મંત્રીમંડળ

મંત્રીમંડળે એનએચએઆઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ સ્થાપિત કરવાની અને નેશનલ હાઇવે પ્રોજેક્ટ્સને મોનેટાઇઝ કરવાની મંજૂરી આપી

Posted On: 11 DEC 2019 6:11PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ સત્તામંડળ (એનએચએઆઈ) ને સેબીએ જાહેર કરેલી આઇએનવીઆઇટી માર્ગદર્શિકા મુજબ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ(સ) (આઇએનવીઆઇટી) સ્થાપિત કરવાની સત્તા આપવાની દરખાસ્તને મંજૂરી આપી છે.

અસર:

આઇએનવીઆઇટી રોકાણકારોને વધારે અનુકૂળતા આપવા માટેનાં માધ્યમ તરીકે કામ કરે છે અને નીચેની તકો ઊભી કરશે એવી અપેક્ષા છેઃ

  • વિશેષ ઓ એન્ડ એમ કન્સેશનરીઝનું જનરેશન.
  • ભારતીય હાઇવે માર્કેટમાં પેશન્ટ કેપિટલ (20થી 30 વર્ષ માટે) ને આકર્ષવી, કારણ કે આ રોકાણકારો નિર્માણનું જોખમ ખેડતા નથી અને લાંબા ગાળે સ્થિર વળતર આપતી મિલકતોમાં રોકાણ કરવામાં રસ ધરાવે છે.
  • રિટેલ સ્થાનિક બચત અને વિશેષ સંસ્થાઓ (જેમ કે મ્યુચ્યુઅલ ફંડો, પીએફઆરડીએ વગેરે)નાં ભંડોળનું રોકાણ આઇએનવીઆઇટી મારફતે માળખાગત ક્ષેત્રમાં કરશે.

પૃષ્ઠભૂમિ:

માર્ગો અને રાજમાર્ગો અર્થતંત્રની જીવનરેખા છે, જે અંતરિયાળ અને દૂરદરાજનાં વિસ્તારોને જોડે છે તથા પ્રાદેશિક અને અખિલ ભારતીય ધોરણે અસરકારક પરિવહનને સુનિશ્ચિત કરે છે. રાષ્ટ્રીય રાજમાર્ગોનો વિકાસ પ્રદેશનાં સંપૂર્ણ આર્થિક વિકાસને વધારવા અને વેપારને સુવિધા આપવાની દ્રષ્ટિએ બહુસ્તરીય અસર ધરાવે છે.

ઓક્ટોબર, 2017માં ભારત સરકારે ભારતમાલા પરિયોજના શરૂ કરી હતી, જે કુલ રૂ. 5,35,000 કરોડનાં કુલ રોકાણ સાથે 24,800 કિલોમીટરના વિકાસ માટે ભારત સરકારના મહત્ત્વાકાંક્ષી રાજમાર્ગ વિકાસ કાર્યક્રમ છે.

ભારતમાલા પ્રોગ્રામનાં વ્યાપને ધ્યાનમાં રાખીને એનએચએઆઈને સૂચિત સમયરેખામાં પૂર્ણ કરવા માટે પર્યાપ્ત ભંડોળની જરૂર પડશે. આ કવાયતનાં ભાગરૂપે કામ કરી શકે એવો વિકલ્પ રાષ્ટ્રીય રાજમાર્ગની મિલકતોનું સંપૂર્ણ મોનેટાઇઝેશન કરવાનો છે, જેથી એનું મૂલ્ય મળે અને રાષ્ટ્રીય રાજમાર્ગોનાં નિર્માણમાં રોકાણ કરવા ખાનગી કંપનીઓને આકર્ષક યોજનાઓ ઓફર થશે.

અમલીકરણઃ

નવા ધિરાણનાં માધ્યમોનો ઉપયોગ કરવો એનએચએઆઈ જેવી સંસ્થાઓ માટે જરૂરી બની ગયો છે, જે ભંડોળ મેળવવા માટે હાલ મર્યાદિત સ્ત્રોતો ધરાવે છે. તત્કાલિન નાણાં મંત્રીએ વર્ષ 2018-19નાં વર્ષ માટે એમના બજેટ ભાષણમાં કહ્યું હતું કે, એનએચએઆઈ સ્પેશ્યલ પર્પઝ વ્હિકલ્સમાં એની રોડ મિલકતોને સંગઠિત કરવા અને ટોલ, ઓપરેટ અને ટ્રાન્સફર મોડલ તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (આઇએનવીઆઇટી) જેવા માળખાને નવીન રીતે મોનેટાઇઝ કરવા માટે ઉપયોગ કરવા વિચારણા કરી શકે છે.

જાણકારી અને અનુભવને આધારે એનએચએઆઈ  મૂડીબજારો દ્વારા વધારાનાં સ્ત્રોતો ઊભી કરવાનાં ઉદ્દેશ સાથે પૂર્ણ થયેલા અને કાર્યરત થયેલા રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રોજેક્ટ્સને મોનેટાઇઝ કરવા આઇએનવીઆઇટી સ્થાપિત કરવા પર સક્રિયપણે કાર્યરત છે.

એનએચએઆઈનાં આઇએનવીઆઇટી એક ટ્રસ્ટ હશે, જેની સ્થાપના એનએચએઆઈ દ્વારા ભારતીય ટ્રસ્ટ ધારા, 1882 અને સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ) રેગ્યુલેશન્સ, 2014 હેઠળ થશે. આઇએનવીઆઇટી ટ્રસ્ટની રચના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ (નાણાં મંત્રાલય દ્વારા પરિભાષિત કર્યા મુજબ)માં મુખ્યત્વે રોકાણનાં ઉદ્દેશ સાથે થશે. આઇએનવીઆઇટી એસપીવી કે હોલ્ડિંગ મારફતે કે પ્રત્યક્ષ રીતે એસેટમાં હોલ્ડિંગ ધરાવી શકે છે.

 

RP/DS



(Release ID: 1596018) Visitor Counter : 157