પ્રધાનમંત્રીનું કાર્યાલય
એશિયન પેરા ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ પ્રધાનમંત્રીએ બેબી સહાના રવિને અભિનંદન પાઠવ્યા
પોસ્ટેડ ઓન:
20 OCT 2026 7:44PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સમાં મહિલાઓની સિંગલ્સ ક્લાસ 9 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ બેબી સહાના રવિને અભિનંદન પાઠવ્યા હતા.
પોતાના ડેબ્યૂમાં જ સ્ટેન્ડિંગ કેટેગરીમાં ભારતનો સૌપ્રથમ મેડલ જીતીને તેમણે ઇતિહાસ રચ્યો હોવાનું નોંધતા, શ્રી મોદીએ જણાવ્યું હતું કે અતિ ગર્વની આ ક્ષણ યુવા એથ્લેટ્સને પ્રોત્સાહિત કરશે, અને તેમના ભવિષ્ય માટે પોતાની શ્રેષ્ઠ શુભેચ્છાઓ પાઠવી હતી.
X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:
"બેબી સહાના રવિએ એશિયન પેરા ગેમ્સમાં સ્ટેન્ડિંગ કેટેગરીમાં ભારતનો સૌપ્રથમ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે! મહિલા સિંગલ્સ ક્લાસ 9 સ્પર્ધામાં તેમનો બ્રોન્ઝ મેડલ વધુ વિશેષ છે કારણ કે તે તેમના ડેબ્યૂમાં જ મળ્યો છે. આ અતિ ગર્વની ક્ષણ છે અને તે નિઃસંદેહ વધુ યુવા એથ્લેટ્સને મોટા સ્વપ્નો જોવા માટે પ્રોત્સાહિત કરશે. તેમને ભવિષ્ય માટે અભિનંદન અને શ્રેષ્ઠ શુભેચ્છાઓ: પીએમ @narendramodi"
SM/NP/JD
(રીલીઝ આઈડી: 2325578)
મુલાકાતી સંખ્યા : 9