માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતના સૌથી મોટા સિનેમા ઉત્સવનો હિસ્સો બનો: 57મા IFFI માટે મીડિયા એક્રેડિટેશન પ્રક્રિયા 15 ઓક્ટોબરે સમાપ્ત થશે

57મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI) 2026 માટે મીડિયા એક્રેડિટેશનની અંતિમ તારીખ 15મી ઓક્ટોબર 2026 છે. ફેસ્ટિવલને કવર કરવાનું આયોજન કરી રહેલા મીડિયા પ્રોફેશનલ્સને અંતિમ તારીખ પહેલાં અધિકૃત પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો (PIB) એક્રેડિટેશન પોર્ટલ દ્વારા તેમનું નોંધણી પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવે છે.

આ ફેસ્ટિવલ 20 થી 28 નવેમ્બર 2026 દરમિયાન ગોવાના પણજી ખાતે યોજાશે, જે ભારત અને વિશ્વભરના ફિલ્મ નિર્માતાઓ, સિનેમા પ્રોફેશનલ્સ અને ફિલ્મ પ્રેમીઓને એકસાથે લાવશે.

મીડિયા કર્મીઓ અધિકૃત એક્રેડિટેશન પોર્ટલ દ્વારા મીડિયા ડેલિગેટ્સ તરીકે નોંધણી કરાવી શકે છે:

નોંધણી લિંક: https://accreditation.pib.gov.in/eventregistration/login.aspx

અરજદારોને એક્રેડિટેશન માર્ગદર્શિકા કાળજીપૂર્વક વાંચવા અને તેમની અરજીઓ સાથે તમામ જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા સલાહ આપવામાં આવે છે.

જરૂરી દસ્તાવેજો:

* ફોટોગ્રાફ

* સરકારી ઓળખ પુરાવો

* PIB અથવા રાજ્ય સરકારનું એક્રેડિટેશન કાર્ડ, અથવા તંત્રીના પત્ર (Editor’s Letter) સાથે સંસ્થાનું ID

* સંબંધિત ક્ષેત્રમાં કામનો પુરાવો

વિગતવાર પાત્રતાના માપદંડ અને મીડિયા એક્રેડિટેશન નીતિ અહીં વાંચી શકાય છે.

IFFIની અગાઉની આવૃત્તિ માટે પોર્ટલ પર અગાઉથી નોંધાયેલા મીડિયા પ્રોફેશનલ્સ લોગ ઇન કરવા માટે તેમના પ્રવર્તમાન ક્રેડેન્શિયલ્સનો ઉપયોગ કરી શકે છે અને જરૂરિયાત મુજબ તેમના દસ્તાવેજો અપડેટ કરી શકે છે.

મીડિયા એક્રેડિટેશન સંબંધિત પ્રશ્નો માટે, અરજદારો iffi.mediadesk@pib.gov.in પર સંપર્ક કરી શકે છે.

જેઓ મીડિયા સાથે સંકળાયેલા નથી તેવા ફિલ્મ પ્રેમીઓ પણ https://www.iffigoa.org/delegate-registration દ્વારા 'ડેલિગેટ' તરીકે IFFI માટે નોંધણી કરાવી શકે છે અને 57મા IFFI 2026માં રજૂ થનારી વિવિધ ફિલ્મો તથા અન્ય પ્રવૃત્તિઓનો આનંદ માણી શકે છે.

IFFI વિશે

1952માં શરૂ થયેલ, ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI) દક્ષિણ એશિયાનો સૌથી જૂનો અને સૌથી મોટો સિનેમા ઉત્સવ છે. નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NFDC), માહિતી અને પ્રસારણ મંત્રાલય, ભારત સરકાર અને એન્ટરટેઇનમેન્ટ સોસાયટી ઓફ ગોવા (ESG), ગોવા રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત રીતે આયોજિત, IFFI વિશ્વભરના ફિલ્મ નિર્માતાઓ, દિગ્ગજો અને ઉભરતા કલાકારોને એકસાથે લાવે છે. આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ, સાંસ્કૃતિક પ્રદર્શનો, માસ્ટરક્લાસ અને શ્રદ્ધાંજલિઓ સાથે, આ ફેસ્ટિવલ ગોવાના જીવંત પૃષ્ઠભૂમિ પર વિવિધ વાર્તાઓ, ભાષાઓ અને સિનેમેટિક પરંપરાઓની ઉજવણી કરે છે. 57મા ઇફ્ફી 2026 વિશે વધુ માહિતી અને અદ્યતન વિગતો માટે કૃપા કરીને https:https://www.iffigoa.org/. ની મુલાકાત લો.

SM/BS/JD


(રીલીઝ આઈડી: 2322355) મુલાકાતી સંખ્યા : 21