મંત્રીમંડળ

મંત્રીમંડળે જાહેર-ખાનગી ભાગીદારી દ્વારા એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનાં અમદાવાદ, લખનૌ અને મેંગાલુરુ એમ કુલ ત્રણ એરપોર્ટને ભાડાપટ્ટે આપવાની દરખાસ્તને મંજૂરી આપી

Posted On: 03 JUL 2019 4:39PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 03-07-2019

 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એએઆઈ)નાં અમદાવાદ, લખનૌ અને મેંગાલુરુ એમ ત્રણ એરપોર્ટને ભાડાપટ્ટે આપવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. આ ત્રણ એરપોર્ટ જાહેર-ખાનગી ભાગીદારી (પીપીપી)નાં ધોરણે સૌથી ઊંચી બિડ કરનાર મેસર્સ અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડને ભાડાપટ્ટે આપવામાં આવ્યાં છે, જેણે આ ત્રણેય એરપોર્ટનાં ઓપરેશન, મેનેજમેન્ટ અને ડેવલપમેન્ટ માટે 50 વર્ષનાં ભાડાપટ્ટાનાં ગાળા માટે બિડ ડોક્યુમેન્ટની શરતો અને નિયમો મુજબ સૌથી ઊંચી બિડ કરી હતી.

અસર:

આ પ્રોજેક્ટ્સથી સરકારી ક્ષેત્રમાં જરૂરી રોકાણ મળવા ઉપરાંત ડિલિવરી, કુશળતા, ઉદ્યોગસાહસિકતા અને વ્યાવસાયિકતામાં કાર્યદક્ષતા આવશે. એનાથી એએઆઈની આવકમાં પણ વધારો થશે, જે એએઆઈને ટિઅર 2 અને ટિઅર 3 શહેરોમાં વધારે રોકાણ કરવા તરફ દોરી શકે છે તથા આ ક્ષેત્રોમાં રોજગારીનું સર્જન કરવા અને સંબંધિત માળખાગત સુવિધાઓની દ્રષ્ટિએ આર્થિક વિકાસને વેગ મળશે.

 

DK/NP/GP



(Release ID: 1576891) Visitor Counter : 220