મંત્રીમંડળ
મંત્રીમંડળે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનાં બીજા તબક્કા માટે મંજૂરી આપી
જેમા બે કોરિડોરનો સમાવેશ થાય છે, (1) મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર અને (2) જીએનએલયુથી ગિફ્ટ સિટી
પોસ્ટેડ ઓન:
19 FEB 2019 9:16PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નીચેની દરખાસ્તોને મંજૂરી આપી છેઃ
- અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનાં બીજા તબક્કાનો અમલ, જેમાં કુલ 28.254 કિલોમીટરની લંબાઈ ધરાવતા બે કોરિડોર સામેલ છે, 01) મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધીનો પ્રથમ કોરિડોર, જેની લંબાઈ 22.838 કિલોમીટર હશે અને 02) જીએનએલયુથી ગિફ્ટ સિટી સુધીનો બીજો કોરિડોર, જેની લંબાઈ 5.416 કિલોમીટર હશે. આ બંને કોરિડોરનાં નિર્માણનો કુલ અંદાજિત ખર્ચ રૂ. 5384.17 કરોડ છે.
- પ્રોજેક્ટ માટે સંસ્થાકીય ગોઠવણ અને કાયદાકીય માળખાગત કાર્ય.
- પ્રોજેક્ટની મંજૂરીઓની શરતો.
લાભ:
આ પ્રોજેક્ટનો અમલ અમદાવાદ અને ગાંધીનગર સુધી જાહેર પરિવહનની અતિ જરૂરી વધારાની માળખાગત સુવિધા પ્રદાન કરશે.
વિશિષ્ટ ખાસિયતો:
અમદાવાદ અને ગાંધીનગરમાં શહેરી પરિવહન વ્યવસ્થાને સરળ અને ઝડપી બનાવવી. હકીકતમાં આ બંને શહેરોમાં મોટાં પાયે વિકાસ થવાથી, ખાનગી વાહનોની સંખ્યામાં વધારો થવાથી અને શહેરમાં મોટાં પાયે નિર્માણ કામગીરી ચાલતી હોવાથી, પરિવહન માળખા પર દબાણ વધવાથી અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં વધારો થવાથી જાહેર પરિવહન માળખા પર ભારણ વધ્યું છે એટલે લોકોને સલામત, સુરક્ષિત અને સુવિધાજનક જાહેર પરિવહન પ્રદાન કરવું જરૂરી છે. પરંપરાગત શહેરી પરિવહનની સરખામણીમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ નૂતન અભિગમ છે. પ્રોજેક્ટમાં અસરકારક અને કાર્યદક્ષ રીતે અન્ય શહેરી પરિવહન વ્યવસ્થાઓ સાથે સંકલન સાધવામાં આવ્યું છે, જે ડિઝાઇનિંગ, ટેકનોલોજી અને સંસ્થાકીય વ્યવસ્થાપનની નવી પદ્ધતિઓ અપનાવવાથી જ શક્ય છે.
RP
(રીલીઝ આઈડી: 1565362)
મુલાકાતી સંખ્યા : 194