વિદ્યુત મંત્રાલય
એસજેવીએન દ્વારા વેન્ટીલેટર્સ ખરીદવા માટે 1 કરોડ રૂપિયા પૂરા પાડવામાં આવ્યા
પોસ્ટેડ ઓન:
27 MAR 2020 11:21AM by PIB Ahmedabad
કેન્દ્રીય ઊર્જા મંત્રાલય અંતર્ગતના એક મીનીરત્ન પીએસયુ, એસજેવીએન લિમિટેડ દ્વારા કોરોના વાયરસ (કોવિડ-19) રોગચાળો કે જેણે સમગ્ર વિશ્વમાં અંધાધૂંધી સર્જી છે તેની સામે લડવા માટે કેટલાક પગલાઓ લીધા છે. સંકટના આ સમયમાં કેન્દ્રીય પીએસયુએ કોરોના વાયરસ સામે લડવા માટે 1 કરોડ રૂપિયા પૂરા પાડવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
એસજેવીએન લિમિટેડના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર (સીએમડી) નંદ લાલ શર્માએ જણાવ્યું છે કે ઇન્દિરા ગાંધી મેડીકલ કોલેજ હોસ્પિટલ, સિમલા દ્વારા છ વેન્ટીલેટર્સ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ મેડીકલ કોલેજ, ટાંડા દ્વારા પાંચ વેન્ટીલેટર્સ અને ખાનેરી ખાતે રામપુર હોસ્પિટલમાં કેટલાક વેન્ટીલેટર્સ ખરીદવા માટે આ રકમનો ઉપયોગ કરવામાં આવશે. એસજેવીએન લિમિટેડ આ આરોગ્ય સંસ્થાઓને અન્ય જરૂરી સામગ્રીઓ જેવી કે માસ્ક, સેનીટાઈઝર અને ગ્લોવ્ઝ વગેરે ખરીદવા માટે પણ નાણાકીય સહાયતા પૂરી પાડશે.
GP/RP
(રીલીઝ આઈડી: 1608556)
મુલાકાતી સંખ્યા : 161