મંત્રીમંડળ

મંત્રીમંડળની બેઠકમાં ભારત અને ફ્રાન્સ વચ્ચે સ્થળાંતર અને ગતિશીલતા ભાગીદારી કરારને મંજૂરી

Posted On: 08 JAN 2020 3:13PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે ભારત અને ફ્રાન્સ વચ્ચે સ્થળાંતર અને ગતિશીલતા ભાગીદારી કરારના સુધારાને મંજૂરી આપી દીધી છે. ફ્રાંસના રાષ્ટ્રપતિની ભારતની મુલાકાત દરમિયાન માર્ચ, 2018 માં આ કરાર પર હસ્તાક્ષર થયા હતા.

આ કરાર, લોકોથી લોકોના સંપર્કો વધારવા, વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો, સંશોધકો અને કુશળ વ્યાવસાયિકોની ગતિશીલતા અને બંને પક્ષો વચ્ચે અનિયમિત સ્થળાંતર અને માનવ તસ્કરીને લગતા મુદ્દાઓ પર સહકારને મજબૂત બનાવવાના મુખ્ય લક્ષ્યાંકને રજૂ કરે છે. આ કરાર ફ્રાન્સ સાથે ભારતના ઝડપથી વિસ્તરતા બહુપક્ષીય સંબંધોનો સાક્ષી બનશે અને બંને પક્ષો વચ્ચે વધતા વિશ્વાસનું પ્રતીક છે.

આ કરાર શરૂઆતમાં સાત વર્ષના સમયગાળા માટે માન્ય છે , આ કરાર સંયુક્ત કાર્યકારી જૂથ દ્વારા સ્વચાલિત નવીકરણ માટેની જોગવાઈ અને દેખરેખ પદ્ધતિનો સમાવેશ કરે છે.

 

NP/BT/GP/DS



(Release ID: 1598738) Visitor Counter : 135