મંત્રીમંડળ

ભારત અને શ્રીલંકા વચ્ચે બેવડા કરવેરા ટાળવા અને આવક પર કરવેરાના સંદર્ભમાં નાણાકીય ચોરી રોકવા માટે કરારમાં સુધારો કરતા પ્રોટોકોલને મંત્રીમંડળની મંજૂરી

प्रविष्टि तिथि: 12 FEB 2020 3:51PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે ભારત અને  શ્રીલંકા વચ્ચે બેવડા કરવેરા ટાળવા તેમજ આવક પર કરવેરાના સંદર્ભમાં નાણાકીય ચોરી રોકવા માટે કરારમાં સુધારો કરતા પ્રોટોકોલ પર હસ્તાક્ષર અને બહાલીને મંજૂરી આપી છે.

અસર:

બેવડા કરવેરા નિવારણ કરાર (DTAA)માં સામાન્ય દુરુપયોગ વિરોધી જોગવાઇ, પ્રસ્તાવના લખાણમાં સુધારો અને સૈદ્ધાંતિક હેતુ પરીક્ષણનો સમાવેશ કરવાથી કરવેરા આયોજનની એવી વ્યૂહરચનાઓને અંકુશમાં રાખી શકાશે જેનાથી કરવેરાના નિયમોમાં રહેલી ઉણપો અને અસમાનતાનો દુરુપયોગ કરવામાં આવે છે.

વિગતો:

ભારત અને શ્રીલંકા વચ્ચે વર્તમાન DTAA પર 22 જાન્યુઆરી 2013ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને 22 ઓક્ટોબર 2013થી તેનો અમલ કરવામાં આવ્યો હતો.

ભારત અને શ્રીલંકા સહિયારા માળખાના સભ્ય દેશો છે અને અને સહિયારા માળખાના સભ્ય દેશો સાથે તેમના DTAAના સંદર્ભમાં G-20 OECD BEPS એક્શન રિપોર્ટ્સ અંતર્ગત લઘુતમ માપદંડોના અમલીકરણ માટે જરૂરી છે. પાયાની નુકસાની અને નફાનું સ્થળાંતરણ (MLI) રોકવા માટે કરવેરા સંધિ સંબંધિત માપદંડોનો અમલ કરવા માટે બહુપક્ષીય સમજૂતી દ્વારા અથવા દ્વીપક્ષીય સમજૂતી દ્વારા BEPS એક્શન- 6 અંતર્ગત લઘુતમ માપદંડો પૂર્ણ કરી શકાય છે.

ભારત MLIમાં હસ્તાક્ષર કરનાર દેશ છે. જોકે, હાલની સ્થિતિમાં શ્રીલંકા MLI પર હસ્તાક્ષર કરનાર દેશ નથી. આથી, ભારત-શ્રીલંકા DTAA દ્વીપક્ષીય રીતે સુધારો જરૂરી છે જેથી પ્રસ્તાવના અપડેટ કરી શકાય અને સૈદ્ધાંતિક હેતુ પરીક્ષણ (PPT) જોગવાઇ શામેલ કરી શકાય જેથી G-20 OECD પાયાની નુકસાની અને નફાનું સ્થળાંતરણ (BEPS) પરિયોજનાના એક્શન -6 હેઠળ સંધિના દુરુપયોગ પર લઘુતમ માપદંડો પૂર્ણ કરી શકાય.

પૃષ્ઠભૂમિ:

ભારતને શ્રીલંકા વચ્ચે વર્તમાન બેવડા કરવેરા નિવારણ કરાર (DTAA) પર 22 જાન્યુઆરી 2013ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને 22 ઓક્ટોબર 2013થી તેનો અમલ કરવામાં આવ્યો હતો. ભારત અને શ્રીલંકા સહિયારા માળખાના સભ્ય દેશો છે અને અને સહિયારા માળખાના સભ્ય દેશો સાથે તેમના DTAAના સંદર્ભમાં G-20 OECD BEPS એક્શન રિપોર્ટ્સ અંતર્ગત લઘુતમ માપદંડોના અમલીકરણ માટે જરૂરી છે. પાયાની નુકસાની અને નફાનું સ્થળાંતરણ (MLI) રોકવા માટે કરવેરા સંધિ સંબંધિત માપદંડોનો અમલ કરવા માટે બહુપક્ષીય સમજૂતી દ્વારા અથવા દ્વીપક્ષીય સમજૂતી દ્વારા BEPS એક્શન- 6 અંતર્ગત લઘુતમ માપદંડો પૂર્ણ કરી શકાય છે. ભારત MLIમાં હસ્તાક્ષર કરનાર દેશ છે.

 

DK/SD/DS/GP


(रिलीज़ आईडी: 1602956) आगंतुक पटल : 228
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Punjabi , Tamil , Telugu , Kannada , Malayalam