મંત્રીમંડળ

મંત્રીમંડળે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી લૉ (સંશોધન) બિલ, 2020ને મંજૂરી આપી

Posted On: 05 FEB 2020 1:44PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે નીચે મુજબની મંજૂરીઓ આપી છે:-

 

  1. ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ ધારા સંશોધન બિલ, 2020ને રજૂ કરવા.

 

  1. 20 આઇઆઇટી (પીપીપી)માં દરેકમાં એક-એક અને આઇઆઇઆઇટીડીએમ કુરનૂલ (આઇઆઇઆઇટી-સીએફટીઆઈ)માં એક પદ સમેત નિદેશકના 21 પદોની કાર્યોત્તર મંજૂરી,

 

  1. 20 આઇઆઇટી (પીપીપી)માં દરેકમાં એક-એક અને આઇઆઇઆઇટીડીએમ કુરનૂલ (આઇઆઇઆઇટી-સીએફટીઆઈ)માં એક સમેત કુલ સચિવના 21 પદોની કાર્યોત્તર મંજૂરી,

 

અસર:    

 

આ બિલથી બાકીની 5 આઇઆઇઆઇટી-પીપીપીની સાથે સાથે સરકારી ખાનગી ભાગીદારી ધરાવતી હાલ 15 ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટને ડિગ્રીઓ એનાયત કરવાની શક્તિઓ સહિત ‘રાષ્ટ્રીય મહત્વપૂર્ણ સંસ્થા’ સ્વરૂપે જાહેર કરી શકાશે. એનાથી તેઓ કોઈ પણ યુનિવર્સિટી અથવા રાષ્ટ્રીય મહત્વપૂર્ણ સંસ્થાની જેમ ટેકનોલોજીમાં ગ્રેજ્યુએશન (બી.ટેક) અથવા ટેકનોલોજીમાં માસ્ટર (એમ.ટેક) અથવા પીએચ. ડી ડિગ્રીનાં નામકરણનો ઉપયોગ કરવા માટે અધિકૃત બનશે. એનાથી આ સંસ્થાઓ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનાં ક્ષેત્રમાં દેશમાં એક સશક્ત સંશોધન સુવિધા વિકસાવવા માટે જરૂરી પર્યાપ્ત વિદ્યાર્થીઓને આકર્ષિક કરવા પણ સક્ષમ બની શકશે.

 

વિગત

 

  1. વર્ષ 2014 અને વર્ષ 2017ના મુખ્ય અધિનિયમોમાં સંશોધન માટે, ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ ધારા સંશોધન બિલ, 2020ને રજૂ કરવું.

 

  1. સુરત, ભોપાલ, ભાગલપુર, અગરતલા અને રાયચૂરમાં સરકારી ખાનગી ભાગીદારી અંતર્ગત 5 ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટને બંધારણીય દરજ્જો આપવો અને એમને ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ (સરકારી ખાનગી ભાગીદારી) અધિનિયમ, 2017 અંતર્ગત હાલ 15 ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટની સાથે સાથે રાષ્ટ્રીય મહત્વપૂર્ણ સંસ્થાઓ સ્વરૂપે જાહેર કરવી.

 

આ મંજૂરીનો ઉદ્દેશ સુરત, ભોપાલ, ભાગલપુર, અગરતલા અને રાયચૂરની આઇઆઇઆઇટી સંસ્થાઓને ઔપચારિક બનાવવાનો છે. આ આઇઆઇઆઇટી સંસ્થા, સંસ્થા નોંધણી ધારા, 1860 અંતર્ગત નોંધણી થયેલી સંસ્થાઓ સ્વરૂપે કામ કરી રહી છે. હવે એમને સરકારી ખાનગી ભાગીદારીનાં સ્વરૂપની યોજના અંતર્ગત સ્થાપિત અન્ય 15 આઇઆઇઆઇટી સંસ્થાઓની જેમ આઇઆઇઆઇટી (પીપીપી)ધારા, 2017 અંતર્ગત સામેલ કરવામાં આવશે. આ ઉપરાંત આઇઆઇઆઇટી ધારા, 2014 અનુસાર આઇઆઇઆઇટીડીએમ કુરનૂલની સ્થાપના કરવામાં આવી છે અને આ આઇઆઇઆઇટી અલ્હાબાદ, આઇઆઇઆઇટીએમ ગ્વાલિયર, આઇઆઇઆઇટીડીએમ જબલપુર, આઇઆઇઆઇટીડીએમ કાંચીપુરમ નામની અન્ય ચાર આઇઆઇઆઇટી સંસ્થાઓ સાથે કામ કરી રહી છે. આ આઇઆઇઆઇટી સંસ્થાઓમાં ડાયરેક્ટર અને કુલસચિવના પદ અગાઉથી અસ્તિત્વમાં છે તથા હાલનો પ્રસ્તાવ એમને કોઈ પણ વધારાનાં ખર્ચ વિના ફક્ત ઔપચારિક સ્વરૂપ પ્રદાન કરે છે.

 

પૃષ્ઠભૂમિ

 

  1. ઇન્ફોર્મેશન ટેકનોલોજીનાં ક્ષેત્રમાં ઉચ્ચતર શિક્ષણ તથા સંશોધનને પ્રોત્સાહન આપવા આઇઆઇઆઇટી સંસ્થાઓની પરિકલ્પના કરવામાં આવી છે.

 

  1. મંત્રીમંડળ દ્વારા 26 નવેમ્બર, 2010નાં રોજ મંજૂરી આપી છે, જે અનુસાર સરકારી ખાનગી ભાગીદારી સ્વરૂપે 20 નવી આઇઆઇઆઇટી સંસ્થાઓ (આઇઆઇઆઇટી પીપીપી)ની સ્થાપના યોજના અંતર્ગત આઇઆઇઆઇટી (પીપીપી) ધારો, 2017 દ્વારા 15 આઇઆઇઆઇટી સંસ્થાઓને સામેલ કરવામાં આવી છે, ત્યારે 5 આઇઆઇઆઇટી સંસ્થાઓની અધિસૂચના અંતર્ગત સામેલ કરવાની બાકી છે.

 

ભારત સરકારે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનાં ક્ષેત્રમાં દેશના પડકારોનું સમાધાન કરવા માટે જ્ઞાન કે માહિતી પ્રદાન કરવાના ઉદ્દેશ સાથે ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી ધારા, 2014 અને ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ (સરકારી ખાનગી ભાગીદારી) ધારા, 2017 નામની બે વિશિષ્ટ પહેલ હાથ ધરી છે.

 

SD/GP/DS



(Release ID: 1602030) Visitor Counter : 237