મંત્રીમંડળ

મંત્રીમંડળે પ્રધાનમંત્રી આવાસ યોજના– ગ્રામીણને માર્ચ, 2019થી આગળ યથાવત ચાલુ રાખવા માટે મંજૂરી આપી (PMAY-G Phase-II)

Posted On: 19 FEB 2019 9:04PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી આવાસ યોજના– ગ્રામીણ (પીએમએવાય-જી)ને માર્ચ 2019થી આગળ (પીએમએવાય-જી) ફેઝ-II સુધી નીચે મુજબ અમલીકૃત કરવા માટે મંજૂરી આપી દીધી છે:

  • 2022 સુધી પીએમએવાય-જી બીજા તબક્કા અંતર્ગત કુલ 1.95 કરોડ ઘરોનું નિર્માણ કરવાનો લક્ષ્યાંક
  • પ્રધાનમંત્રી આવાસ યોજના- ગ્રામીણ (પીએમએવાય-જી)ને બીજા તબક્કામાં વર્ષ 2019-20 સુધી પીએમએવાય-જીફેઝ-Iના વર્તમાન નિયમો અનુસારચાલુ રાખવી જેમાં 76,500 કરોડ રૂપિયાની નાણાકીય જોગવાઈ (કેન્દ્રીય હિસ્સો 48,195 કરોડ રૂપિયા અને રાજ્યનો હિસ્સો 28,305 કરોડ રૂપિયા) સાથે 60 લાખ ઘરોના નિર્માણનો લક્ષ્યાંક છે.
  • આગામી નાણા પંચ ચક્રમાં આ યોજનાને જરૂરી પ્રક્રિયા અનુસાર ત્રીજા પક્ષ દ્વારા યોજના/કાર્યક્રમની મુલવણી આધારિત યોગ્ય મંજૂરી અને સહમતી મળ્યા બાદ 2019-20થી પણ આગળ 2021-22 સુધી ચાલુ રાખવી.
  • અંતિમ આવાસ યાદીમાંથી યોગ્યતા ધરાવતા વધારાના પરિવારોને 1.95 કરોડ મકાનોની મહત્તમ મર્યાદા સાથે પીએમએવાય-જીની કાયમી પ્રતીક્ષા યાદી (પીડબ્લ્યુએલ)માં પ્રાથમિકતાના ધોરણે એવા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સમાવિષ્ટ કરવા કે જ્યાં પીડબ્લ્યુએલ ખર્ચાઈ ગયું હોય અને આ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને નાણા મંત્રાલય સાથે ચર્ચા કરીને ગ્રામીણ વિકાસ મંત્રીની મંજૂરી મેળવ્યા બાદ લક્ષ્યાંક ફાળવવો.
  • 2019-20 સુધી કાર્યક્રમ વ્યવસ્થાપન એકમ (પીએમયુ) અને રાષ્ટ્રીય તકનીકી સહયોગ એજન્સી (એનટીએસએ)ને યથાવત ચાલુ રાખવા
  • યોજનાનો માન્યતાનો સમયગાળો હોય ત્યાં સુધી ઈબીઆરના વર્તમાન વ્યવસ્થાતંત્રના માધ્યમથી વધારાની નાણાકીય જરૂરિયાતને ઉધાર લેવી.
  • કાર્યક્રમ ભંડોળના વહીવટી ખર્ચમાં 4 ટકાથી ઘટાડો કરીને 2 ટકા કરવો. વહીવટી ઘટક માટે ફાળવવામાં આવેલ 2 ટકા કાર્યક્રમ ભંડોળને વિભાજીત કરવામાં આવશે. કેન્દ્રીય સ્તર પર 0.30 ટકા કાર્યક્રમ ભંડોળ યથાવત રહેશે અને બાકીનું 1.70 ટકા કાર્યક્રમ ભંડોળ વહીવટી ભંડોળ તરીકે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ ફાળવવામાં આવશે.

લાભ:

બાકી રહી ગયેલા ગ્રામીણ પરિવારો કે જેઓ ઘરવિહોણા છે અને/અથવા જર્જરિત મકાનોમાં જીવી રહ્યા છે તેમને 1.95 કરોડ ઘરોની મહત્તમ મર્યાદા સાથે 2022 સુધીમાં પાકા મકાનો આપવામાં આવશે.

 

RP


(Release ID: 1565482) Visitor Counter : 892