પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ બ્લૂમબર્ગ ગ્લોબલ બિઝનેસ ફોરમમાં મુખ્ય સંબોધન કર્યું
Posted On:
25 SEP 2019 8:03PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ન્યૂયોર્કમાં આજે બ્લૂમબર્ગ ગ્લોબલ બિઝનેસ ફોરમમાં મુખ્ય સંબોધન કર્યું હતું.
આ પ્રતિષ્ઠિત ફોરમને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ આ તકનો ઉપયોગ ભારતની વિકાસગાથાની ભવિષ્યની દિશા વિશે વાત કરવા માટે કરશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતની વિકાસગાથા ચાર સ્તંભ પર નિર્મિત છે – Democracy (લોકશાહી), Demography (જનસંખ્યા), Demand (માગ) and Decisiveness (નિર્ણાયકતા).
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, દેશમાં રાજકીય સ્થિરતાથી ભારતીય અર્થતંત્રને લાભ થયો છે.
પ્રધાનમંત્રીએ સરકારે પ્રસ્તુત કરેલા સફળ સુધારાઓને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રાપ્ત માન્યતાને પણ રજૂ કરી છે. આ સંદર્ભમાં તેમણે લોજિસ્ટિક પર્ફોર્મન્સ ઇન્ડેક્સમાં દસ ક્રમાંકની હરણફાળનો, ગ્લોબલ કોમ્પિટિટિવ ઇન્ડેક્સમાં 13 પોઇન્ટની હરણફાળ, ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ચોવીસ ક્રમની આગેકૂચ તેમજ વિશ્વ બેંક દ્વારા થતાં ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ ક્રમાંકમાં 65 સ્થાનની પ્રગતિનો ઉલ્લેખ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ બ્લૂમબર્ગ નેશનલ બ્રાન્ડ ટ્રેકર 2018 સર્વે વિશે પણ વાત કરી હતી, જેમાં તાજેતરમાં ભારતને આંતરરાષ્ટ્રીય રોકાણને આકર્ષતાં ‘ટોપ પર્ફોર્મિંગ એશિયન ઇકોનોમી’ તરીકે સ્થાન મળ્યું હતું. આ અહેવાલમાં 10 માપદંડોમાંથી 7 માપદંડોમાં ભારતે ટોચનું સ્થાન મેળવ્યું છે. આ માપદંડોમાં રાજકીય સ્થિરતા, ચલણની સ્થિરતા, ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદનો, ભ્રષ્ટાચારનો વિરોધ, ઓછા ખર્ચે ઉત્પાદન, વ્યૂહાત્મક સ્થાન અને આઇપીઆર માટે સન્માન સામેલ છે.
ટેકનોલોજી અને ઇનોવેશન મોરચે પ્રધાનમંત્રીએ ભારતમાં રોકાણ કરવા માટે ગ્લોબલ બિઝનેસ સમુદાયને આમંત્રણ આપ્યું હતું અને જણાવ્યું હતું કે, તેમની ટેકનોલોજી અને ભારતની પ્રતિભા સંયુક્તપણે દુનિયામાં પરિવર્તનનો પવન ફૂંકી શકે છે, ભારતની કુશળતા સાથે તેમનો માપદંડ સંયુક્તપણે વૈશ્વિક આર્થિક વૃદ્ધિને વેગ આપી શકે છે.
પ્રધાનમંત્રીનાં મુખ્ય સંબોધન પછી બ્લૂમબર્ગનાં સ્થાપક શ્રી માઇકલ બ્લૂમબર્ગ સાથે વાર્તાલાપ સત્રનું આયોજન થયું હતું.
DK/NP/J.Khunt/GP/RP
(Release ID: 1586219)
Visitor Counter : 153
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam