મંત્રીમંડળ
મંત્રીમંડળે વિમાન (સંશોધન) વિધેયક, 2019ને સંસદમાં રજૂ કરવા માટે મંજૂરી આપી
Posted On:
11 DEC 2019 6:08PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે વિમાન (સંશોધન) વિધેયક, 2019ને પ્રસ્તુત કરવાની મંજૂરી આપી હતી. આ વિધેયક પ્રસ્તુત કરવાનો ઉદ્દેશ વિમાન કાયદા, 1934 (વર્ષ 1934નો બાવીસમો)માં સુધારા-વધારા કરવાનો છે. આ વિધેયક હવે સંસદમાં પ્રસ્તુત થશે.
આ વિધેયક દંડની હાલની મહત્તમ મર્યાદા રૂ. 10 લાખથી વધારીને રૂ. એક કરોડ કરવાની જોગવાઈ ધરાવે છે. એમાં એર નેવિગેશનનાં તમામ ક્ષેત્રોનાં નિયમન સહિત હાલનાં કાયદાનું કાર્યક્ષેત્ર વધારવાનો અવકાશ પણ છે.
આ સુધારા-વધારા આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન (આઇસીએઓ)ની જરૂરિયાતો પૂરી કરશે. આ ભારતમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં ત્રણ નિયમનકારી સંસ્થાઓ – ડાયરેક્ટર જનરલ ઑફ સિવિલ એવિએશન (ડીજીસીએ), બ્યૂરો ઓફ સિવિલ એવિએશન સીક્યોરિટી (બીસીએએસ) અને એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (એએઆઇબી)ને વધારે અસરકારક બનાવશે, જે દેશમાં વિમાનની સલામતી અને સુરક્ષા સાથે સંબંધિત કામગીરીનું સ્તર વધારવા મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
DS/RP
(Release ID: 1596008)
Visitor Counter : 164