મંત્રીમંડળ
મંત્રીમંડળે જાહેર ક્ષેત્રની બેંકોને નાણાકીય રીતે સક્ષમ એનબીએફસી/એચએફસી પાસેથી ઊંચુ રેટીંગ ધરાવતી પુલ્ડ એસેટ્સ ખરીદવા ‘આંશિક ક્રેડિટ ગેરંટી યોજના’ને મંજૂરી આપી
Posted On:
11 DEC 2019 6:15PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે નીચે દર્શાવેલી બાબતોને મંજૂરી આપી હતી:
- ભારત સરકાર જાહેર ક્ષેત્રની બેંકોને નાણાકીય રીત સક્ષમ નૉન બેંકીંગ ફાયનાન્સ કંપનીઓ/હાઉસિંગ ફાયનાન્સ કંપનીઓ પાસેથી ઊંચુ રેટીંગ ધરાવતી પુલ્ડ એસેટ્સ ખરીદવા માટે "આંશિક ક્રેડિટ ગેરંટી યોજના" ઓફર કરશે. નાણા મંત્રાલય સાથે થયેલી સહમતી મુજબ આ યોજના હેઠળ ખરીદવામાં આવેલી એસેટ્સની એકંદર ગેરંટીની રકમ એસેટ્સના વાજબી મૂલ્યના 10 ટકાની પ્રથમ ખોટ અથવા તો રૂ. 10,000 કરોડ બંનેમાંથી જે ઓછી રકમ હોય તેટલી રકમ જેટલી મર્યાદિત રહેશે. આ યોજના હેઠળ એવી એનબીએફસી/એચએફસીને આવરી લેવામાં આવશે, જે તા.18-2018 પૂર્વેના એક વર્ષના ગાળામાં SMA-0 કેટેગરીમાં સરકી ગઈ હોય અને એસેટ પૂલ્સનો દરજ્જો "BBB+" અથવા તેથી વધુ હોય. તેમને "આંશિક ક્રેડિટ ગેરંટી યોજના" ઓફર કરવામાં આવશે.
- ભારત સરકાર તરફથી જે વન ટાઈમ આંશિક ક્રેડિટ ગેરંટી ઓફર કરવામાં આવી છે, તે તા. 30 જૂન, 2020 સુધી અથવા તો બેંકો દ્વારા રૂ. 1,00,000 કરોડની અસ્કયામતો ખરીદી લેવામાં આવે ત્યાં સુધી, એટલે કે બંનેમાંથી જે વહેલુ હોય ત્યાં સુધી ખૂલ્લી રહેશે. થયેલી પ્રગતિને ધ્યાનમાં લઈને આ યોજનાની માન્યતા ત્રણ માસ સુધી લંબાવવા માટે નાણાં મંત્રીને સત્તા આપવામાં આવી છે.
મહત્વની અસર :
સરકારનો સૂચિત ગેરંટી સપોર્ટ અને તેને પરિણામે પુલમાથી ખરીદીને કારણે એનબીએફસી/એચએફસીને કામચલાઉ પ્રવાહિતા પ્રાપ્ત થશે અથવા રોકડ પ્રવાહમાં અસમાનતાનો મુદ્દા હલ થશે અને તે ક્રેડિટ નિર્માણનું તથા નાણા લેનારને છેલ્લે સુધી ધિરાણ આપવાનું કામ ચાલુ રાખી શકશે અને એ મારફતે આર્થિક વૃદ્ધિને વેગ મળશે.
પૂર્વભૂમિકા :
ભારત સરકારના નાણાકીય વર્ષ 2919-20ના અંદાજપત્રમાં જાહેરાત કરવામાં આવી હતી કે ...
"ઊંચુ રેટીંગ ધરાવતી પુલ્ડ એસેટસ ખરીદવા માટે નાણાકીય દૃષ્ટિએ સક્ષમ નૉન બેંકીંગ ફાયનાન્સ કંપનીઓને ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કુલ રૂ. 1 લાખ કરોડની રકમ આપવામાં આવશે. સરકાર જાહેરક્ષેત્રની બેંકોને તેમની 10 ટકા સુધીની પ્રથમ ખોટ માટે 6 માસની વન ટાઈમ ગેરંટી આંશિક ધોરણે પૂરી પાડશે."
