મંત્રીમંડળ
મંત્રીમંડળે 1.1.2019થી કેન્દ્ર સરકારનાં કર્મચારીઓને ડીએ અને પેન્શનર્સને ડીઆરનો વધારાનો હપ્તો આપવા માટે મંજૂરી આપી
प्रविष्टि तिथि:
19 FEB 2019 9:22PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર સરકારનાં કર્મચારીઓને મોંઘવારી ભથ્થું (ડીએ) અને પેન્શનર્સને મોંઘવારી રાહત (ડીઆર)નાં વધારાનો હપ્તો આપવા માટે મંજૂરી આપી છે, જેનો અમલ 1.1.2019થી થશે. આ હાલનાં મૂળભૂત વેતન/પેન્શન પર 9 ટકાનાં દરથી 3 ટકા વધારે છે. એનો આશય મોંઘવારીને સરભર કરવાનો છે. આ વધારો સ્વીકૃત ફોર્મ્યુલાને અનુરૂપ છે, જે કેન્દ્રીય પગાર પંચ (સીપીસી)ની ભલામણો પર આધારિત છે. ડીએ અને ડીઆર એમ બંનેની સરકારી તિજોરી પર સંયુક્ત અસર અનુક્રમે દર વર્ષે રૂ. 9168.12 કરોડ અને નાણાકીય વર્ષ 2019-20માં રૂ. 10696.14 કરોડ (જાન્યુઆરી, 2019થી ફેબ્રુઆરી, 2020 સુધી 14 મહિનાનાં ગાળા માટે) થશે. આનો લાભ કેન્દ્ર સરકારનાં આશરે 48.41 લાખ કર્મચારીઓને અને 62.03 પેન્શનર્સને મળશે.
RP
(रिलीज़ आईडी: 1565372)
आगंतुक पटल : 239