મંત્રીમંડળ

મંત્રીમંડળે બંધારણ (અનુસૂચિત જનજાતિ) આદેશ (સુધારા) વિધેયક, 2018માં અરૂણાચલ પ્રદેશની અનુસૂચિત જનજાતિઓની યાદીમાં સુધારા માટે મંજૂરી આપી

Posted On: 02 JAN 2019 5:45PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે આજે બંધારણ (અનુસૂચિત જન જાતિ) આદેશ (સુધારા) વિધેયક 2018માં અરૂણાચલ પ્રદેશની અનુસૂચિત જનજાતિઓની યાદીમાં બંધારણ (અનુસૂચિ જાતિ) આદેશ 1950માં કેટલાક સુધારા માટે સંસદમાં રજૂ કરવા માટે મંજૂરી આપી છે, જેથી અરૂણાચલ પ્રદેશમાં અનુસૂચિત જનજાતિઓની યાદીમાં સુધારો કરી શકાય.

અરૂણાચલ પ્રદેશની અનુસૂચિત જાતિઓની યાદીમાં નીચે મુજબના સુધારા કરવામાં આવશેઃ

  1. ક્રમ-1 માં આવેલી 'અબોર'ને નાબૂદ કરવામાં આવશે, કારણ કે તે જાતિ ક્રમ નં. 16માં આવેલી 'આદી' જ છે.
  2. ક્રમાંક 06માં ખામપ્તિને બદલે તાઈ ખામ્તી મૂકવામાં આવશે.
  3. મિશ્મી-કામન (મીજૂ મિશ્મી) નો સમાવેશ કરવામાં આવશે. ઈદુ (મિશ્મી) અને તેરોન (ડિગારૂ મિશ્મી) નો સમાવેશ કરવામાં આવશે.
  4. મોન્પા, મેમ્બા, સરતાંગ, સજોલોંગ, (મિજી) નો સમાવેશ ક્રમ નં.9 માં 'મોમ્બા'ને બદલે કરવામાં આવશે.
  5. નોક્ટે, તાંગસા, તૂતસા, 'વાંચો'નો ક્રમાંક 10ની અરૂણાચલ પ્રદેશની અનુસૂચિત જાતિની યાદીમાં કોઈપણ નાગા આદિવાસી તરીકે સમાવેશ કરવામાં આવશે.

સૂચિત સુધારા માટેનો તર્ક નીચે મુજબ છેઃ

  1. એબોરને રદ કરવું - ફરી વાર નામ આવતું હોવાથી રદ કરાયું છે.
  2. ખાંમપ્તિને બદલે જાતિ ઉમેરવી. ખંપતી નામે ઓળખાતી કોઈ જાતિ નથી. હયાત એન્ટ્રીમાં માત્ર મિશ્મીનો સમાવેશ થાય છે. હકિકતમાં એવો કોઈ સમુદાય નથી.
  3. મિશ્મી- કામનનો સમાવેશ, ઈદુ અને તારોનની હાલની એન્ટ્રીમાં માત્ર મિશ્મીનો સમાવેશ થાય છે. હકિકતમાં આવી કોઈ જાતિ નથી.
  4. મોમ્પા, મેમ્બા, સરતાંગ, 'વાંચો' ની હાલની એન્ટ્રીમાં કોઈપણ નાગા સમુદાય એવો ઉલ્લેખ કરવામાં આવશે, કારણ કે રાજ્યમાં માત્ર નાગા સમુદાય છે.
  5. નોક્ટે, તાંગસા, તુત્સા અને 'વાંચો' નો સમાવેશ કરવો કારણ કે રાજ્યની યાદીમાં માત્ર નાગા સમુદાય એવો ઉલ્લેખ છે.

આ વિધેયક કાયદા તરીકે અમલી બને ત્યારે નવી યાદીમાં સમાવેશ કરાયેલ સમુદાયો એટલે કે અરૂણાચલ પ્રદેશની અનુસૂચિત જન જાતિઓને પણ ભારત સરકારના અનુસૂચિત જન જાતિઓને હાલની યોજનાઓ હેઠળ પ્રાપ્ત લાભ મળતા થશે. આવી મહત્વની યોજનાઓમાં મેટ્રિક પછીની છાત્રવૃત્તિ, રાષ્ટીય ફેલોશિપ, ટોપ ક્લાસ એજ્યુકેશન, રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આર્થિક અને વિકાસ નિગમમાંથી રાહત દરે ધિરાણો, અનુસૂચિત જન જાતિના દિકરા-દિકરીઓ માટે છાત્રાલયના લાભ વગેરેનો સમાવેશ થાય છે. આ બધાં લાભ ઉપરાંત તેમને સરકારી નીતિ મુજબ નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓના પ્રવેશમાં અનામતનો પણ લાભ મળશે.

 

RP



(Release ID: 1558311) Visitor Counter : 541