પ્રધાનમંત્રીનું કાર્યાલય
એશિયન પેરા ગેમ્સમાં સિલ્વર મેડલ જીતવા બદલ પ્રધાનમંત્રીએ બંટીને અભિનંદન પાઠવ્યા
પોસ્ટેડ ઓન:
21 OCT 2026 6:40PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સ 2026 માં પુરુષોની હાઈ જમ્પ T64 સ્પર્ધામાં બંટીએ સિલ્વર મેડલ જીત્યો તે બદલ આનંદ વ્યક્ત કર્યો છે.
તેમણે ઉત્તમ આશાસ્પદ ક્ષમતા અને દ્રઢ સંકલ્પ દર્શાવ્યા છે તેમ નોંધતા, શ્રી મોદીએ આશા વ્યક્ત કરી હતી કે આ સફળતા તેમને આગામી વર્ષોમાં ઉચ્ચ લક્ષ્યો નિર્ધારિત કરવા અને વધુ સિદ્ધિઓ હાંસલ કરવા માટે વધુ આત્મવિશ્વાસ આપશે.
X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:
"એશિયન પેરા ગેમ્સ 2026 માં પુરુષોની હાઈ જમ્પ T64 સ્પર્ધામાં બંટીએ સિલ્વર મેડલ જીત્યો તે બદલ અત્યંત આનંદ થયો. તેમણે ઉત્તમ આશાસ્પદ ક્ષમતા અને દ્રઢ સંકલ્પ દર્શાવ્યા છે. આ સફળતા તેમને આગામી વર્ષોમાં ઉચ્ચ લક્ષ્યો નિર્ધારિત કરવા અને વધુ સિદ્ધિઓ હાંસલ કરવા માટે વધુ આત્મવિશ્વાસ આપે: PM @narendramodi"
SM/JD
(રીલીઝ આઈડી: 2326158)
મુલાકાતી સંખ્યા : 13