મંત્રીમંડળ

મંત્રીમંડળે સરકારી ક્ષેત્રની ફાર્માસ્યુટિકલ કંપનીઓનાં સંબંધમાં 28.12.2016નાં રોજ મંત્રીમંડળનાં નિર્ણયનો અમલ કરવા અને તેમાં સુધારા કરવા મંજૂરી આપી

Posted On: 17 JUL 2019 4:19PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે નીચેનાં નિર્ણયોને મંજૂરી આપી હતીઃ

  1. સરકારી ક્ષેત્રનાં સાહસોની જમીનનું વેચાણ સરકારી સંસ્થાઓને કરવાનો અગાઉનો તારીખ 28.12.2016નો નિર્ણય સુધારવો અને એનાં બદલે 14.06.2018નાં રોજ ડીપીઈની સંશોધિત માર્ગદર્શિકા મુજબ જમીનનું વેચાણ કરવાની મંજૂરી આપવી અને
  2. નીચે મુજબ કર્મચારીઓની નાણાકીય જવાબદારી (ન ચૂકવાયેલો પગાર – રૂ. 158.35 કરોડ + વીઆરએસ રૂ. 172 કરોડ) માટે રૂ. 330.35 કરોડની લોન સ્વરૂપે અંદાજપત્રીય ટેકો પ્રદાન કરવોઃ
  1. આઇડીપીએલ - રૂ. 6.50 કરોડ
  2. આરડીપીએલ - રૂ. 43.70 કરોડ
  3. એચએએલ - રૂ. 280.15 કરોડ

iii. ચાર સરકારી ક્ષેત્રનાં સાહસોની જમીનનાં વેચાણની પ્રક્રિયા પૂર્ણ કરવા કે વ્યૂહાત્મક વેચાણ સાથે સંબંધિત તમામ નિર્ણયો લેવા માટે મંત્રીઓની સમિતિની રચના કરવી, જેમાં અસ્કયામતો અને બાકી નીકળતી તમામ જવાબદારીઓ સામેલ છે.

મુખ્ય અસર:

a. રૂ. 330.35 કરોડનાં અંદાજપત્રીય ટેકાથી ન ચુકવાયેલો પગાર ચૂકવવામાં મદદ મળશે તથા આઇડીપીએલ, આરડીપીએલ અને એચએએલનાં કર્મચારીઓને વીઆરએસ (સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના) માટે જરૂરી સહાય મળશે. આ નિર્ણયથી આ સરકારી ક્ષેત્રોનાં સાહસોનાં 1000થી વધારે કર્મચારીઓની સમસ્યાઓ હળવી થશે તેમજ

b. મંત્રીમંડળે તા. 28.12.2016નાં રોજ આઇડીપીએલ અને આરડીપીએલને બંધ કરવા માટે લીધેલા નિર્ણયનો અમલ કરવાની પ્રક્રિયા ઝડપથી આગળ ધપાવવામાં મદદ મળશે તેમજ એચએએલ અને બીસીપીએલનું વ્યૂહાત્મક વેચાણ કરવા માટે મંત્રીઓની સમિતિની રચના થશે.

પૃષ્ઠભૂમિ:

મંત્રીમંડળે 28.12.2016નાં રોજ હિંદુસ્તાન એન્ટિબાયોટિક્સ લિમિટેડ (એચએએલ), ઇન્ડિયન ડ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (આઇડીપીએલ), રાજસ્થાન ડ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (આરડીપીએલ) તથા બેંગાલ કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (બીસીપીએલ)ની વધારાની જમીનનું વેચાણ સરકારી સંસ્થાઓને ખુલ્લાં સ્પર્ધાત્મક બિડિંગની પ્રક્રિયા મારફતે કરવાનો નિર્ણય લીધો હતો તેમજ વેચાણની પ્રક્રિયામાંથી પ્રાપ્ત થતી રકમમાંથી આ કંપનીઓની તમામ જવાબદારીઓ અદા કરવાની મંજૂરી આપી હતી. એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, આ જવાબદારીઓ પૂરી કર્યા પછી આઇડીપીએલ અને આરડીપીએલની કામગીરી બંધ કરવામાં આવશે તેમજ એચએએલ અને બીસીપીએલનું વ્યૂહાત્મક વેચાણ કરવામાં આવશે. વિભાગે વધારાની જમીનનું વેચાણ કરવા માટે પ્રયાસો કર્યા હતા. આ માટે એકથી વધારે વધારે ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં હતા, પણ ગ્રાહકો મેળવવામાં સફળતા મળી નહોતી. દરમિયાન જાહેર સાહસોનાં વિભાગ (ડીપીઇ)એ 14.06.2018નાં રોજ સરકારી ક્ષેત્રનાં સાહસોની જમીનનું વેચાણ કરવાનાં સંબંધમાં સંશોધિત માર્ગદર્શિકા બહાર પાડી હતી. વધારાની જમીનનું વેચાણ કરીને ભંડોળ ઊભું ન કરી શકાયુ હોવાથી સરકારી ક્ષેત્રનાં થોડા સાહસો (એચએએલ અને આરડીપીએલ)માં કર્મચારીઓનાં પગારની ચૂકવણી થઈ શકી નહોતી અને વીઆરએસ યોજના માટે પણ નાણાભંડોળ નહોતું. એટલે ડીપીઇની સંશોધિત માર્ગદર્શિકા મુજબ જમીનનું વેચાણ કરવાનો નિર્ણય લેવાયો હતો અને કર્મચારીઓની નાણાકીય જવાબદારી પૂર્ણ કરવા માટે આગોતરો અંદાજપત્રીય ટેકો માંગવામાં આવ્યો હતો.

 

DK/NP/J.Khunt/GP/RP



(Release ID: 1579165) Visitor Counter : 139