મંત્રીમંડળ

મંત્રીમંડળે રાષ્ટ્રીય ચિકિત્સા આયોગ બિલ 2019માં સુધારા/પરિવર્તનને મંજૂરી આપી

Posted On: 28 AUG 2019 7:40PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય ચિકિત્સા આયોગ બિલ, 2019માં સુધારા/પરિવર્તનને મંજૂરી આપી દીધી છે. બિલના મૂળ સ્વરૂપને 17 જુલાઈ, 2019ના રોજ મંત્રીમંડળે મંજૂરી આપી હતી અને સંસદના બંને સદનોએ ક્રમશઃ 29 જુલાઈ, 2019 અને 01 ઓગસ્ટ, 2019ના રોજ અધિકૃત સુધારા સાથે તેને પસાર કરી નાખ્યું હતુ.

મંત્રીમંડળ દ્વારા 17 જુલાઈ, 2019ના રોજ મંજૂર કરવામાં આવેલ રાષ્ટ્રીય ચિકિત્સા આયોગ બિલ, 2019ના મૂળ સ્વરૂપને સંસદમાં નિમ્નલિખિત પરિવર્તનો સાથે પસાર કરવામાં આવ્યું અને મંત્રીમંડળને આ પરિવર્તનો અંગે જાણ કરવામાં આવી છે.

  1. કલમ 4 (1) (સી) – 14 સભ્યોને બદલે 22 અંશકાલીન સભ્યો
  2. કલમ 4 (4) (બી) – 6 સભ્યોના બદલે 10 સભ્યો
  3. કલમ 4 (4) (સી) – 5 સભ્યોના બદલે 9 સભ્યો
  4. કલમ 37 (2)– ‘શિક્ષણના ઉદ્દેશ્યો માટે પણ’ અંતમાં ઉમેરવામાં આવ્યું.

 

RP



(Release ID: 1583346) Visitor Counter : 136