મંત્રીમંડળ

મંત્રીમંડળે બાળપણનાં ક્ષેત્રમાં દ્વિપક્ષીય સાથસહકાર વધારવા ભારત અને બ્રાઝિલ વચ્ચે થયેલા સમજૂતી કરારને મંજૂરી આપી

Posted On: 22 JAN 2020 3:33PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠકમાં બ્રાઝિલના નાગરિકતા મંત્રાલય અને ભારતનાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય વચ્ચે બાળપણમાં સારસંભાળનાં ક્ષેત્રમાં દ્વિપક્ષીય સાથસહકાર વધારવા અને સંબંધોને ગાઢ બનાવવા માટે સમજૂતી કરાર (એમઓયુ)ને મંજૂરી આપી હતી.

લાભ

આ એમઓયુથી બંને દેશો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો ગાઢ બનશે તથા બાળપણમાં સારસંભાળ સાથે સંકળાયેલા વિવિધ મુદ્દાઓ પર દ્વિપક્ષીય સાથસહકાર વધશે. બંને દેશોને બાળપણની સારસંભાળનાં ક્ષેત્રમાં સંબંધિત દેશોની શ્રેષ્ઠ પદ્ધતિઓનું આદાન-પ્રદાન કરવાનો લાભ થશે.

 

NP/RP/DS


(Release ID: 1600148) Visitor Counter : 173