યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

વિકસિત ભારત અભિયાન માટે નશા મુક્ત યુવા અંતર્ગત MY ભારત દ્વારા 1,469 સ્થળોએ નેબરહુડ યુથ પાર્લામેન્ટ્સ અને યુવા મેળાઓનું આયોજન કરાયું

પોસ્ટેડ ઓન: 12 OCT 2026 12:25PM by PIB Ahmedabad

વિકસિત ભારત અભિયાન માટે નશા મુક્ત યુવાના ભાગરૂપે, MY ભારતે ભાગીદાર સંસ્થાઓના સહયોગથી, 100 સપ્તાહના ઝુંબેશ હેઠળ 10 ઓક્ટોબર 2026ના રોજ નેબરહુડ યુથ પાર્લામેન્ટ્સ (NYPs) અને યુવા મેળાઓનું આયોજન કર્યું હતું. આ દેશવ્યાપી પહેલમાં 34 રાજ્યોના 1,469 સ્થળોને આવરી લેવામાં આવ્યા હતા, જેમાં 3.65 લાખથી વધુ યુવાનો અને નાગરિકોએ ભાગ લીધો હતો, જે નશા મુક્ત ભારતના નિર્માણ તરફની સામૂહિક પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.

આ પહેલનો ઉદ્દેશ્ય ગાસરૂટ સ્તરે યુવાનોની સહભાગિતાને મજબૂત કરવાનો, માદક દ્રવ્યોના સેવનની હાનિકારક અસરો વિશે જાગૃતિ લાવવાનો અને યુવાનોને નશાખોરી અટકાવવામાં સક્રિય ભૂમિકા ભજવવા પ્રોત્સાહિત કરવાનો હતો. બ્લોક સ્તરે આયોજિત નેબરહુડ યુથ પાર્લામેન્ટ્સમાં માદક દ્રવ્યોના સેવન સાથે સંકળાયેલા પડકારો, જાગૃતિને ક્રિયામાં બદલવાની વ્યૂહરચનાઓ અને પરિવર્તનની પ્રેરણાદાયી વાર્તાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી, જેણે યુવાનોને સ્વસ્થ અને નશા મુક્ત સમાજના હિમાયતી બનવા માટે પ્રેરિત કર્યા હતા.

આ કાર્યક્રમોમાં યુવાનોની આગેવાની હેઠળની શ્રેણીબદ્ધ પ્રવૃત્તિઓનો સમાવેશ થતો હતો, જેમાં નશા મુક્ત યુવા પ્રતિજ્ઞા, સ્લોગન-લેખન સ્પર્ધાઓ, હસ્તાક્ષર ઝુંબેશ, ચર્ચાઓ, નુક્ક્ડ નાટક અને ઇન્ટરેક્ટિવ ચર્ચાઓ સામેલ હતી. આ પ્રવૃત્તિઓએ સહભાગીઓને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને માદક દ્રવ્યોના સેવનને અટકાવવાના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા પ્રોત્સાહિત કર્યા. યુવા મેળાઓનું આયોજન હાર્ટફુલનેસ, પ્રોજેક્ટ પોઈન્ટ, CIPU, એસોચેમ (ASSOCHAM), ફિક્કી (FICCI) અને બ્રહ્મા કુમારીઝ સહિત આધ્યાત્મિક સંસ્થાઓ, યુનિવર્સિટી એસોસિએશનો અને ઉદ્યોગ સાહસિક એસોસિએશનોના સહયોગથી કરવામાં આવ્યું હતું, જેણે બહુ-ભાગીદારી દ્વારા ઝુંબેશની પહોંચ અને અસરને મજબૂત કરી હતી.

આ પહેલમાં લોકપ્રતિનિધિઓની ભાગીદારી પણ જોવા મળી હતી, જેમાં એક સંસદસભ્ય (MP) અને પાંચ ધારાસભ્યો (MLA) સહિત છ પ્રતિનિધિઓએ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. કુલ 4,552 પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું અને 4,568 સ્લોગન એકત્રિત કરવામાં આવ્યા હતા, જે નશા મુક્ત ભારતના સંદેશાને પ્રોત્સાહન આપવામાં સહભાગીઓની વ્યાપક સંલગ્નતા દર્શાવે છે.

100 સપ્તાહના ઝુંબેશ હેઠળ દેશવ્યાપી એકત્રીકરણ માદક દ્રવ્યોના સેવનને દૂર કરવામાં સામૂહિક પ્રવૃત્તિ, સમુદાયની ભાગીદારી અને યુવા નેતૃત્વની ભૂમિકા પર પ્રકાશ પાડે છે. નેબરહુડ યુથ પાર્લામેન્ટ્સ અને યુવા મેળાઓ દ્વારા, MY ભારત યુવાનોને સામાજિક પરિવર્તન માટેની જવાબદારી લેવા અને વિકસિત ભારત માટે નશા મુક્ત યુવાના વિઝનને સાકાર કરવામાં યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરવાનું ચાલુ રાખે છે.

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2322151) મુલાકાતી સંખ્યા : 25