાં આવ્યું છે. કોરોના વાયરસના પ્રભાવથી ઉભી થતી આર્થિક તંગીની સ્થિતિમાં ગરીબોને મદદ કરવા માટે પેકેજમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત 3 મહિના સુધી મફત ખાદ્યાન્ન, કઠોળ અને ગેસ આપવાની જોગવાઇ સામેલ છે.

ડૉક્ટરો, નર્સો અને સ્વાસ્થ્ય કર્મચારીઓ સાથે બેઠક

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 24 માર્ચ 2020ના રોજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ડૉક્ટરો, નર્સો અને લેબ ટેકનિશિયનો સહિત સમગ્ર દેશના તબીબી સમુદાય સાથે વાર્તાલાપ કર્યો હતો. કોવિડ-19 બીમારીને નિયંત્રણમાં લેવા માટે રાષ્ટ્રની નિઃસ્વાર્થ સેવા કરવા બદલ તેમણે તબીબી સમુદાયનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ પોતાના વાર્તાલાપ દરમિયાન જણાવ્યું હતું કે, “તમારા આશાવાદથી મારામાં ખૂબ આત્મવિશ્વાસ જાગ્યો છે કે આપણો દેશ સમસ્યામાંથી વિજયી થશે.” તેમણે કહ્યું હતું કે, તબીબી સારવાર માટે ટેલિ કન્સલ્ટન્સના શ્રેષ્ઠ ઉપયોગ વિશેના પ્રસ્તાવનું સરકાર પરીક્ષણ કરી રહી છે. પ્રધાનમંત્રીએ તબીબી સમુદાયને ખાતરી આપી હતી કે, તેમની સુરક્ષા સરકાર માટે સૌથી વધુ પ્રાથમિકતાએ છે અને સરકાર તેમની સુરક્ષા માટે શક્ય હોય તેવા તમામ પગલાં લેશે.

ફાર્મા ક્ષેત્ર સાથે બેઠક યોજી

મુશ્કેલ સમયમાં દવાઓ અને તબીબી ઉપકરણોનો નિયમિત પૂરવઠો જળવાઇ રહે તે માટે, પ્રધાનમંત્રીએ 21 માર્ચ 2020ના રોજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ફાર્મા ક્ષેત્રના પ્રતિનિધીઓ સાથે પણ બેઠક યોજી હતી. વાર્તાલાપમાં પ્રધાનમંત્રીએ ફાર્મા ઉદ્યોગને કહ્યું હતું કે તેઓ કોવિડ-19ના પરીક્ષણ માટે RNA ટેસ્ટિંગ કીટ્સના ઉત્પાદન પર યુદ્ધના ધોરણે કામ કરે. તેમણે તેમને ખાતરી આપી હતી કે APIનો પૂરતો પૂરવઠો અને દેશમાં તેનું ઉત્પાદન કરવા માટે સરકાર પ્રતિબદ્ધ છે.

તેમણે નિર્દેશો આપ્યા હતા કે આવશ્યક દવાઓનો પૂરતો પૂરવઠો જળવાઇ રહે તે સૌથી મહત્વનું છે અને પરિસ્થિતિમાં કાળાબજાર તેમજ સંગ્રહખોરી રોકવી જરૂરી છે.

આયુષ પ્રેક્ટિશનરો સાથે બેઠક યોજી

રાષ્ટ્રને આરોગ્યપ્રદ રાખવાના પ્રયાસોના ભાગરૂપે પ્રધાનમંત્રીએ 28 માર્ચ 2020ના રોજ વિવિધ આયુષ પ્રેક્ટિશનરો સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, કોવિડ-19ને નિયંત્રણમાં લેવા માટે હાલમાં થઇ રહેલા પ્રયાસોમાં આયુષ ક્ષેત્રનું મહત્વ અનેકગણું વધ્યું છે.

પ્રધાનમંત્રીએ તેમને વિનંતી કરી હતી કે, વાયરસનો ફેલાવો નિયંત્રણમાં લાવવા માટે WHOની માર્ગદર્શિકાઓ અપનાવવી જરૂરી છે તેથી તેને અનુલક્ષીને સારી આદતોનું પાલન કરવા વિશે લોકોમાં સારો સંદેશો ફેલાવવાની કામગીરી દરમિયાન તેઓ ક્ષેત્રના નેટવર્કનો ઉપયોગ કરે.