અંદાજપત્રમાં કરવામાં આવેલી ઉપર દર્શાવેલી મુજબની જાહેરાતને અનુસરીને તા. 10-8-2019ના રોજ (તા.23-9-2019ના રોજ કરાયેલા સુધારા મુજબ) નૉન બેંકીંગ ફાયનાન્સ કંપનીઓ/હાઉસિંગ ફાયનાન્સ કંપનીઓ પાસેથી અસ્કયામતોની ખરીદી કરવા માટે જાહેરક્ષેત્રની બેંકોને એક યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. એ માટે વાજબી મૂલ્યના 10 ટકા જેટલી અથવા તો રૂ. 1 લાખ કરોડ બંનેમાંથી જે ઓછુ હોય તેટલી મર્યાદા રાખવામાં આવી હતી. આ વિન્ડો યોજના જાહેર કરવામાં આવી તેના 6 માસ સુધી અથવા તો બેંકો દ્વારા રૂ. 1 લાખ કરોડની અસ્કયામતો ખરીદી લેવાય તે તારીખ સુધી અથવા તો બંનેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી ખોલવામાં આવી હતી.
વિવિધ લાભાર્થીઓ પાસેથી મળેલાં સૂચનો અને અને તેમની સાથે થયેલી ચર્ચા મુજબ એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે આ યોજનામાં નીચે મુજબના સુધારા કરવા માટે કેબિનેટની મંજૂરી મેળવવામાં આવે:
(અ) એનબીએફસી/એમએફસી કે જે તા. 1- 8 -2018 પૂર્વેના એક વર્ષના ગાળામ દરમિયાન SMA-0 કેટેગરીથી નીચે ઉતરી ગઈ હોય (એટલે કે આઈએલ એન્ડ એફએસની કટોકટી પહેલાં) અને SMA-I અને SMA-2 કેટેગરી દર્શાવી હોય તે નૉન બેંકીંગ ફાયનાન્સ કંપનીઓ/હાઉસિંગ ફાયનાન્સ કંપનીઓને જાહેર ક્ષેત્રની બેંકો પાસેથી ઉપર દર્શાવેલા સમય ગાળા દરમિયાન પુલ કરાયેલી અસ્કયામતો ખરીદવા માટે લાયક ગણવામાં આવશે અને તે તે આ યોજના હેઠળ લાયક ઠરશે નહીં.
(બ) દર્શાવેલો એસેટ પૂલ કે જે જાહેરક્ષેત્રની બેંકો પાસેથી હયાત "AA" થી "BBB+" રેટીંગથી ખરીદવામાં આવી હશે તેનું લઘુત્તમ રેટીંગ સુધારવામાં આવશે.
(ક) આ યોજનાને તા. 30.6.2020 સુધીમાં અસરકારક બનાવવા માટે નાણામંત્રીને આ યોજનામાં થયેલી પ્રગતિને ધ્યાનમાં રાખીને વધુ ત્રણ માસ માટે લંબાવવાની સત્તા આપવામાં આવી છે.
આ યોજના જાહેરક્ષેત્રની બેંકોને એ હેતુ ધ્યાનમાં રાખીને ઓફર કરવામાં આવી હતી કે તે સરકારનો આ યોજના હેઠળ ગેરંટી સપોર્ટ ધરાવતી એસેટસ ખરીદી શકે અને કામચલાઉ ધોરણે પ્રવાહિતા/રોકડ પ્રવાહની અસમાનતાનો મુદ્દો હલ કરી શકે. આવુ ના થાય તો નૉન-બેંકીંગ ફાયનાન્સ કંપનીઓ/હાઉસિંગ ફાયનાન્સ કંપનીઓએ તેમણે કરેલા વાયદાનું પાલન કરવા માટે અસ્કયામતો દબાણ હેઠળ વેચવાનું પગલું ભરવું પડ્યું હોત. આ નિર્ણયથી સંબંધિત નૉન-બેંકીંગ ફાયનાન્સ કંપનીઓ/હાઉસિંગ ફાયનાન્સ કંપનીઓ અર્થતંત્રની ધિરાણ માગ સંતોષી શકશે અને દેશની નાણાં વ્યવસ્થાને પણ વિપરીત અસર સામે સુરક્ષા આપી શકશે. આ પ્રકારની સ્થિતિમાં નૉન-બેંકીંગ ફાયનાન્સ કંપનીઓ/હાઉસિંગ ફાયનાન્સ કંપનીઓ નિષ્ફળ જવાની સ્થિતિ પણ નિવારી શકાશે.
DS/RP
(Release ID: 1596075)
Visitor Counter : 297