પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધામંત્રીએ કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્ની સાથે સૌહાર્દપૂર્ણ અને ફળદાયી વાતચીત કરી; વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી

પોસ્ટેડ ઓન: 13 OCT 2026 10:10PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્ની સાથે સૌહાર્દપૂર્ણ અને ફળદાયી વાતચીત કરી.

બંને નેતાઓ ભારત-કેનેડા સંબંધોમાં રહેલી સકારાત્મક ગતિને આગળ વધારવા અને તેમની વ્યૂહાત્મક ભાગીદારીના મુખ્ય ક્ષેત્રો - જેમાં વેપાર, ઊર્જા, ટેકનોલોજી, સુરક્ષા અને લોકો-થી-લોકો વચ્ચેના સંબંધોનો સમાવેશ થાય છે - તેમાં અસરકારક પરિણામો હાંસલ કરવા માટે કામ કરવા સંમત થયા.

પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત અને કેનેડા વધુ સ્થિર અને સમૃદ્ધ વિશ્વના નિર્માણમાં યોગદાન આપી રહ્યા છે.

'X' પરની એક પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું;

“પ્રધાનમંત્રી માર્ક કાર્ની સાથે સૌહાર્દપૂર્ણ અને ફળદાયી વાતચીત થઈ.

અમે ભારત-કેનેડા સંબંધોમાં રહેલી સકારાત્મક ગતિને આગળ વધારવા અને અમારી વ્યૂહાત્મક ભાગીદારીના મુખ્ય ક્ષેત્રો - જેમાં વેપાર, ઊર્જા, ટેકનોલોજી, સુરક્ષા અને લોકો-થી-લોકો વચ્ચેના સંબંધોનો સમાવેશ થાય છે - તેમાં અસરકારક પરિણામો હાંસલ કરવા માટે કામ કરવા સંમત થયા.

ભારત અને કેનેડા સાથે મળીને વધુ સ્થિર અને સમૃદ્ધ વિશ્વના નિર્માણમાં યોગદાન આપી રહ્યા છે.

@MarkJCarney”


 

a

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2323059) મુલાકાતી સંખ્યા : 13