મુશ્કેલીની સમયમાં લોકોને માનસિક રીતે તણાવમુક્ત અને શારીરિક રીતે મજબૂત રહેવા માટે આયુષ મંત્રાલય દ્વારા #YogaAtHomeને પ્રોત્સાહન આપવામાં આવ્યું તેની પણ પ્રધાનમંત્રીએ પ્રશંસા કરી હતી.

રાજ્યો સાથે મળીને કામગીરી

પ્રધાનમંત્રીએ 20 માર્ચના રોજ વીડિયો કોન્ફરન્સ દ્વારા દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો જેમાં તેમણે સાથે મળીને પડકારનો સામનો કરવા માટે સૌને કહ્યું હતું. પ્રધાનમંત્રીએ વાયરસના ફેલાવા પર સતત ચાંપતી નજર રાખવા અને દેખરેખ રાખવા માટે કહ્યું હતું તેમજ કેન્દ્ર તેમજ રાજ્યોએ મહામારીનો સામનો સાથે મળીને કરવો પડશે તેમ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ રાજ્યોના નેતૃત્વને યાદ અપાવ્યું હતું કે, વાયરસના ફેલાવાને નિયંત્રણમાં લેવા માટે અત્યારે દેશ કટોકટી ભર્યા તબક્કામાં છે પરંતુ કોઇએ પણ બાબતે ગભરાવાની જરૂર નથી તેવી તેમણે ખાતરી આપી હતી.

અત્યાર સુધીમાં કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાં અંગે મુખ્યમંત્રીઓને માહિતી આપવામાં આવી હતી અને દેશમાં સંપૂર્ણ સ્થિતિ પર પ્રધાનમંત્રી પોતે કેવી રીતે વ્યક્તિગત દેખરેખ કરી રહ્યા છે તેની માહિતી પણ આપવામાં આવી હતી.

પ્રેઝન્ટેશન દરમિયાન, મુખ્યમંત્રીઓએ પરીક્ષણ સુવિધાઓમાં વધારો અને સમાજના નિઃસહાય વર્ગને વધુ સારા સહકાર માટે વિનંતી કરી ત્યારે, પ્રધાનમંત્રીએ ખાતરી આપી હતી કે, રાજ્યોને હંમેશા તેમના તરફથી પૂરતો સહકાર છે અને સ્વાસ્થ્ય કર્મચારીઓની ક્ષમતા નિર્માણની જરૂરિયાત તેમજ સ્વાસ્થ્ય સંભાળ સુવિધાઓમાં વૃદ્ધિ અંગે તેમણે ચર્ચા કરી હતી. તેમણે સૂચન કર્યું હતું કે, મુખ્યમંત્રીઓએ તેમના રાજ્યોમાં વ્યાપારી સંગઠનો સાથે વીડિયો કોન્ફરન્સ કરવી જોઇએ જેથી કાળાબજાર અને ભાવોમાં બિન-જરૂરી વૃદ્ધિ રોકી શકાય. તેમણે વિનંતી કરી હતી કે, બાબતે સમજાવટથી સ્થિતિને અંકુશમાં લેવી અને જરૂર જણાય ત્યાં કાયદાકીય જોગવાઇએ અનુસાર પગલાં લઇ શકાય.

સાર્ક પ્રદેશના દેશો એકજૂથ થયા

દુનિયાની કુલ વસ્તીનો નોંધપાત્ર હિસ્સો સાર્ક સભ્ય રાષ્ટ્રોમાં રહે છે અને પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ સાર્ક દેશના વડાઓ સાથે ચર્ચા માટે અપીલ કરી ત્યારે બાબતે પ્રાદેશિક સ્તરે ચર્ચા અને વિચારવિમર્શની પહેલ કરનારા તેઓ પ્રથમ નેતા છે. 15 માર્ચ 2020ના રોજ ભારતની અધ્યક્ષતામાં સાર્ક દેશોના નેતાઓની બેઠક યોજવામાં આવી હતી.

