મંત્રીમંડળ

મંત્રીમંડળે અંતરિક્ષ વિભાગ અંતર્ગત એક નવી કંપની સ્થાપવા માટે મંજૂરી આપી

Posted On: 19 FEB 2019 9:26PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે અંતરિક્ષ વિભાગ (ડીઓએસ) અંતર્ગત એક નવી કંપનીની સ્થાપના કરવા માટે તેમની પૂર્વવર્તી મંજૂરી આપી દીધી છે. તેનો હેતુ ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થાન(ઈસરો)ના કેન્દ્રો અને ડીઓએસના સંલગ્ન એકમો દ્વારા હાથ ધરવામાં આવતા સંશોધન અને વિકાસના કાર્યોને વ્યવસાયિક બનાવવાનો છે.

 

મુખ્ય લાક્ષણિકતાઓ:

  1. ઉદ્યોગોને નાના ઉપગ્રહ ટેકનોલોજીનું હસ્તાંતરણ કે જ્યાં નવી કંપની ડીઓએસ/ઈસરો પાસેથી લાયસન્સ મેળવશે અને ઉદ્યોગોને પૂરક લાયસન્સ આપશે.
  2. ખાનગી ક્ષેત્ર સાથે સહયોગ કરીને નાના ઉપગ્રહ લોન્ચ વિહિકલ (એસએલવી)નું ઉત્પાદન;
  3. ઉદ્યોગો મારફતે પોલર એસએલવીનું ઉત્પાદન;
  4. પ્રક્ષેપણ અને એપ્લિકેશન સહિત અવકાશ આધારિત ઉત્પાદનો અને સેવાઓનું ઉત્પાદન અને માર્કેટિંગ;
  5. ઈસરોના કેન્દ્રો અને ડીઓએસના સંલગ્ન એકમો દ્વારા નિર્મિત ટેકનોલોજીનું હસ્તાંતરણ
  6. ભારત અને વિદેશ બંનેમાં કેટલીક સ્પીન ઑફ ટેકનોલોજી અને ઉત્પાદનોનું માર્કેટિંગ;
  7. અન્ય કોઇપણ વિષય કે જે ભારત સરકારને યોગ્ય લાગે તે.

 

RP



(Release ID: 1565574) Visitor Counter : 164