પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ પ્રદીપ કુમારને અભિનંદન આપ્યા

પોસ્ટેડ ઓન: 20 OCT 2026 9:40PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સ 2026માં પુરુષોની ડિસ્કસ થ્રો F43/F44/F62/F64 સ્પર્ધામાં પર્સનલ બેસ્ટ (પોતાના શ્રેષ્ઠ) થ્રો સાથે બ્રોન્ઝ મેડલ સર કરવાનો બદલ પ્રદીપ કુમારને અભિનંદન આપ્યા હતા.

પોતાની સીમાઓને વિસ્તૃત કરવાની તેમની પ્રતિબદ્ધતા સાચે જ પ્રશંસનીય છે તે નોંધતા, શ્રી મોદીએ તેમના અભિનંદન અને શુભકામનાઓ પાઠવી.

X પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:

"પ્રદીપ કુમારે એશિયન પેરા ગેમ્સ 2026માં પુરુષોની ડિસ્કસ થ્રો F43/F44/F62/F64 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે, સાથે જ પર્સનલ બેસ્ટ થ્રો પણ નોંધાવ્યો છે. પોતાની સીમાઓને વિસ્તૃત કરવાની તેમની પ્રતિબદ્ધતા સાચે જ પ્રશંસનીય છે. અભિનંદન અને શુભકામનાઓ: PM @narendramodi"

 

SM/NK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2325673) મુલાકાતી સંખ્યા : 10