મંત્રીમંડળ

મંત્રીમંડળે રિસાઇકલિંગ ઑફ શિપ્સ બિલ 2019 અધિનિયમના પ્રસ્તાવ તેમજ સલામત અને પર્યાવરણને અનુકૂળ જહાજોના રિસાઇકલિંગ માટે હોંગકોંગ આંતરરાષ્ટ્રીય કન્વેન્શનમાં પ્રવેશ, 2009ને મંજૂરી આપી

Posted On: 20 NOV 2019 10:38PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ મંત્રીમંડળે રિસાઇકલિંગ ઑફ શિપ્સ બિલ, 2019 અધિનિયમના પ્રસ્તાવ તેમજ સલામત અને પર્યાવરણને અનુકૂળ જહાજોના રિસાઇકલિંગ માટે હોંગકોંગ આંતરરાષ્ટ્રીય કન્વેન્શનમાં પ્રવેશ, 2009ને મંજૂરી આપી.

લાભો:

  • સૂચિત બિલ જોખમી સામગ્રીના ઉપયોગ અથવા ઇન્સ્ટોલેશનને નિયંત્રિત કરે છે અને પ્રતિબંધિત કરે છે, જે જહાજ રિસાઇકલિંગ માટે છે કે નહીં તે બાબતને ધ્યાનમાં લીધા વગર લાગુ પડે છે. નવા જહાજો માટે, જોખમી સામગ્રીના ઉપયોગ પર આવું નિયંત્રણ અથવા પ્રતિબંધ તાત્કાલિક, એટલે કે કાયદો અમલમાં આવે તે તારીખથી લાગુ પડશે, જ્યારે હાલના જહાજોને આ બાબતનું પાલન કરવા માટે પાંચ વર્ષનો સમયગાળો રહેશે. જોખમી સામગ્રીના ઉપયોગ પર નિયંત્રણ અથવા પ્રતિબંધ સરકાર દ્વારા સંચાલિત યુદ્ધ જહાજો અને બિન-વ્યવસાયિક જહાજો પર લાગુ કરવામાં આવશે નહીં. જહાજોમાં ઉપયોગમાં લેવામાં આવતી જોખમી સામગ્રીના જથ્થાનું સર્વેક્ષણ કરવામાં આવશે અને તેને પ્રમાણિત કરવામાં આવશે.
  • આ બિલ હેઠળ જહાજના રિસાઇકલિંગનું કામ કરતી સુવિધાઓને અધિકૃત કરવાની જરૂર છે અને જહાજોને ફક્ત આવી અધિકૃત જહાજ રિસાઇકલિંગ સુવિધાઓમાં જ રિસાઇકલ કરવામાં આવશે.
  • આ બિલ એવું પણજણાવે છે કે,જહાજનું રિસાઇકલિંગ જહાજ-વિશિષ્ટ રિસાઇકલિંગ પ્લાન અનુસાર કરવામાં આવશે. ભારતમાં રિસાઇકલ કરવા માટેના જહાજોને HKC અનુસાર રિસાઇકલિંગ માટે તૈયાર હોવાનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે.

મુખ્ય વિશેષતાઓ:

  • ભારત સરકારે કેટલાક આંતરરાષ્ટ્રીય ધોરણો નક્કી કરીને અને આવા ધોરણોના અમલીકરણ માટે બંધારણીય તંત્રપ્રણાલી લાવીને જહાજોના રિસાઇકલિંગના નિયમન માટે, રિસાઇકલિંગ ઑફ શિપ્સ બિલ, 2019 નામનો અધિનિયમ બનાવવાનો નિર્ણય લીધો છે.
  • સલામત અને પર્યાવરણને અનુકૂળ જહાજોના રિસાઇકલિંગ માટે હોંગકોંગ આંતરરાષ્ટ્રીય કન્વેન્શનમાં પ્રવેશ, 2009નો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.
  • સલામત અને પર્યાવરણને અનુકૂળ જહાજોના રિસાઇકલિંગ માટે હોંગકોંગ આંતરરાષ્ટ્રીય કન્વેન્શનમાં પ્રવેશ, 2009 જ્યારે અમલમાં આવશે ત્યારે, તેની જોગવાઇઓને રિસાઇકલિંગ ઑફ શિપ્સ બિલ 2019ની જોગવાઇઓ અંતર્ગત અમલમાં મુકવામાં આવશે અને તે હેઠળ નિયમો તેમજ નિયમનો ઘડવામાં આવશે.

પૃષ્ઠભૂમિ:

  • વૈશ્વિક જહાજ રિસાઇકલિંગ ઉદ્યોગમાં ભારત અગ્રેસર છે અને બજારના 30%થી વધુ હિસ્સો ધરાવે છે. દરિયાઇ પરિવહન, 2018ની સમીક્ષા પર UNCTADના અહેવાલ મુજબ, ભારતે વર્ષ 2017માં દુનિયાભરમાંથી જાણીતા જહાજોના 6323 ટન ભંગારને તોડી પાડ્યો હતો.
  • જહાજના રિસાઇકલિંગનો ઉદ્યોગ ખૂબ જ પરિશ્રમ પૂર્ણ ક્ષેત્ર છે, પરંતુ તે પર્યાવરણીય સલામતી અંગેની ચિંતાઓ બાબતે સંવેદનશીલ છે.

 

RP/DS



(Release ID: 1592605) Visitor Counter : 216