પ્રધાનમંત્રીનું કાર્યાલય

સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભાનાં 74માં સત્રનાં દરમિયાન પ્રધાનમંત્રીએ સાયપ્રસના રાષ્ટ્રપતિ સાથે બેઠક યોજી

प्रविष्टि तिथि: 26 SEP 2019 11:10PM by PIB Ahmedabad

UNGA 74નાં ઉચ્ચ સ્તરીય બેઠકનાં કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ પ્રજાસત્તાક સાયપ્રસના રાષ્ટ્રપતિ શ્રી નિકોસ અનાસ્તાસિદસ સાથે મુલાકાત કરી હતી.

બન્ને નેતાઓએ સપ્ટેમ્બર, 2018માં ભારતના માનનીય રાષ્ટ્રપતિની સાયપ્રસ ખાતે સત્તાવાર મુલાકાત અનુસાર દ્વિપક્ષીય સંબંધોની વ્યાપક આયામમાં ચર્ચા કરી હતી.

2018-19માં દ્વિપક્ષીય વેપાર 464 મિલિયન ડોલર હતો. બન્ને નેતાઓએ બન્ને અર્થતંત્રોની નોંધપાત્ર  ક્ષમતાઓ અને તાકાતને નજર સમક્ષ રાખીને દ્વિપક્ષીય વેપાર અને રોકાણ વધારવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો.

NSGની વિસ્તૃત સુરક્ષા પરિષદ અને આંતરરાષ્ટ્રીય સ્તરે UNSCના કાયમી સભ્યપદ માટે ભારતની ઉમેદવારીને સમર્થન કરવા બદલ પ્રધાનમંત્રીએ સાઇપ્રસની સરકારનો આભાર માન્યો હતો. તેમણે પ્રજાસત્તાક સાઇપ્રસની સ્વતંત્રતા, સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતા અને એકતાને ભારતના સાતત્યપૂર્ણ સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો.

તેમણે આંતરરાષ્ટ્રીય ત્રાસવાદના મુદ્દા સહિત પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરી હતી.

 

NP/J.Khunt/GP/RP


(रिलीज़ आईडी: 1586457) आगंतुक पटल : 184
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , Tamil , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Punjabi , Telugu , Kannada