પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કહ્યું કે પૂર્વોત્તર દેશનું મહત્વનું વિકાસ એન્જિન બની રહ્યું છે

Posted On: 06 FEB 2020 5:48PM by PIB Ahmedabad

દાયકાઓ જૂની બોડો કટોકટીને તમામ હિતધારકોને એક સાથે લાવીને ઉકેલાઈ

પ્રધાનમંત્રીએ લોકસભામાં રાષ્ટ્રપતિના પ્રવચન ઉપર આભાર પ્રસ્તાવની ચર્ચામાં જવાબ આપ્યો.

 

પ્રધાનમંત્રીએ લોકસભામાં રાષ્ટ્રપતિના પ્રવચન ઉપર આભાર પ્રસ્તાવની ચર્ચામાં જવાબ આપતાં કહ્યું હતું કે પૂર્વોત્તર હવે ઉપેક્ષિત ક્ષેત્ર નથી.

તેમણે જુદા જુદા ક્ષેત્રોમાં કરાયેલા સરકારી પ્રયાસોને બિરદાવતા કહ્યું કે એમના કારણે જ આજે પૂર્વોત્તર દેશનું એક મહત્વનું વિકાસ એન્જિન બની ચૂક્યું છે.

તેમણે કહ્યું કે પૂર્વોત્તરના લોકોને હવે એવું લાગતું નથી કે દિલ્હી દૂર છે. હવે સરકાર તેમના દરવાજે આવીને ઊભી છે. અમારા મંત્રીઓ અને અધિકારીઓ નિયમિતપણે આ પ્રદેશની મુલાકાત લેતા હોય છે, ”

પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકારે તેમના માટે વીજળી, રેલવે જોડાણ, મોબાઇલ કનેક્ટિવિટી અને આ ક્ષેત્રના વિકાસના અંગે વિવિધ પાસાં પર કામ કર્યું છે.

પ્રધાનમંત્રીએ તાજેતરમાં કરાયેલી બોડો સમજૂતીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, દાયકાઓ જુના સંકટને હલ કરવા માટેના નિષ્ઠાભર્યા પ્રયત્નો સાથે તમામ હિતધારકોને એક સાથે લાવવાનો પ્રયાસ કરાયો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ મુદ્દામાં વિલંબથી દાયકાઓ જૂના આ સંકટમાં ઓછામાં ઓછા 40,000 લોકોનાં મોત થયાં.

તેમણે કહ્યું કે, જોકે આ વખતે અમે તમામ હિતધારકોને સાથે લાવ્યા છીએ અને સમજૂતીથી સ્પષ્ટ છે કે કટોકટીના હવે કોઈ મુદ્દા બાકી નથી.(Release ID: 1602329) Visitor Counter : 218