શ્રી મોદીએ બેઠકની અધ્યક્ષતા સંભાળી હતી અને સહયોગની લાગણી વ્યક્ત કરી હતી તેમજ કોવિડ-19 ઇમરજન્સી ફંડની રચના કરીને તમામ દેશોને આમાં સ્વૈચ્છિક યોગદાન આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ભારતે ભંડોળમાં US $10 મિલિયનનું યોગદાન આપવાની પ્રારંભિક પહેલ કરી હતી. ભંડોળનો ઉપયોગ કોઇપણ સભ્ય દેશમાં તાકીદના પગલાં લેવા માટે આર્થિક જરૂરિયાતો પૂર્ણ કરવા થઇ શકે છે.

નેપાળ, ભૂતાન અને માલદીવ્સ જેવા અન્ય સાર્ક દેશોએ પણ ઇમરજન્સી ફંડમાં યોગદાન આપ્યું છે.

અસાધારણ વર્ચ્યુઅલ G-20 શિખર બેઠકનું આયોજન

કોવિડ-19 મહામારીના ઉપદ્રવના કારણે ઉભા થયેલા પડકારો અંગે ચર્ચા કરવા અને વૈશ્વિક સંકલિત પ્રતિક્રિયા સાથે આગળ વધવા માટે 26 માર્ચ 2020ના રોજ અસાધારણ વર્ચ્યુઅલ G-20 શિખર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તે અગાઉ, પ્રધાનમંત્રીએ વિષય પર સાઉદી અરેબિયાના રાજકુમાર સાથે ટેલિફોન પર ચર્ચા કરી હતી.

પ્રધાનમંત્રીએ વૈશ્વિક સમૃદ્ધિ અને સહકારની આપણી દૂરંદેશીમાં માણસોને કેન્દ્ર સ્થાને રાખવા, તબીબી સંશોધન અને વિકાસના લાભોનું મુક્ત અને સ્વતંત્ર રીતે આદાનપ્રદાન કરવું, અન્ય લોકોમાં અનુકૂલનશીલ, પ્રભાવશાળી અને માનવીય સ્વાસ્થ્ય સંભાળ તંત્ર વિકસાવવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.

પ્રધાનમંત્રીએ માનવજાતની સામુહિક સુખાકારી માટે અને માનવજાતના સહિયારા હિતોને પ્રોત્સાહન આપવા માટે બહુપક્ષીય મંચો પર ધ્યાન કેન્દ્રિત કરવા નવા વૈશ્વિકરણમાં મદદ કરવા માટે તમામ નેતાઓને અનુરોધ કર્યો હતો.

આંતરરાષ્ટ્રીય પ્રયાસો

પ્રધાનમંત્રીએ યુકેના પ્રધાનમંત્રી મહામહિમ બોરિસ જ્હોન્સન, ઇઝરાયલના પ્રધાનમંત્રી મહામહિમ બેન્જામિન નેતાન્યાહૂ સાથે 12 માર્ચ 2020ના રોજ અને સાઉદી અરેબિયાના રાજકુમાર મહામહિમ મોહમ્મદ બિન સલમાન સાથે 17 માર્ચ 2020ના રોજ ટેલિફોનિક ચર્ચા કરી હતી.

25 માર્ચના રોજ પ્રધાનમંત્રીએ રશિયન સંઘના રાષ્ટ્રપતિ મહામહિમ વ્લાદીમીર પુતિન સાથે ચર્ચા કરી હતી. 26 માર્ચના રોજ શ્રી મોદીએ અબુધાબીના રાજકુમાર શેખ મોહમ્મદ બીન ઝાયેદ અલ નહ્યાન સાથે અને કતાર દેશના આમીર શેખ તામીમ બીન હમાદ અદ થાની સાથે અલગથી ટેલિફોનિક ચર્ચા કરી હતી.

પ્રધાનમંત્રીએ 24 માર્ચ 2020ના રોજ યુરોપીયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેન સાથે પણ ટેલિફોનિક ચર્ચા કરી હતી.

ફસાયેલા નાગરિકોની મદદ કરી

પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ભારતે કોરોના વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત વિવિધ દેશો જેમકે ચીન, ઇટાલી, ઇરાન અને દુનિયાના અન્ય દેશોમાં ફસાયેલા 2000થી વધુ ભારતીયોને બચાવીને સ્વદેશ લાવ્યું છે.

GP/DS


(Release ID: 1608999) Visitor Counter : 311