વિદ્યુત મંત્રાલય

ઉર્જા ક્ષેત્ર માટે ઉર્જામંત્રીએ રાહતના મોટા પગલાંને મંજૂરી આપી


કેન્દ્રીય ઉર્જા મંત્રાલય લૉકડાઉન દરમિયાન 24×7 ધોરણે વીજ પૂરવઠો સુનિશ્ચિત કરશે

પેમેન્ટ સિક્યુરિટી ઘટાડીને 50 ટકા કરાશે

ઉત્પાદન કંપનીઓને ચુકવણી અને ટ્રાન્સમિશન લાઇસન્સમાંથી વિતરણ કંપનીઓને 3 મહિનાની છૂટ આપવામાં આવી

प्रविष्टि तिथि: 28 MAR 2020 10:40AM by PIB Ahmedabad

કોવિડ-19 મહામારીનો ફેલાવો નિયંત્રણમાં લાવવા માટે સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવેલા લૉકડાઉનની સ્થિતિમાં પણ ઉર્જા ક્ષેત્રના કર્મચારીઓઉત્પાદન, ટ્રાન્સમિશન, વિતરણ અને સિસ્ટમ ઓપરેશન્સસતત કામ કરી રહ્યા છે જેથી તમામ ઘરો અને સંસ્થાઓમાં પૂરતા પ્રમાણમાં વીજ પૂરવઠો જળવાઇ રહે. કેન્દ્રીય ઉર્જા મંત્રી શ્રી આર. કે. સિંહે જણાવ્યું હતું કે, કટોકટીના સમયમાં, ઉર્જા મંત્રાલય તમામ ગ્રાહકોને 24X7 ધોરણે વીજ પૂરવઠો આપવા માટે પ્રતિબદ્ધ છે.

અંદાજે 70% વીજ ઉત્પાદન કોલસા આધારીત પાવર પ્લાન્ટ્સમાં થાય છે. સ્થાનિક કોલસા કંપનીઓ દ્વારા એકધારો કોલસાનો પૂરવઠો જળવાઇ રહે અને રેલવે દ્વારા તેનું પરિવહન થઇ શકે તે માટે મંત્રાલય સતત રેલવે અને કોલસા મંત્રાલયના સંપર્કમાં છે.

લૉકડાઉનના કારણે, ગ્રાહકો વિતરણ કંપનીઓ (Discoms)ને તેમની બાકી રકમ ચુકવી શકતા નથી. આના કારણે વિતરણ કંપનીઓમાં રોકડની સ્થિતિને અસર પડી છે અને તેના પરિણામે ઉત્પાદન તેમજ ટ્રાન્સમિશન કંપનીઓને તેઓ ચુકવણી કરી શકતા નથી. બાબતને ધ્યાનમાં રાખતા, કેન્દ્રીય ઉર્જા મંત્રી શ્રી આર. કે. સિંહે ઉર્જા ક્ષેત્ર માટે નોંધપાત્ર રાહત પગલાંને મંજૂરી આપી દીધી છે. વિતરણ કંપનીઓની તરલતાની સમસ્યા હળવી કરવા માટે નીચે ઉલ્લેખિત નિર્ણયો લેવામાં આવ્યા છે -

  1.  વિતરણ કંપનીઓએ ઉત્પાદન/ ટ્રાન્સમિશન કંપનીઓને ઘણી મોટી રકમ ચુકવવાની બાકી હોવા છતાં CPSU ઉત્પાદન/ ટ્રાન્સમિશન કંપનીઓ વીજળીનો પૂરવઠો/ ટ્રાન્સમિશન ચાલુ રાખશે. વર્તમાન કટોકટીની સ્થિતિમાં કોઇપણ વિતરણ કંપનીઓને પૂરવઠામાં કોઇ કપાત મૂકવામાં આવશે નહીં.
  2.  પાવરની રવાનગી પચાસ ટકા સુધી ઘટાડવા માટે 30 જુલાઇ 2020 સુધી ઉત્પાદન કંપનીઓ સાથે વિતરણ કંપનીઓ દ્વારા પેમેન્ટ સિક્યુરિટી તંત્રવ્યવસ્થા જાળવી રાખવામાં આવશે.
  3. ઉત્પાદન કંપનીઓને બાકી રકમની ચુકવણી અને ટ્રાન્સમિશન લાઇસન્સમાંથી ત્રણ મહિના સુધી વિતરણ કંપનીઓને છૂટ આપવાના તેમજ લેઇટ પેમેન્ટ સરચાર્જ લાગુ કરવા અંગેના નિર્દેશો કેન્દ્રીય વિદ્યુત નિયામક આયોગ દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. રાજ્ય સરકારોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ પણ રાજ્ય વિદ્યુત નિયામક આયોગને આવા જ નિર્દેશ બહાર પાડે.

 

 

GP/DS


(रिलीज़ आईडी: 1608796) आगंतुक पटल : 235
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Marathi , हिन्दी , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu